Home> India
Advertisement
Prev
Next

ભારતીય વિદેશ મંત્રાલયનો દાવો, વિંગ કમાન્ડર અભિનંદને જ તોડી પાડ્યું હતું PAKનું F-16

બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો. આ પ્રેસ કોન્ફરન્સમાં રવીશકુમારે પાકિસ્તાનના આતંકવાદી ચહેરાને બેનકાબ  કર્યો. ભારતે કહ્યું કે પાકિસ્તાને F-16 વિમાનનો ઉપયોગ કર્યો હતો અને વિંગ કમાન્ડર અભિનંદનના મિગ 21 પર F-16થી જ હુમલો કરાયો હતો. આ દરમિયાન રવીશકુમારે કહ્યું કે એફ 16 મામલે તપાસ માટે ભારતે અમેરિકા ખાસ ભલામણ કરી છે. 

ભારતીય વિદેશ મંત્રાલયનો દાવો, વિંગ કમાન્ડર અભિનંદને જ તોડી પાડ્યું હતું PAKનું F-16

નવી દિલ્હી: બાલાકોટમાં ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈક પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો. આ પ્રેસ કોન્ફરન્સમાં રવીશકુમારે પાકિસ્તાનના આતંકવાદી ચહેરાને બેનકાબ  કર્યો. ભારતે કહ્યું કે પાકિસ્તાને F-16 વિમાનનો ઉપયોગ કર્યો હતો અને વિંગ કમાન્ડર અભિનંદનના મિગ 21 પર F-16થી જ હુમલો કરાયો હતો. આ દરમિયાન રવીશકુમારે કહ્યું કે એફ 16 મામલે તપાસ માટે ભારતે અમેરિકા ખાસ ભલામણ કરી છે. 

ભારતે માત્ર એક જ વિમાન ગુમાવ્યું છે-રવીશકુમાર
રવીશકુમારે કહ્યું કે ભારતે માત્ર એક જ વિમાન ગુમાવ્યું છે. જો પાકિસ્તાન એવો દાવો કરતો હોય કે તેણે ભારતના બે વિમાન તોડી પાડ્યા છે અને તેનુ વીડિયો રેકોર્ડિંગ તેની પાસે હોય તો તે આંતરરાષ્ટ્રીય મીડિયામાં શેર કેમ કરતું નથી? ભારતે પોતાની નોન મિલેટ્રી સ્ટ્રાઈકમાં જૈશના આતંકી ઠેકાણાઓ પર કાર્યવાહી કરી જેમાં તેણે ટાર્ગેટ હાસલ કર્યો છે. અમારી પાસે તે વાતના નક્કર પુરાવા છે કે તેમણે ભારત વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીમાં એફ-16નો ઉપયોગ કર્યો છે. કુમારે જણાવ્યું કે અમે અમેરિકાને કહ્યું છે કે તેઓ આ વાતની તપાસ કરે અને ભારત વિરુદ્ધ એફ 16ના ઉપયોગને લઈને પાકિસ્તાને કોઈ નિયમ કે શરતોનો ભંગ તો કર્યો નથી તેની ચકાસણી કરે. 

બાલાકોટ એર સ્ટ્રાઈક પર વિદેશ મંત્રાલયે કહ્યું- 'F-16 પર સતત ખોટું બોલી રહ્યું છે પાકિસ્તાન'

શું જૈશનો પ્રવક્તા છે પાકિસ્તાન
રવીશકુમારે કહ્યું કે પાકિસ્તાને આતંકવાદ પર ફક્ત ખોટા વચનો જ આપ્યા છે. પાકિસ્તાન પુલવામા આતંકી હુમલામાં જૈશનો હાથ હોવાની ના પાડે છે. શું પાકિસ્તાન જૈશના પ્રવક્તાની જેમ વાત કરે છે અને તેને બચાવવાની કોશિશ કરે છે. અત્રે જણાવવાનું કે આતંકી હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાનની સેનાના પ્રવક્તાએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે તેમના દેશમાં જૈશનું અસ્તિત્વ નથી. જ્યારે તેમના જ વિદેશ મંત્રીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જૈશની ટોપ લીડરશીપ પાસે તેમમે પુલવામા આતંકી હુમલા પાસે સંડોવણીની જાણકારી માંગી છે. જૈશે હુમલામાં હાથ હોવાની ના પાડી છે. 

ભાગલાવાદીઓ અને આતંકીઓ વચ્ચે સાઠગાંઠ, ગૃહ મંત્રાલય હુર્રિયત સામે કરશે મોટી કાર્યવાહી

ટકરાવ પર આ જવાબ આપ્યો
પાકિસ્તાન સાથે ટકરાવ મુદ્દે પૂછાયેલા એક સવાલના જવાબમાં રવીશકુમારે કહ્યું કે ભારત તરફથી ડી-એક્સેલેશનનો સવાલ નથી કારણ કે ભારતે ક્યારેય એસ્કેલેટ કર્યું જ નથી. અમારી કાર્યવાહી પાકિસ્તાન વિરુદ્ધ નહીં પરંતુ આતંક વિરુદ્ધ હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતાઓને દૂર કરવા માટે કોઈ કામ કરતું નથી. 

નવું પાકિસ્તાન, નવા એક્શન લે
રવીશકુમારે કહ્યું કે જો પાકિસ્તાન નવું પાકિસ્તાન હોવાનો દાવો કરતું હોય તો તેણે આતંકી સંગઠનો વિરુદ્ધ નવી કાર્યવાહી પણ કરવી જોઈએ. તેમણે કહ્યું કે પાકિસ્તાન સતત જૂઠ્ઠાણા ફેલાવવાનું કામ કરે છે. જ્યારે હકીકતમાં તેણે ભારત અને આંતરરાષ્ટ્રીય સમુદાયની વાત સાંભળીને આતંકી સંગઠનો પર કડક કાર્યવાહી કરવી જોઈએ. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More