Home> India
Advertisement
Prev
Next

મૌલાના મદની UPમાં બગાડી શકે છે કોંગ્રેસનો ખેલ, અખિલેશની મુલાકાતમાં શું ખીચવી પકવી રહ્યાં છે?

 લોકસભા ઈલેક્શન 2019ની જંગ હવે તેજ બની રહી છે. દરેક જગ્યાએ રાજકીય વાતો ચાલી રહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં સપા-બસપા અને રાલોદનું ગઠબંધન થયા બાદ હવે પોતાના પક્ષને મજબૂત કરવાનો સિલસિલો તેજ બન્યો છે. આ બધાની વચ્ચે મુસલમાનોનું મોટું સંગઠન જમિયત ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ ગુરુવારે લખનઉમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી.

મૌલાના મદની UPમાં બગાડી શકે છે કોંગ્રેસનો ખેલ, અખિલેશની મુલાકાતમાં શું ખીચવી પકવી રહ્યાં છે?

શોએબ રજા/દિલ્હી-લખનઉ : લોકસભા ઈલેક્શન 2019ની જંગ હવે તેજ બની રહી છે. દરેક જગ્યાએ રાજકીય વાતો ચાલી રહી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં સપા-બસપા અને રાલોદનું ગઠબંધન થયા બાદ હવે પોતાના પક્ષને મજબૂત કરવાનો સિલસિલો તેજ બન્યો છે. આ બધાની વચ્ચે મુસલમાનોનું મોટું સંગઠન જમિયત ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ મૌલાના અરશદ મદનીએ ગુરુવારે લખનઉમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે મુલાકાત કરી હતી.

નારાજગી બાદ નીતિન પટેલને વાઈબ્રન્ટમાં ક્યાં સ્થાન મળશે તેના પર સૌની નજર

જમિયત ઉલેમા-એ-હિન્દ અને કોંગ્રેસનો સંબંદ આઝાદી બાદથી જ મજબૂત રહ્યું છે અને ગાંધી પરિવારના લોકો જમિયતના કાર્યક્રમોમાં હાજરી આપતા રહ્યાં છે, આવામાં અરશદ મદનીની અખિલેશ સાથે મુલાકાતને રાજનીતિક તરીકે કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. 

મૌલાના અરશદ મદની અને અખિલેશ યાદવની આ મુલાકાત અંદાજે એક કલાક સુધી લખનઉમાં થઈ હતી. આ વાતની પુષ્ટિ જમિયત ઉલેમા-એ-હિન્દના દિલ્હી સ્થિત કાર્યાલયે કરી હતી. 

અસુદ્દીન ઔવેસીએ 2019ની ચૂંટણીને લઈને ખેલ્યું દલિત કાર્ડ, કહી દીધી મોટી વાત

માનવામાં આવી રહ્યું છે કે, તેમાં યુપીમાં શાસકીય અને સામાજિક પરિસ્થિતિ વિશે વાત થઈ હતી. ઉત્તર પ્રદેશના વોટર્સમાં મુસ્લિમ વોટર્સનો મોટો ફાળો રહ્યો છે. યુપીની અનેક લોકસભા સીટ પર મુસ્લિમ નિર્ણાયક ભૂમિકામાં નજર આવતા રહ્યાં છે. આવામાં જો મૌલાના અરશદ મદની ગઠબંધનની સાથે ઉભા દેખાય છે, તો શક્ય છે કે તેનાથી કોંગ્રેસને મોટો ઝાટકો લાગશે. કેમ કે, કોંગ્રેસને સપા-બસપા-આરએલડી ગઠબંધનમાં જગ્યા નથી મળી અને જો મુસ્લિમ તેમની સાથે નથી આવતા તો યુપીમાં કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે છે. 

મૌલાના અરશદ મદની દેવબંધના મોટા ઈસ્લામિક સંસ્થાન દારૂલ ઉલૂમમાં શિક્ષણ પણ છે અને જમિયત ઉલેમા-એ-હિન્દના અદ્યક્ષ હોવાને કારણે મુસલમાનોનું મોટુ ગ્રૂપ તેમની વાતને ગણકારે છે. યુપીમાં સપા-બસપા અને રાલોદ વચ્ચે ગઠબંધન થયું છે સતત તમામ પાર્ટીઓ વોટર્સ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આવામાં આગાવમી દિવસોમાં રાજકીય સ્થિતિ વધુ ગરમાય તેવી પૂરતી શક્યતા છે. 

ટ્રમ્પના શાસનમાં અમેરિકાને કેવા કેવા દિવસો જોવાનો વારો આવ્યો, ખાવાના પડ્યા ફાંફા 

કહેવાય છેકે, મદની અને અખિલેશે અંદાજે એક કલાક સુધી વાતચીત કરી હતી. જોકે, બેઠકમાં કયા મુદ્દા પર વાતચીત થઈ તે વિશે હજી માલૂમ પડ્યું નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More