Home> India
Advertisement
Prev
Next

Mathura Murder Case: સૂટકેસમાંથી મળેલી લાશ મામલે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, જાણી હચમચી જશો

Mathura Girl Murder Case: મથુરા જિલ્લામાં યમુના એક્સપ્રેસ વેના કિનારે લાલ રંગની ટ્રોલી બેગમાંથી મળી આવેલો મૃતદેહ દિલ્હીની આયુષી યાદવ (21)નો નીકળ્યો. રવિવારે મૃતકની માતા અને ભાઈએ મૃતદેહની ઓળખ કરી. 

Mathura Murder Case: સૂટકેસમાંથી મળેલી લાશ મામલે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, જાણી હચમચી જશો

Mathura Girl Murder Case: મથુરા જિલ્લામાં યમુના એક્સપ્રેસ વેના કિનારે લાલ રંગની ટ્રોલી બેગમાંથી મળી આવેલો મૃતદેહ દિલ્હીની આયુષી યાદવ (21)નો નીકળ્યો. રવિવારે મૃતકની માતા અને ભાઈએ મૃતદેહની ઓળખ કરી. પોલીસના જણાવ્યાં મુજબ આયુષીની હત્યા ઓનર કિલિંગનો મામલો છે. પિતાએ જ પુત્રીને ગોળી મારી હતી અને પછી લાશ સૂટકેસમાં રાખીને મથુરાના રાયા વિસ્તારમાં ફેંકી હતી. પોલીસે આરોપી પિતાને પકડીને તેની પૂછપરછ શરી કરી દીધી છે. 

એસપી સિટી એમ પી સિંહનું કહેવું છે કે યુવતી 17 નવેમ્બરે સવારે ઘરેથી નીકળી હતી. બીજા દિવસે એટલે કે 18 નવેમ્બરે યમુના એક્સપ્રેસ વેના સર્વિસ રોડ પરથી એક ટ્રોલી બેગમાં તેનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીના માથા, હાથ અને પગમાં ઈજાના નિશાન હતા અને છાતીમાં ગોળી મારવામાં આવી હતી. મથુરા પોલીસે મૃતક યુવતીની ઓળખ માટે 8 ટીમો કામે લગાવી હતી. પોલીસની ટીમો યુવતીની ઓળખ માટે ગુરુગ્રામ, આગ્રા, અલીગઢ, હાથરસ, નોઈડા અને દિલ્હી સુધી પહોંચી. 

પોલીસના જણાવ્યાં મુજબ તપાસમાં લાવારિસ લાશની ઓળખ આયુષી યાદવ તરીકે પુત્રી નિતેશ યાદવ રહીશ ગલી નંબર 65, ગામ મોડબંધ, પોલીસ મથક બદરપુર (દિલ્હી) તરીકે થઈ. ત્યારબાદ પોલીસ યુવતીના ઘરે પહોંચી. જ્યાં તેની માતા અને ભાઈ મળ્યા જ્યારે પિતા ગાયબ હતા. ત્યારબાદ બંનેને પોસ્ટમોર્ટમ ગૃહ લાવીને લાશની ઓળખ કરાવવામાં આવી. માતાએ લાશ પુત્રી આયુષીની જ ગણાવી અને કઈ પણ આગળ કહેવાની ના પાડી દીધી હતી. 

પિતા જ નીકળ્યા હત્યાના આરોપી
ચોંકાવનારી વાત એ હતી કે ઘરવાળાઓએ આ મામલે પુત્રીની ગુમ થવાની ફરિયાદ પણ નોંધાવી નહતી. જો કે આ મામલે પોલીસને શરૂઆતથી જ ઈનપુટ મળી ગયા હતા કે પિતા જ પુત્રીની હત્યાનો આરોપી છે. હાલ આરોપી પિતા પોલીસની કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ ચાલુ છે. આ સાથે જ હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર અને લાશને લઈ જવામાં ઉપયોગમાં લેવાયેલી કારને પણ જપ્ત કરી છે. 

fallbacks

યુવતીની ઓળખ માટે સર્વિલાંસની ટીમે લગભગ 20 હજાર મોબાઈલ ફોન ટ્રેસ કર્યા અને આ મોબાઈલના લોકેશન પણ સર્વિલાંસની ટીમે તપાસ્યા. જેવર, જાબરા ટોલ, ખંદૌલી ટોલ, ઉપરાંત હાથરસ, અલીગઢ અને મથુરા આવનારા માર્ગો પર લાગેલા 210 સીસીટીવી ફૂટેજ પણ ફંફોળ્યા. ત્યારબાદ પોલીસને મૃત યુવતીની ઓળખ કરાવવામાં સફળતા મળી. 

યુવતીની ઓળખ માટે પોલીસે દિલ્હી એનસીઆર, અલીગઢ અને હાથરસમાં ઠેર ઠેર પોસ્ટર પણ લગાવડાવ્યા હતા. કાર્યવાહક એસએસપી એમ પી સિંહે જણાવ્યું કે માતા અને ભાઈએ પોસ્ટમોર્ટમ ગૃહ પહોંચીને આયુષીના મૃતદેહની પુષ્ટિ કરી. તેમણે જણાવ્યું કે પરિવાર મૂળ રીતે ગોરખપુર જિલ્લાનો રહીશ હોવાનું કહેવાયું છે. હાલ આયુષીનો પરિવાર દિલ્હીના બદરપુર પોલીસ મથક હદમાં રહેતો હતો. પિતા નિતેશ યાદવની ઈલેક્ટ્રોનિક્સની દુકાન છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

અત્રે જણાવવાનું કે 18 નવેમ્બરે સવારે 11 વાગે યમુના એક્સપ્રેસ વેના સર્વિસ રોડ પર કૃષિ અનુસંધાન કેન્દ્રની પાસે ઝાડીઓમાં લાલ રંગની ટ્રોલી બેગમાં યુવતીનો લોહીથી લથપથ મૃતદેહ મળ્યો હતો. તેની ગોળી મારીને હત્યા કર્યા બાદ ટ્રોલી બેગમાં પેક કરીને લાશ ફેંકવામાં આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ પિતાએ સ્વીકારી લીધુ કે તેમણે જ પોતાની આન માટે પુત્રી આયુષીને મારી હતી. 
 
આ કારણથી નારાજ હતા પિતા
વાત જાણે એમ છે કે આયુષી કોઈને જણાવ્યાં વગર ઘરેથી નીકળી ગઈ હતી. પિતા તેનાથી નારાજ હતા. જેવી આયુષી ઘરે આવી કે તેમણે તેને ગોળી મારી દીધી. આ વાત પિતાએ પોલીસને આપેલા પોતાના નિવેદનમાં પણ સ્વીકારી છે. ઘટના 17 નવેમ્બર રાતની છે જ્યારે આયુષીની લાશને સૂટકેસમાં રાખીને ઝાડીઓમાં ફેંકી દેવાઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More