Home> India
Advertisement
Prev
Next

દેશના અનેક રાજ્યોમાં વરસાદે વધારી મુશ્કેલી, હરિદ્વારમાં ગંગા નદી તોફાને ચઢી

દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. અનેક રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે લોકોની મુશ્કેલી પણ વધી રહી છે. પ્રથમ વરસાદે તંત્રની પોલ પણ ખોલી નાખી છે. ઠેર-ઠેર પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી છે. 

દેશના અનેક રાજ્યોમાં વરસાદે વધારી મુશ્કેલી, હરિદ્વારમાં ગંગા નદી તોફાને ચઢી
Updated: Jun 29, 2024, 09:18 PM IST

નવી દિલ્હીઃ દેશમાં વરસાદ ન પડે તો પણ તકલીફ, અને વરસાદ પડે તો પણ તકલીફ. કેમ કે ચોમાસાના આગમનની સાથે જ દેશમાં ઠેર-ઠેર લોકોને મુશ્કેલીઓ વધી ગઈ છે.... જેનું પહેલું ઉદાહરણ છે ઉત્તરાખંડના હરિદ્વારમાં વરસેલો વરસાદ.... જેના કારણે ગંગા નદીમાં અનેક ગાડીઓ રમકડાંની જેમ તણાઈ ગઈ.... દેશના અનેક શહેરોમાં વરસાદે કેવી તારાજી સર્જી? જોઈશું આ રિપોર્ટમાં.

દેશમાં શરૂ થયો આફતનો વરસાદ....

પહેલાં જ વરસાદે તંત્રની ખોલી નાંખી પોલ...
ઠેર-ઠેર પાણી ભરાતાં લોકોની વધી મુશ્કેલી....

આવું એટલા માટે થઈ રહ્યું છે. કેમ કે દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ ધમાકેદાર બેટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. કુદરના પ્રકોપ સામે ફરી એકવાર માનવજીવન લાચાર સાબિત થઈ રહ્યું છે.

કુદરતના ક્રૂર તાંડવની સાક્ષી પૂરી રહ્યા છે આ દ્રશ્યો. કેમ કે ઉત્તરાખંડના હરિદ્વારમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા. જેના કારણે ગંગા નદી બેકાંઠે વહેવા લાગી. જેમાં હરિદ્વારના ખરખરીની સૂકી નદી પર ઉભેલી ગાડીઓ રમકડાંની જેમ તણાઈ ગઈ. સદનસીબે ગાડીમાં કોઈ ન હોવાથી જાનમાલને કોઈ નુકસાન થયું નથી.

ઉત્તર પ્રદેશના હાપુરમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા. જેમાં મેરઠ-હાપુર-મોદીનગર રોડ પર પાણી ભરાઈ ગયા. તો અંડરપાસ પાણીથી ભરાઈ જતાં અનેક વાહનચાલકો ફસાઈ ગયા. ટુ વ્હીલર પાણીમાં બંધ થઈ જતાં લોકોને ધક્કા મારવાની નોબત આવી.

આ દ્રશ્યો ઉત્તર પ્રદેશના મથુરા શહેરના છે. ધોધમાર વરસાદના કારણે અહીંયા પણ નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. જેના કારણે સ્થાનિક લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે.

આ પણ વાંચોઃ અયોધ્યાના રામને છેતરીને આવી ગુજરાતની કંપની, 844 કરોડના પ્રોજેક્ટમાં સરકારની નોટિસ

અસમના દિબ્રૂગઢમાં પણ મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું. અહીંયા સીઆરપીએફના કેમ્પમાં વરસાદનું પાણી ઘૂસી ગયું... જેના કારણે જવાનો પોતાની જીવનજરૂરિયાતની વસ્તુઓ ઉંચકીને બહાર લાવતાં કેમેરામાં કેદ થયા.

આ દ્રશ્યો બિહારના પટના શહેરના છે... અહીંયા થોડી વારમાં એટલો વરસાદ વરસ્યો કે રસ્તા પર પાણી ભરાઈ ગયા... જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

થોડાક વરસાદમાં દેશના મોટા રાજ્યોમાં તંત્ર અને સરકારની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાંખી છે... પરંતુ હજુ આ મુશ્કેલી ઓછી થવાની નથી... કેમ કે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે... 

જે પ્રમાણે હાલ મેઘરાજાએ મહેર કરી છે... તેનાથી લોકો ચોક્કસથી પરેશાન થયા છે... પરંતુ આગામી સમયમાં ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધશે તે નક્કી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે