Home> India
Advertisement
Prev
Next

કેન્દ્રીય મંત્રી મનસિખ માંડવિયાને મળી PhD ની ડિગ્રી, કહ્યું- આ મારા માટે મહત્વની સિદ્ધિ


કેન્દ્રીય મંત્રીએ સામુદાયિક વિકાસ અને ભવિષ્યના પડકારોમાં ગ્રામ વિદ્યાપીઠોની ભૂમિકા પર પીએચડીની ડિગ્રી હાસિલ કરી છે. કેન્દ્રીય મંત્રીને આ ડિગ્રી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીમાંથી મળી છે. 

કેન્દ્રીય મંત્રી મનસિખ માંડવિયાને મળી PhD ની ડિગ્રી, કહ્યું- આ મારા માટે મહત્વની સિદ્ધિ

નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રા મનસુખ માંડવિયાને ડોક્ટર ઓફ ફિલોસફી- પીએચડીની ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ ખુદ મંગળવારે ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું- આ પીએચડીની યાત્રા મને સ્થૂલ જ્ઞાનથી સૂક્ષ્મ જ્ઞાન તરફ લાવી છે. આ મારા જીનની ખુબ મહત્વની સિદ્ધિ છે. વિશ્વવિદ્યાલયમાં મારા ગાઇડ તથા રિસર્ચમાં મારો સહયોગ આપનાર બધાનો આભાર વ્યક્ત કરુ છું. મહત્વનું છે કે કેન્દ્રીય મંત્રીએ સામુદાયિક વિકાસ અને ભવિષ્યના પડકારોમાં ગ્રામ વિદ્યાપીઠોની ભૂમિકા પર પીએચડીની ડિગ્રી હાસિલ કરી છે. કેન્દ્રીય મંત્રીને આ ડિગ્રી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીમાંથી મળી છે. 

કેન્દ્રીય મંત્રીની આ સિદ્ધિ તરફથી યુનિવર્સિટીએ પણ ટ્વીટ કર્યુ છે. વિશ્વવિદ્યાલય તરફથી ટ્વીટ કરી કહેવામાં આવ્યું, 'તે જણાવતા આનંદ થઈ રહ્યો છે કે અમારા વિદ્યાર્થી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સામુદાયિક વિકાસ અને ભવિષ્યના પડકારોમાં ગ્રામ વિદ્યાપીઠોની ભૂમિકા પર પીએચડીની ડિગ્રી હાસિલ કરી છે. કેન્દ્રીય મંત્રીએ 18 ડિસેમ્બર, 2017થી PhD ના અભ્યાસની શરૂઆત કરી હતી. 1 ઓક્ટોબર 2021ના તેમની પીએચડીની ડિગ્રી પૂરી થઈ છે.'

આ સિવાય કેન્દ્રીય મંત્રીએ મંગળવારે યૂનિસેફની વૈશ્વિક રિપોર્ટ ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન 2021- ઓન માઈ માઈન્ડઃ પ્રમોટિંગ, પ્રોટેક્ટિંગ એન્ડ કેયરિંગ ફોર ચિલ્ડ્રન્સ મેન્ટલ હેલ્થને જાહેર કર્યું. માંડવિયાએ કહ્યુ કે, સૌથી મોટી શિક્ષણ સંસ્થા પરિવાર હોય છે અને પરિવારને જોઈએ કે તે બાળકોને આ પ્રકારની કોઈપણ સમસ્યાથી બહાર આવવા માટે ખુલીને વાત કરવા માટે પ્રોત્સાહિત કરે.

તેમણે કહ્યું કે, આજકાલ પરિવારના બાળકો અને મોટામાં ખુબ ઓછી વાતચીત થાય છે. માંડવિયાએ કહ્યુ કે, તે મહત્વપૂર્ણ છે કે પરિવારના બધા સભ્યોની સાથે બેસે અને માતા-પિતાએ પોતાના બાળકોની સાથે મિત્રની જેમ વર્તન કરવું જોઈએ જેથી બાળકો સ્વતંત્રતાથી વાત કરી શકે. મોટા લોકોએ બાળકોના વ્યવહારમાં આવતા ફેરફારો પર નજીકથી ધ્યાન રાખવું જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More