Home> India
Advertisement
Prev
Next

મણિપુર હિંસાઃ ઓલિમ્પિક મેડલિસ્ટ મીરાબાઈ ચાનૂ સહિત 11 ખેલાડીઓએ આપી પુરસ્કાર પરત કરવાની ચેતવણી

મણિપુર હિંસા વચ્ચે મીરાબાઈ ચાનુ સહિત 11 ખેલાડીઓએ તેમના એવોર્ડ પરત કરવાની ધમકી આપી હતી. તેઓએ કહ્યું કે જો રાજ્યની પ્રાદેશિક અખંડિતતા સાથે ચેડા કરવામાં આવશે તો તેઓ સરકારી પુરસ્કારો પરત કરશે.

મણિપુર હિંસાઃ ઓલિમ્પિક મેડલિસ્ટ મીરાબાઈ ચાનૂ સહિત 11 ખેલાડીઓએ આપી પુરસ્કાર પરત કરવાની ચેતવણી

ઇમ્ફાલઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હિંસા પ્રભાવિત મણિપુરના પ્રવાસે છે. આ વચ્ચે ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ એસ મીરાબાઈ ચાનૂ સહિત 11 ખેલાડીઓએ મોટી જાહેરાત કરી છે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પુરસ્તાક વિજેતા ખેલાડીઓએ મંગળવારે કહ્યું કે જો રાજ્યની ક્ષેત્રીય અખંડતા સાથે સમજુતી કરવામાં આવશે તો તે સરકાર તરફથી આપવામાં આવેલા પુરસ્કાર પરત આવી દેશે. આ 11 ખેલાડી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રાજ્યના પ્રવાસ દરમિયાન આ મુદ્દે આવેદન પત્ર સોંપશે. 

એલ અનીતા ચાનૂ (ધ્યાનચંદ પુરસ્કાર વિજેતા), અર્જુન પુરસ્કાર વિજેતા એન કુંજારાની દેવી (પદ્મ શ્રી), એલ સરિતા દેવી અને ડબ્લ્યૂ સંધ્યારાની દેવી (પદ્મશ્રી પુરસ્કાર વિજેતા) અને એસ મીરાબાઈ ચાનૂ (પદ્મ શ્રી અને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર વિજેતા) તે 11 ખેલાડીઓમાં સામેલ છે. 

'...પછી ભારતનું પ્રતિનિધિત્વ નહીં કરીએ'
અનીતા ચાનૂએ અહીં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'જો અમિત શાહ અમને મણિપુરની અખંડિતતાની રક્ષા કરવાની ખાતરી નહીં આપે તો અમે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ એવોર્ડ પરત કરી દઈશું.' તેણે કહ્યું કે જો માંગ પૂરી નહીં થાય તો ભવિષ્યમાં ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ નહીં કરે અને ઉભરતી પ્રતિભાને તાલીમ પણ આપશે નહીં.

આ પણ વાંચોઃ હરિદ્વારમાં રેસલરોએ ગંગા નદીમાં મેડલ વહાવવાનો નિર્ણય ટાળ્યો, જાણો વિગત

શાહ કુકી પીડિતોને મળવા પહોંચ્યા હતા
આ 11 ખેલાડીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબોધિત એક મેમોરેન્ડમ શાહને સુપરત કરવા ગયા હતા પરંતુ તેમ કરી શક્યા નહોતા કારણ કે કેન્દ્રીય ગૃહ પ્રધાન કુકી પીડિતો અને સંગઠનોને મળવા ચૂરાચંદપુર ગયા હતા. ચાનૂએ કહ્યું, 'અમે મેમોરેન્ડમની કોપી મુખ્યમંત્રી એન બિરેન સિંહને સુપરત કરી છે. તેમણે ચૂરાચંદપુરથી પરત ફર્યા બાદ સાંજે શાહ સાથે મુલાકાત ગોઠવવાનું આશ્વાસન આપ્યું છે. ત્યારબાદ અમે તેમને મેમોરેન્ડમ સોંપીશું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More