Home> India
Advertisement
Prev
Next

Manipur: પહેલા ગોળીઓનો વરસાદ, પછી સ્વતંત્રતા સેનાનીની 80 વર્ષના પત્નીને આગના હવાલે કર્યાં

હિંસાગ્રસ્ત મણિપુરથી અનેક દર્દનાક કહાનીઓ સામે આવી રહી છે. એક ઘટનામાં સ્વતંત્રતા સેનાનીના 80 વર્ષીય પત્નીને હુમલાખોરોએ ઘરમાં બંધ કરી જીવતા સળગાવી દીધા. વૃદ્ધા પોતાના પૌત્ર સાથે રહેતા હતા. 

Manipur: પહેલા ગોળીઓનો વરસાદ, પછી સ્વતંત્રતા સેનાનીની 80 વર્ષના પત્નીને આગના હવાલે કર્યાં

ઇમ્ફાલઃ મણિપુરમાં જનજાતીય મહિલાઓને નિર્વસ્ત્ર કરી ફેરવવાની ઘટના બાદ ઘણી રૂવાંડા ઉભા કરતી કહાનીઓ સામે આવી રહી છે. કાકચિંગ જિલ્લાના સેરાઉ ગામમાં એક સ્વતંત્રતા સેનાનીની 80 વર્ષીય વૃદ્ધ પત્નીને તેના ઘરમાં જીવતા સળગાવી  મારી નાખવામાં આવ્યા હતા. ઘટના બાદ જ્યારે તેનો પૌત્ર ત્યાં પહોંચ્યો તો તેને કાટમાળમાં દબાયેલા અવશેષ મળી શક્યા હતા. પીડિતાના દિવંગત પતિ એસ ચુરાચંદ સિંહનું પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે સન્માન કર્યું હતું. 

સેરાઉ પોલીસમાં નોંધાયેલા કેસ અનુસાર 80 વર્ષના વૃદ્ધ મહિલાને તેમના ઘર પર બંધ કરી દેવામાં આવ્યા હતા અને હથિયારી ટોળાએ ઘરમાં આગ લગાવી દીધી હતી. ઘટના 28 મેએ મોડી રાતની છે, જ્યારે સેરાઉમાં ભારે હિંસા અને ગોળીબારી થઈ હતી. 

ઘરને બહારથી તાળું મારી આગ લગાડી દીધી
80 વર્ષીય ઇબેટોમ્બી સ્વતંત્રતા સેનાનીની પત્ની હતી. આરોપ છે કે તેઓ ઘરની અંદરથી બંધ હતા અને ઘરમાં આગ લગાવી દેવામાં આવી હતી. તેનો પરિવાર તેને બચાવવા પહોંચ્યો ત્યાં સુધીમાં આખું ઘર બળીને ખાખ થઈ ગયું હતું.
'દાદીએ પહેલા અમને ભાગી જવા કહ્યું'

આ પણ વાંચોઃ પહેલી પત્નીની Reels જોઈ રહ્યો હતો પતિ, બીજી પત્નીએ કાપી નાખ્યો પ્રાઇવેટ પાર્ટ

ઇબેટોમ્બીના પૌત્ર પ્રેમકાંતે એક ચેનલને જણાવ્યું હતું કે તેની મૃત્યુ સાથે ખૂબ જ નજીકની લડાઈ હતી. દાદીને બચાવવાનો પ્રયાસ કરતી વખતે તેને પણ હાથ અને જાંઘમાં ગોળી વાગી હતી અને ઈજા થઈ હતી. પ્રેમકાંતે કહ્યું, 'જ્યારે અમારા પર હુમલો થયો ત્યારે મારી દાદીએ અમને પહેલા કહ્યું હતું કે અમારી ઉંમરને કારણે ભાગી જાઓ. ઘરની બહાર ગોળીબાર થયો હતો અને વૃદ્ધ વ્યક્તિ માટે સુરક્ષિત રીતે બહાર નીકળવું મુશ્કેલ હતું. જ્યારે અમે જતા હતા ત્યારે તેણે મને પાછળથી કહ્યું કે મારા માટે પાછા આવજો. તે તેના છેલ્લા શબ્દો હતા.

જ્યારે પરત ફર્યા તો સળગી ગયા હતા
પ્રેમકાંતની પત્ની પંતકસનાએ જણાવ્યું કે તેમણે ભાગીને સ્થાનીક ધારાસભ્યના ઘરે આસરો લીધો હતો. જ્યાં તે ખુબ મુશ્કેલીથી પહોંચ્યા હતા. તેમણે કહ્યું- મોડી રાત્રે 2 વાગ્યે અમે મુશ્કેલીથી ભાગી સ્થાનીક ધારાસભ્યના ઘર પર શરણ લીધી હતી. અમે વહેલી સવારે પાંચ વાગ્યે આવ્યા તો ઘર સંપૂર્ણ રીતે સળગી ગયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More