Home> India
Advertisement
Prev
Next

Mangal Gochar 2022: આ 5 રાશિઓનું ભાગ્ય બદલાવાનું છે, આવનારા સંકટ માટે અત્યારથી જ થઈ જાવ સાવધાન

Mangal Gochar 2022: જ્યારે કોઈ ગ્રહ એક બીજા ગ્રહમાં પ્રવેશ કરે છે તો તે ગ્રહ ગોચર કે રાશિ પરિવર્તન કહેવામાં આવે છે. ઓક્ટોબરમાં એકવાર ફરી મંગળ ગોચર થવાનું છે. 

Mangal Gochar 2022: આ 5 રાશિઓનું ભાગ્ય બદલાવાનું છે, આવનારા સંકટ માટે અત્યારથી જ થઈ જાવ સાવધાન

Mangal Gochar 2022: જ્યોતિશ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ ગોચર કે રાશિ પરિવર્તન થાય છે તો તેનો પ્રભાવ દરેક 12 રાશિઓ પર પડે છે. જ્યાં કેટલીક રાશિઓ માટે આ ગોચર શુભ સંકેત લઈને આવે છે (Mangal Gochar October 2022) તો કેટલીક રાશિઓની જિંદગીમાં તોફાન ઉભુ કરે છે. આ વખતે ફરી રાશિઓમાં હલચલ થવાની છે કારણ કે 30 ઓક્ટોબરે મંગળ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જેની અસર અન્ય રાશિઓ પર જોવા મળશે. આ રાશિ પરિવર્તનને કારણે કેટલીક રાશિઓએ આવનારા સમયમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

મેષ રાશિ
30 ઓક્ટોબરે મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરશે જેના કારણે મેષ રાશિના જાતકોએ ઘણા સંકટોનો સામનો કરવો પડી શકે છે. તેવામાં આ રાશિના જાતકોએ કોઈ પ્રકારના વિવાદથી બચવુ જોઈએ કારણ કે તેના કારણે સ્વયંએ નુકસાન સહન કરવું પડી શકે છે. 

વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે મંગળ ગોચર અશુભ સાબિત થઈ શકે છે. આ ગોચરને કારણે તમારા આર્થિક ખર્ચમાં વધારો થઈ શકે છે. સાથે પારિવારિક બબાલ કે આપસી સંબંધોમાં પણ મતભેદ હોઈ શકે છે. 

આ પણ વાંચોઃ અશોક ગેહલોતની ભૂલનો શશિ થરૂરને મળશે ફાયદો, 30 સપ્ટેમ્બરે ફોર્મ ભરશે, પવન બંસલ રેસમાં

મિથુન રાશિ
મંગળ ગોચરના જાતકોને પણ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેવામાં સ્વાસ્થ્યને લઈને સતર્ક રહો. આ સિવાય તમારે વ્યક્તિગત પરેશાનીઓથી સંઘર્ષ કરવો પડી શકે છે. 

કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે મંગળ ગોચર શુભ નથી. આ લોકોએ આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે અને કારણ વગર ખર્ચ વધી શકે છે. એટલું જ નહીં આ સમય સ્વાસ્થ્ય માટે પણ સારો નહીં રહે અને તેના કારણે તમારા જીવનમાં નકારાત્મક પ્રભાવ પડશે. 

મીન રાશિ
જો તમે ઓક્ટોબરમાં જમીન સાથે જોડાયેલો કોઈ સોદો કરવા વિશે વિચારી રહ્યાં હોતો તેના પર વિરામ લગાવી દો. કારણ કે રોકાણ માટે આ સમય શુભ નથી. મંગળ ગોચરને કારણે તમારા જીવનમાં આર્થિક સંકટ અને તણાવનો સામનો કરવો પડી શકે છે. 

ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલી જાણકારીઓ સામાજિક અને ધાર્મિક આસ્થાઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તે માટે કોઈ એક્સપર્ટની સલાહ જરૂર લો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More