Home> India
Advertisement
Prev
Next

બંગાળી ટાઈગ્રેસ મમતાની ત્રાડઃ "તમારા નસીબ સારા છે, હજુ હું શાંત બેઠી છું"

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ અમિત શાહની રેલીમાં થયેલી હિંસા પછી વિદ્યાસાગરની પ્રતિમા તોડાયાની ઘટનાથી દુખી થઈને ભાજપને ખુલ્લેઆમ ધમકી આપતા જણાવ્યું છે કે, "દિલ્હીના ગુંડા, શું તમે જાણો છો કે વિદ્યાસાગર કોણ છે? જેમણે લોકોને શિક્ષણ આપ્યું છે. ભાજપના આ કાર્યથી અમે શરમ અનુભવી રહ્યા છીએ"
 

બંગાળી ટાઈગ્રેસ મમતાની ત્રાડઃ

કોલકાતાઃ કોલકાતામાં મંગળવારે રાત્રે અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસા અંગે ભાજપ અને ટીએમસી એક બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપને ખુલ્લેઆમ ધમકી આપી છે. મમતા દીદીએ ભાજપ તરફ ઈશારો કરતા કહ્યું કે, "તમારા નસીબ સારા છે, હજુ હું શાંત બેઠી છું."

મમતા દીદીએ વધુમાં જણાવ્યું કે, "હું તમને એક સમાચાર આપવા માગું છું કે તમે લોકો ઠંડા મગજ સાથે આ બાબત પર ચિંતન કરજો. જો કોઈ ખરાબકામ કરે તો અમાર પણ એવું જ કરવાનું હોય એ જરૂરી નથી. આવું શોભા દેતું નથી."

પશ્ચિમ બંગાળમાં લોકશાહીની હત્યા થઈ રહી છેઃ અમિત શાહ

મમતા બેનરજીએ જણાવ્યું કે, "અમિત શાહ એક રેલી કરવા માટે ઉત્તર કોલકાતામાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડથી લોકોને લઈને આવ્યા હતા. સ્થાનિક ચેનલે બતાવી છે. નેશનલ ચેનલે દેખાડ્યું નથી. જેવી રેલી પુરી થઈ, ભાજપના ગુંડાઓએ હાથમાં દંડા અને આગ લઈને વિદ્યાસાગર કોલેજમાં આગ લગાવી દીધી અને વિદ્યાસાગરની પ્રતિમા તોડી નાખી છે."

દીદીએ વધુમાં જણાવ્યું કે, "કોલકાતામાં આટલી મોટી ઘટના ક્યારેય થઈ નથી. નકસલવાદના સમયે પણ નહીં. અમે છોડીશું નહીં, ભાજપ પાસેથી ઈંચ-ઈંચનો જવાબ લઈશું. દિલ્હીના ગુંડા, શું તમે જાણો છો કે વિદ્યાસાગર કોણ છે? જેમણે લોકોને શિક્ષણ આપ્યું છે. ભાજપના આ કાર્યથી અમે શરમ અનુભવી રહ્યા છીએ." 

રોડ શો હિંસાઃ અમિત શાહ સામે કોલકાતા પોલિસે દાખલ કરી બે FIR

મમતા બેનરજીએ પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યું કે, "આખરે પોલીસે તેમને રેલી કરવાની મંજુરી જ શા માટે આપી? જે લોકો રેલી કરવાના નામે બહારથી ગુંડા લઈને આવે છે, તોફાન કરે છે, તેમના માફ કરવામાં નહીં આવે. બંગાળમાં આવું ક્યારેય થયું નથી. કોલેજ અને યુનિવર્સિટીના પ્રિન્સિપાલને આધિકારીક ફરિયાદ કરવા જણાવાયું છે."

મમતાએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, "દિલ્હીના ગુંડા, ફાસિસ્ટ નેતા, અમારા બંગાળની સાંસ્કૃતિક ધરોહરને તમે હાથ લગાવશો તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. અમારા નેતાઓને હાથ લગાવનારાને છોડીશું નહીં. તમે આજે વિદ્યાસાગરને હાથ લગાવીને શું કર્યું છે તેની તમને ખબર નથી? તમારે આનો જવાબ આપવો પડશે. શાંતિ-શાંતિ કરીને મેં ઘણી રાહ જોઈ લીધી છે."

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More