Home> India
Advertisement
Prev
Next

ભાજપના લોકો જયશ્રી રામ બોલે છે, પરંતુ એક પણ રામ મંદિર બનાવ્યું નથીઃ મમતા બેનરજી

સોમવારે એક જાહેરસભાને સંબોધતા મમતા બેનરજીએ જણાવ્યું કે, તમે ભાજપના બાબુ, તમે "જયશ્રી રામ બોલો છો, પરથુ શું તમે એક પણ રામ મંદિરનું નિર્માણ કર્યું છે?"
 

ભાજપના લોકો જયશ્રી રામ બોલે છે, પરંતુ એક પણ રામ મંદિર બનાવ્યું નથીઃ મમતા બેનરજી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના જંગમાં નેતાઓ દ્વારા એકબીજા પર પ્રહાર ચાલુ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજીએ ફરી એક વખત વડાપ્રધાન અને ભાજપ પર નિશાન સાધ્યું છે. સોમવારે એક જાહેરસભાને સંબોધતા મમતા બેનરજીએ જણાવ્યું કે, તમે ભાજપના બાબુ, તમે "જયશ્રી રામ બોલો છો, પરથુ શું તમે એક પણ રામ મંદિરનું નિર્માણ કર્યું છે?"

સમાચાર એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, ચૂંટણીના સમયે રામચંદ્ર તમારી પાર્ટીના એજન્ટ બની જાય છે, તમે કહો છો કે 'રામચંદ્ર અમારા ચૂંટણી એજન્ટ છે. તમે 'જયશ્રી રામ' નારા લગાવો છો અને બીજાને પણ એમ બોલવા મજબૂર કરો છો.'

ભાજપ અને પીએમ મોદી પર લગાવ્યા આરોપ
તેમણે જણાવ્યું કે, ભાજપ અને નરેન્દ્ર મોદી જે ઈચ્છે છે તે બોલવા માટે કોઈને મજબૂર કરી શકાય નહીં. પશ્ચિમ બંગાળની સંસ્કૃતિ પણ એવી નથી રહી જે ભગવા પાર્ટી બનાવવા માગે છે. મમતાએ જણાવ્યું કે, બંગાળના લોકોનો નારો બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનો 'વંદેમાતરમ' અને નેતાજી સુભાષ ચંદ્ર બોશનો 'જય હિંદ' છે. 

મમતાએ આરોપ લગાવ્યો કે, ભાજપના લોક પશ્ચિમ બંગાળની સંસ્કૃતિને સમાપ્ત કરવા માગી રહ્યા છે. 

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More