Home> India
Advertisement
Prev
Next

Assembly Election 2021: TMC ની હેટ્રિક, કેરલમાં વિજયને બચાવી ખુરશી, તમિલનાડુમાં DMK, અસમમાં ભાજપ, પુડુચેરીમાં NDAની જીત

Assembly election results: ચાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડ અને પરિણામ સામે આવવા લાગ્યા છે. શરૂઆતી પરિણામથી ભાજપના શાનદાર પ્રદર્શન અને કોંગ્રેસના ફ્લોપ શોની પણ તસવીર સ્પષ્ટ છે. આ પરિણામે મોટાભાગે સત્તા વિરોધી લહેરને પણ નકારી દીધી છે. બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસી, અસમમાં ભાજપ, પુડુચેરીમાં એનડીએ અને કેરલમાં સત્તાધારી એલડીએફે વાપસી કરી છે.

 Assembly Election 2021: TMC ની હેટ્રિક, કેરલમાં વિજયને બચાવી ખુરશી, તમિલનાડુમાં  DMK, અસમમાં ભાજપ, પુડુચેરીમાં  NDAની જીત

નવી દિલ્હીઃ Assembly election results:  ચાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડ અને પરિણામ સામે આવવા લાગ્યા છે. શરૂઆતી પરિણામથી ભાજપના શાનદાર પ્રદર્શન અને કોંગ્રેસના ફ્લોપ શોની પણ તસવીર સ્પષ્ટ છે. આ પરિણામે મોટાભાગે સત્તા વિરોધી લહેરને પણ નકારી દીધી છે. બંગાળમાં મમતા બેનર્જીની ટીએમસી, અસમમાં ભાજપ, પુડુચેરીમાં એનડીએ અને કેરલમાં સત્તાધારી એલડીએફે વાપસી કરી છે. માત્ર તમિલનાડુમાં સત્તા પરિવર્તન થઈ રહ્યું છે અહીં સ્ટાલિનના નેતૃત્વમાં ડીએમકેને જીત મળી રહી છે. 

બંગાળમાં મમતા બેનર્જીની હેટ્રિક
બંગાળ ચૂંટણી પર દેશની નજર મંડાયેલી હતી. અહીં ટીએમસીએ સત્તામાં વાપસી તો કરી છે પરંતુ મમતા બેનર્જી ચૂંટણી હારી ગયા છે. મુખ્યમંત્રી નંદીગ્રામ સીટ પરથી ભાજપના સુવેંદુ અધિકારી સામે હાર્યા છે. ભાજપનો રાજ્યમાં વિસ્તાર જરૂર થયો છે. 2016ની વિધાનસભા ચૂંટણીમાં 294માંથી ત્રણ સીટ જીતનાર ભાજપના ખાતામાં 76 સીટ આવી છે. પાર્ટીનો વોટશેર 10થી 38 ટકાએ પહોંચી ગયો છે. તો ટીમસીએ 2016માં 211 સીટ જીતી હતી તો આ વખતે તેને 2014 સીટ મળી રહી છે. કોંગ્રેસ અને લેફ્ટ માટે પરિણામ સારૂ રહ્યું નથી. 

આ પણ વાંચોઃ Tamilnadu Result: એક ઈંટ પર DMK એ રાજ્યમાં ઊભી કરી જીતની ઇમારત  

અસમમાં કોંગ્રેસનું સપનું તૂટ્યુ
અસમમાં કોંગ્રેસ માટે પરિણામ સારા આવ્યા નથી. અહીં સત્તા વિરોધી લહેર પર સવાર થઈને ભાજપને હરાવવાના કોંગ્રેસના પ્રયાસ નિષ્ફળ રહ્યા. 126 સીટ વાળી વિધાનસભામાં ભાજપ અને તેની સહયોગી પાર્ટીને 75 સીટ મળી રહી છે. માત્ર ભાજપે 56 સીટ જીતી છે. તેના સહયોગી અસમ ગણ પરિષદના ખાતામાં 11 અને યૂપીપીએલના ખાતામાં આઠ સીટ આવી રહી છે. 

કેરલમાં લેફ્ટની વાપસી
આ વખતે કેરલની વાયનાડ લોકસભા સીટથી સંસદ પહોંચેલા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અહીં વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની કમાન સંભાળી હતી. રાહુલ ગાંધીએ મોટાભાગનો ચૂંટણી પ્રચાર કેરલમાં કર્યો. તેમ છતાં તેમની મહેનત કામ લાગી નહીં. મુખ્યમંત્રી પી વિજયનના નેતૃત્વમાં વામ ગઠબંધન એલડીએફ 140માંથી 99 સીટ પર જીત હાસિલ કરી રહ્યું છે. તો કોંગ્રેસના નેતૃત્વવાળા યૂડીએફના ખાતામાં 41 સીટો આવી રહી છે. 

આ પણ વાંચોઃ Election Result: કરૂણાનિધિ અને જયલલિતા બાદ તમિલનાડુમાં હવે સ્ટાલિન યુગની શરૂઆત  

તમિલનાડુમાં સ્ટાલિનનો ચમત્કાર
અન્ય રાજ્યોથી અલગ તમિલનાડુમાં સત્તા પરિવર્તન થઈ રહ્યું છે. અહીં 234 સીટોવાળી વિધાનસભામાં દ્રમુક 121 સીટો પર જીત મેળવી રહી છે, જેનો શ્રેય પાર્ટી પ્રમુખ એમકે સ્ટાલિનને જાય છે. તો દ્રમુકની સહયોગી કોંગ્રેસને 16 સીટ મળી રહી છે. સત્તામાં રહેલી અન્નાદ્રમુક 80 સીટો પર આવી ગઈ છે. 

આ પણ વાંચોઃ કેરલમાં લેફ્ટે રચી દીધો ઈતિહાસ, 40 વર્ષની પરંપરા તોડી બીજીવાર સરકાર બનાવશે વિજયન

પુડુચેરીમાં એનડીએને મળી સત્તા
30 વિધાનસભા સીટોવાળા કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં ભાજપ ગઠબંધનને 16 સીટ મળી રહી છે. તો કોંગ્રેસ ગઠબંધનને 8 સીટ મળી રહી છે. જ્યારે અન્યના ખાતામાં છ સીટ આવી છે. અહીં પણ કોંગ્રેસે સત્તા ગુમાવી છે. 

દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More