Home> India
Advertisement
Prev
Next

હાપુડની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, બોયલર ફાટતાં ઓછામાં ઓછા 9 લોકોના મોત

ઉત્તર પ્રદેશના હાપુડમાં કેમિકલ ફેક્ટરીમાં સ્ટીમ બોયલર ફાટતાં આગ લાગી ગઇ છે, જેમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત નિપજ્યા છે. મેરઠ ઝોનના પોલીસ મહાનિરીક્ષક પ્રવીણ કુમારે આ અંગે પુષ્ટિ કરી છે. તો બીજી તરફ 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વાત કહેવામાં આવી રહી છે.

હાપુડની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, બોયલર ફાટતાં ઓછામાં ઓછા 9 લોકોના મોત

હાપુડ: ઉત્તર પ્રદેશના હાપુડમાં કેમિકલ ફેક્ટરીમાં સ્ટીમ બોયલર ફાટતાં આગ લાગી ગઇ છે, જેમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત નિપજ્યા છે. મેરઠ ઝોનના પોલીસ મહાનિરીક્ષક પ્રવીણ કુમારે આ અંગે પુષ્ટિ કરી છે. તો બીજી તરફ 20 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની વાત કહેવામાં આવી રહી છે. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડ વિભાગની ગાડીઓ રાહત અને બચાવ કાર્યમાં જોડાઇ ગઇ છે. પોલીસ અને વહિવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પર પહોંચી ચૂકી છે. કેસ ધૌલાનાના યૂપીએસઆઇડીસીનો હોવાનો કહેવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ફેક્ટરીની અંદર બે ડઝન લોકો ફસાયેલા હોઇ શકે છે. જેને સુરક્ષિત નિકાળવા મોટો પડકાર છે. 

સીએમ યોગી આદિત્યનાથે વ્યક્ત કર્યો શોક

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જનપદ હાપુડમાં બોયલર ફાટવાથી લાગેલી આગમાં 9 મજૂરોના મોત પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકોના શોક સંતપ્ત પરિજનોના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ આલાધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચાડવા માટે કહ્યું છે. સાથે જ કેસની તપાસના નિર્દેશ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને યોગ્ય સારવાર કરવાના નિર્દેશ આપ્યા છે. સીએમએ બોઇલર ફાટવાના મામલે વિશેષજ્ઞો પાસે તપાસના નિર્દેશ આપ્યા છે. 

પ્રત્યક્ષદર્શીઓના અનુસાર બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસની ઘણી ફેક્ટરીઓના છાપરા ઉડી ગયા હતા. હાપુડના યૂપીએસઆઇડીસીમાં શનિવારે સીએનજી પંપની પાછળ કૃષ્ણા ઓર્ગેનિક કંપનીમાં બોયલર ફાટ્યું, જેથી ત્યાં આગ લાગી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં ગાજિયાબાદ સ્થિત કવ નગરની કેમિકલ ફેક્ટરીમાં થયો હતો. ત્યારબાદ ચારેય તરફ આગ ફેલાઇ ગઇ હતી અને થોડી થોડી વારે બ્લાસ્ટ થયા હતા. અહીં આગ પર કાબૂ મેળવવા માટે ઘટનાસ્થળે આઠ ગાડીઓ પહોંચી હતી. જેમાં ચાર ગાડીઓ સળગી ગઇ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More