Home> India
Advertisement
Prev
Next

સનાતન પર મહાસંગ્રામ! ગુજરાત બાદ તમિલનાડુમાં ભડકો, CMના પુત્રએ મંચ પરથી 'ઝેર' ઓક્યું, VIDEO વાયરલ

સનાતન ધર્મ અત્યારે દેશના સૌથી વધુ ચર્ચાતા મુદ્દાઓમાંથી એક છે. ગુજરાતમાં જ્યાં આ મુદ્દે સર્જાયેલો વિવાદ સામાજ અને ધર્મ પૂરતો મર્યાદિત છે, ત્યાં તમિલનાડુમાં સનાતન મુદ્દે થયેલા વિવાદથી સમગ્ર દેશનું રાજકારણ હચમચી ગયું છે.

સનાતન પર મહાસંગ્રામ! ગુજરાત બાદ તમિલનાડુમાં ભડકો, CMના પુત્રએ મંચ પરથી 'ઝેર' ઓક્યું, VIDEO વાયરલ

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાતમાં જ્યાં સનાતન ધર્મના રક્ષણ માટે ધર્મયુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં તમિલનાડુ સરકારના એક મંત્રીના નિવેદનથી સનાતન ધર્મના મુદ્દે વધુ એક ધાર્મિક અને રાજકીય યુદ્ધ છેડાયું છે. ઉદયનિધી સ્ટાલિને સનાતનની નાબૂદીની જરૂરિયાત વ્યક્ત કરતાં ભાજપ, હિંદુ સંગઠનો અને સાધુ સંતોએ સમગ્ર વિપક્ષ પર નિશાન સાધ્યું છે. 

સાળંગપુર મંદિરમાંથી વિવાદિત ભીંત ચિત્રો હટાવાશે, બે દિવસનો સમય માંગ્યો

સનાતન ધર્મ અત્યારે દેશના સૌથી વધુ ચર્ચાતા મુદ્દાઓમાંથી એક છે. ગુજરાતમાં જ્યાં આ મુદ્દે સર્જાયેલો વિવાદ સામાજ અને ધર્મ પૂરતો મર્યાદિત છે, ત્યાં તમિલનાડુમાં સનાતન મુદ્દે થયેલા વિવાદથી સમગ્ર દેશનું રાજકારણ હચમચી ગયું છે. આ વિવાદના કેન્દ્રમાં તમિલનાડુ સરકારના યુવા કલ્યાણ અને રમત વિકાસ મંત્રી તેમજ મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધીનું એક નિવેદન છે. જેમાં તેમણે સનાતનની નાબૂદીની જરૂરિયાત પર ભાર મૂક્યો. ચેન્નાઈમાં યોજાયેલી સનાતન નાબૂદી કોનફરન્સને સંબોધન કરતા ઉદયનિધીએ સનાતનની સરખામણી ડેંગ્યુ, મેલેરિયા સાથે કરતા તેની નાબૂદી કરવા આહ્વાહન કરી દીધું.

Breaking News : સાળંગપુર વિવાદ બાદ નૌતમ સ્વામીને મહત્વના પદ પરથી હટાવાયા

તેમણે કહ્યું કે કેટલીક બાબતોનો વિરોધ ન થઈ શકે, તેમને નાબૂદ જ કરવી જોઈએ. આપણે ડેંગ્યુ, મચ્છર, મેલેરિયા અને કોરોનાનો વિરોધ નથી કરી શકતા, તેમને નાબૂદ જ કરવા પડે છે. આવી જ રીતે આપણે સનાતનનો વિરોધ કરવાની જગ્યાએ તેને નાબૂદ કરવો જોઈએ. સનાતન શબ્દ સંસ્કૃતમાંથી આવેલો છે. તે સામાજિક ન્યાય અને સમાનતાનો વિરોધી છે. ઉદયનિધીએ સનાતનના નાબૂદીની વાત કરતાં જ રાજકારણમાં ખળભળાટ મચી ગયો. ઉદયનિધી DMKના નેતા છે અને DMK વિપક્ષના ગઠબંધન INDIAમાં સામેલ છે, ત્યારે ભાજપ સહિતના NDAના સાથીપક્ષોએ આ નિવેદનને સનાતન ધર્મ વિરોધી ગણાવ્યું. 

સ્વામીનારાયણ સંપ્રદાય વિરુદ્ધ સંતોના 13 નિર્ણયો, સાધ્વી બહેનો અંગેનો નિર્ણય મોટો

ભાજપના IT સેલના અધ્યક્ષ અમિત માલવિયએ ઉદયનિધિ મારનના નિવેદનને નરસંહારની વાત સાથે સરખાવ્યું, સાથે જ તેમણે કોંગ્રેસના મૌનને આ મુદ્દે સમર્થન ગણાવ્યું. ભાજપ ઉપરાંત હિંદુ સંગઠનોએ પણ ઉદયનિધીના નિવેદનને હિંદુ વિરોધી ગણાવ્યું. કોંગ્રેસે જ્યાં ઉદયનિધી સ્ટાલિનના નિવેદનથી પોતાને અળગી કરી લીધી, ત્યાં ડીએમકેએ આ મુદ્દે સ્પષ્ટતા કરી. ડીએમકેએ ભાજપ પર ઉદયનિધીના નિવેદનને ખોટી રીતે રજૂ કરવાનો આક્ષેપ કર્યો, ઉદયનિધીનો બચાવ કરતા ડીએમકેનું કહેવું છે કે તેમના માટે સનાતન ધર્મની નાબૂદી એટલે જ્ઞાતિ વ્યવસ્થાની નાબૂદી.

સાળંગપુર વિવાદ વચ્ચે મોટો નિર્ણય : સાધુ-સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયનો કર્યો બહિષ્કાર

ડીએમકેએ જ્યાં ઉદયનિધીનો બચાવ કર્યો છે, ત્યાં વિપક્ષના ગઠબંધનમાં સામેલ કેટલાક પક્ષો પણ ઉદયનિધીના બચાવમાં આવ્યા. તેમના નિવેદન બદલ સ્પષ્ટતા કરાઈ. આ વર્ષે યોજાનારી પાંચ રાજ્યોની અને ત્યારબાદ યોજાનારી લોકસભાની ચૂંટણીને જોતાં આ વિવાદ ટૂંક સમયમાં પૂરો થાય તેવી શક્યતા નથી. હવે જોવું એ રહેશે કે દેશના દક્ષિણ છેડેથી શરૂ થયેલા આ વિવાદથી દિલ્લીનું રાજકારણ ક્યાં સુધી ગરમાયેલું રહે છે.

આ દેશમાં ખૂલ્યા નોકરીના ઢગલાબંધ ઓપ્શન, ડોલરની સાથે પીઆર પણ ફટાફટ મળી જશે

DMK એ પોતાના બચાવમાં શું કહ્યું?
ઉદયનિધીના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે. એવા ફેક ન્યૂઝને ટ્વિટ કરાયા છે કે ઉદયનિધીએ નરસંહારની વાત કરી છે. શું પ્રધાનમંત્રી કોંગ્રેસમુક્ત ભારતની વાત કરતા હોય, તો શું તેઓ નરસંહારની વાત કરે છે? ઉદયનિધી પર નરસંહારની વાત કરવાનો આક્ષેપ ફેક ન્યૂઝ અને હેટ સ્પીચ છે. આમ કરવા બદલ તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જો ઉદયનિધી સનાતન ધર્મથી મુક્તિ મેળવવાની વાત કરતા હોય તો તેમનો મતલબ જડ જ્ઞાતિ વ્યવસ્થાથી છૂટકારો મેળવવાનો છે, જેને સનાતન ધર્મએ પ્રોત્સાહન આપ્યું છે. 

તમારી સાથે પણ બની શકે છે આવો કાંડ! બસ આટલી વાતમાં યુવકને ઢોર માર માર્યો અને પછી લૂંટ

100 વર્ષ પહેલાં શું મહિલા સશક્તિકરણ હતું? શું મહિલાઓને પુનર્વિવાહની છૂટ હતી? શું તેમને સંપત્તિનો અધિકાર હતો? શું SC, ST, OBCને વેપાર કરવાની છૂટ હતી? આ બધું સનાતન ધર્મ દ્વારા પ્રોત્સાહિત કરાયેલી જડ જ્ઞાતિ વ્યવસ્થાને કારણે થતું હતું. અમારો વિરોધ તેની સામે છે. DMK એવો પક્ષ છે, જે SC, ST, OBC અને સમાજના કચડાયેલા વર્ગ માટે લડે છે. આ બાબતને ભાજપ સહન નથી કરી શકતું. ભાજપ કહે છે કે તે હિંદુઓનો પક્ષ છે. પણ આ વાત ખોટી છે. ભાજપ ફક્ત ઉચ્ચ જ્ઞાતિના હિંદુઓ માટે જ કામ કરતો પક્ષ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More