Home> India
Advertisement
Prev
Next

એક સ્કૂલ કેમ્પસમાં બે સગીરા સાથે શરીરિક અડપલાં! માહોલ ગરમાતા મહિલાઓએ પોલીસને ફટકારી

Thane School Assault Case: મહારાષ્ટ્રના થાણેમાં આવેલાં બદલાપુરની ઘટના! બદલાપુરના વિરોધમાં લોકોએ ટ્રેનો પણ રોકી લીધી હતી. કેટલીય જગ્યાઓ પર તોડ઼ફોડ઼ની ઘટનાઓ પણ સામે આવી.

એક સ્કૂલ કેમ્પસમાં બે સગીરા સાથે શરીરિક અડપલાં! માહોલ ગરમાતા મહિલાઓએ પોલીસને ફટકારી

maharastra, thane, girls, students, badalapur abuse case, thane school assault case, થાણે, વિદ્યાર્થિની, બદલાપુર, મહારાષ્ટ્ર, સ્કૂલ, છેડછાડ઼, આરોપીઓ, પોલીસ, લોકોમાં રોષ, જનાક્રોશ
-
એક સ્કૂલ કેમ્પસમાં બે સગીરા સાથે શરીરિક અડપલાં! માહોલ ગરમાતા મહિલાઓને પોલીસને ફટકારી 
-

-
Badlapur Abuse Case: મહારાષ્ટ્રના થાણેમાં એક સ્કૂલમાં બે સગીર વિદ્યાર્થિનીઓ સાથે છેડછાડની ઘટના પછી માહોલ ગરમાયો છે. સ્થાનિક લોકોએ ઘટનાના વિરોધમાં શાળાની સામે ધરણાં-પ્રદર્શન શરૂ કર્યુ. તો આ મામલે ગુસ્સો એટલો ભડક્યો કે લોકોએ થોડા સમય માટે રેલવે ટ્રેક પર કબજો કરી લીધો. જેના કારણે ટ્રેન સેવા થોડા સમય માટે બંધ રહી. ત્યારે શું છે સમગ્ર મામલો? શિક્ષણ મંત્રીએ આ મામલે શું કહ્યું?... જાણો વિગતવાર આ અહેવાલમાં...

લોકોએ શાળામાં કરી તોડફોડ
રસ્તા પર પોલીસનો મોટો બંદોબસ્ત
હવે શાળામાં પણ બાળકીઓ અસુરક્ષિત
થાણેમાં બે બાળકી સાથે યૌન શોષણ
પોલીસની બેદરકારીથી લોકોનો ગુસ્સો ભડક્યો
ટોળાએ રેલવે સ્ટેશન પર કબજો કરી લીધો
સરકારે તાત્કાલિક SITની રચના કરી
ક્યાં સુધી આવી ઘટના સમાજને કલંક લગાડશે?

આ તમામ દ્રશ્યો બીજા કોઈ રાજ્યના નહીં પરંતુ ભારતની આર્થિકનગરી તરીકે જાણીતા મહારાષ્ટ્રના થાણે વિસ્તારના છે ત્યારે અચાનક અહીંયા એવું તે શું થયું કે પોલીસ અને લોકો આમને-સામને આવી ગયા. 1 ઓગસ્ટે 23 વર્ષના અક્ષય શિંદે ટોઈલેટ ક્લીનર તરીકે જોડાયો હતો. તેણે 16 ઓગસ્ટે 4 વર્ષની બે સગીર વિદ્યાર્થિનીઓ સાથે યૌન શોષણ કર્યુ. બંને દીકરીઓએ પોતાના ઘરે જાણ કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો. 18 તારીખે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં કોઈ તપાસ કરાઈ નહોતી.

આ મામલે પોલીસ અને સ્કૂલ પ્રશાસને બેદરકારી દાખવતાં લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને ધીમે-ધીમે લોકો રસ્તા પર ભેગા થવા લાગ્યા. મંગળવારે લોકોએ બદલાપુર બંધનું આહવાન કર્યુ અને રેલવે સ્ટેશન પર ટ્રેન રોકી દીધી. લોકોએ આરોપી ટોઈલેટ ક્લીનર અને સ્કૂલ પ્રશાસન સામે આકરી સજાની માગણી કરી. 

આ મામલે શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું અને મોટી કાર્યવાહી કરી. બદલાપુરમાં બનેલી ઘટનાથી સરકાર પણ એક્શનમાં આવી અને SITની રચના કરી સાથે જ પીડિત પરિવારને ઝડપથી અપાવવાની ખાતરી આપી. બદલાપુરની પ્રિ-પ્રાઈમરી શાળામાં બનેલી આ કંઈ પહેલી ઘટના નથી. પરંતુ જે રીતે દેશમાં મહિલા અને બાળકીઓ પર દુષ્કર્મની ઘટના બની રહી છે તે ખરેખર શિક્ષિત સમાજ માટે કલંક સમાન છે. આ તમામ ઘટનાઓ દર્શાવી રહી છેકે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ ત્યારે આ અંગે ચોક્કસથી એવા પગલાંની જરૂર છે જેનાથી આરોપી કંઈપણ કૃત્ય કરતાં પહેલાં સો વાર વિચાર કરે...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More