Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્રના પૂર્વ CM બની ગયેલા ઉદ્ધવ ઠાકરેનુ દર્દ છલકાયું, ભાજપને અઢી વર્ષ પહેલાની વાત યાદ અપાવી

Uddhav Thackeray Press Conference update: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં નવી સરકાર રચાયા બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. નવા મુખ્યમંત્રીની તાજપોશી બાદ તેઓ પહેલીવાર મીડિયા સામે આવ્યા હતા

મહારાષ્ટ્રના પૂર્વ CM બની ગયેલા ઉદ્ધવ ઠાકરેનુ દર્દ છલકાયું, ભાજપને અઢી વર્ષ પહેલાની વાત યાદ અપાવી

મહારાષ્ટ્ર :રાજ્યમાં એક તરફ સત્તાપલટ થવા પર શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદે મુખ્યમંત્રી પદ પર બિરાજમાન થયા છે. તો દેવેન્દ્ર ફડણવીસ નાયબ મુખ્યમંત્રી બન્યા છે. નવી સરકાર તરફથી નવા નિર્ણય લેવામા આવી રહ્યા છે ત્યારે શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ પોતાની ભાવના વ્યક્ત કરી છે.

પ્રેસ કોન્ફરન્સ સંબોધન કરવા ઉદ્ધવ ઠાકરે શિવસેના ભવન પહોંચ્યા હતા. ઉદ્ધવ ઠાકરેએ શિંદે કેબિનેટના મેટ્રો કાર શેડને રિલોકેટ કરવાના નિર્ણયનો વિરોધ કર્યો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, મહારાષ્ટ્ર સરકારને મેટ્રો કાર શેડની આડમાં કોલોની રિલોકેટ કરવાનો નિર્ણય કર્યો છે. હું નવી સરકારના આ નિર્ણયથી દુખી છું. 

આ પણ વાંચો : નવા CM બનતા જ શિંદેએ બદલી Twitter ની તસવીર, શિવસેનાના વાઘ સાથે દેખાયા

ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ કે, જે રીતે નવી સરકાર બની છે, અને એક શિવસૈનિકને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. અમે તો અઢી વર્ષ પહેલાજ અડધા-અડધા કાર્યકાળ માટે શિવસેના અને ભાજપને મુખ્યમંત્રીના પદની ઓફર આપી હતી. તે સમયે ભાજપે અડધા-અડધા કાર્યકાળની અમારી ઓફર ઠુકરાવી હતી. લોકોએ ભાજપને પૂછવુ જોઈએ કે, તેઓએ આ ઓફર કેમ નકારી કાઢી હતી. અમિત શાહ અઢી વર્ષ પહેલા જ આ વાત પર માની જતા તો આજે આ નોબત ન આવતી. 

તેમણે કહ્યુ કે, અઢી વર્ષ પહેલા ભાજપ મુખ્યમંત્રીની ખુરશી શેર કરવા ઈચ્છતુ ન હતું. અને આજે તેઓએ જે કર્યુ તે કરવાની જરૂર પડી ન હોત જો તે સમયે મારી વાત માની લેવામાં આવી હતો. ભાજપને આ રાજકીય તરકટ રચીને શુ મળ્યું. તેમણે એકવાર ફરીથી શિવસૈનિકને જ મુખ્યમંત્રીના પદ પર બેસાડ્યા છે. 

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની ઝાટકણી કાઢીને કહ્યું, લોકોની ભાવના દુભાઈ છે, માફી માંગો...

તેમણે કહ્યુ કે, જો તમારે હુમલો કરવો છે તો કરો, પરંતુ મુંબઈનો માહોલ ખરાબ ન કરો. આરે કોલોનીવાળા નિર્ણયથી મુંબઈનુ પર્યાવરણ ખરાબ થશે. તમે કંઈ પણ કરશો તો આસપાસના વન્ય જીવોને નુકસાન થશે. તેથી મારુ કહેવુ છે કે મુંબઈનો માહોલ ખરાબ ન કરો. વન ક્ષેત્રમાં મેટ્રો કાર શેડ ન બનાવો. 

ઉદ્ધવ ઠાકરએ કહ્યુ કે, મતદાતાઓએ જેમને પસંદ કરીને આપ્યા છે, તેઓ જ ફરી રહ્યાં છે. લોકશાહી ક્યાં છે. લોકશાહીના ગત 75 વર્ષોમાં જે પરિસ્થિતિ છે, સરકાર અસ્તિત્વમાં આવી છે. જો અમિત શાહ પોતાના વાત પર ટકી રહે તો શાનદાર સરકાર હોત. આજે શિવસેનાના મુખ્યમંત્રી બન્યા છે, જે કરાર થયા હતા. મારી પીંઠ પર છૂરો ભોંકવામા આવ્યો છે, તો તમે હવે જનતાની પીંઠ પર ન ભોંકતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More