Home> India
Advertisement
Prev
Next

વાંદરાઓ-કુતરાઓ વચ્ચે ગેંગવોર! વાંદરાઓની ગેંગે મારી નાખ્યા 80 ગલુડીયા! લોકોમાં ફેલાઈ દહેશત, વાયરલ થયો વીડિયો

વાંદરાઓ-કુતરાઓ વચ્ચે ગેંગવોર! વાંદરાઓની ગેંગે મારી નાખ્યા 80 ગલુડીયા! લોકોમાં ફેલાઈ દહેશત, વાયરલ થયો વીડિયો

નવી દિલ્હીઃ તમે ગેંગ્સ્ટર્સ વચ્ચે થતી ગેંગવોર વિષે તો ઘણીવાર સાંભળ્યું હશે. પણ શું તમે વાંદરાઓ અને કુતરાઓ વચ્ચે થતી ગેંગવોર વિશે સાંભળ્યું છે ? હા તમે સાચું સાંભળ્યું કારણ કે આવો જ એક કિસ્સો મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં આવ્યો છે. જ્યાં છેલ્લા ઘણા સમયથી વાંદરાઓ અને કુતરાઓ વચ્ચે ગેંગવોર ચાલી રહી છે. આ ગેંગવોરને કારણે આ વિસ્તારમાં રહેતા લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પ્રાણીઓની આ જુથ અથડામણમાં અત્યાર સુધીમાં કુલ 70-80 ગલુડીયાના મોત થયા છે.

Maharashtra: વાંદરાઓ અને કૂતરા વચ્ચેની લડાઈમાં ડર્યા લોકો, જુઓ વીડિયો

ગ્રામીણો ત્રાહિમામ-
ગામના લોકોનું કહેવું છે કે કુતરાઓએ વાંદરાઓના બચ્ચાને મારી નાખ્યા હતા. બસ ત્યારથી જ આ લડાઈ શરૂ થઈ છે. ગ્રામીણોએ જણાવ્યું કે છેલ્લા 3 મહિનાથી વાંદરાઓએ અનેક કુતરાના બચ્ચાને મારી નાખ્યા છે. કુતરાઓ અને વાંદરાઓ વચ્ચે ઝઘડાથી સમગ્ર ગામના લોકો દહેશતમાં છે. વાંદરાઓએ અને કુતરાઓ વચ્ચે સતત લડાઈ થતા ગામના લોકોએ વનવિભાગને કરી જાણ.

વાંદરાઓએ અનેક ગલુડીયાને મારી નાખ્યા-
5000ની વસતી વાળા આ ગામના લોકોએ વાંદરાઓના આતંકથી બહુ પરેશાન છે. વાંદરાઓએ રસ્તા પર ચાલતા લોકો પર પણ અનેકવાર હુમલા કર્યા છે. વનવિભાગે આ મામલાને ગંભીરતાથી લેતા 2 મુખ્ય હુમલાખોર વાંદરાઓને પાંજરે પુરી દૂર જંગલમાં મુક્ત કર્યા છે. જો કે લોકોનું કહેવું છે કે આ પરેશાનીનું કોઈ ઠોસ ઉપાય જરૂરી છે. ગામના લોકોનું કહેવું છે કે વાંદરાઓનું ઝુંડ ગલુડીયાઓની શોધમાં આવે છે. અને તેમના પર હુમલો કરી તેમને ઉઠાવી લઈ જાય છે. 

વનવિભાગની દલીલ-
ભૂખ અને તરસને કારણે ગલુડીયાના મોત થતા હોય છે. ઘણા લાંબા સમયથી આ સિલસિલો ચાલું છે. વનવિભાગનું આ મામલે કહેવું છે કે ગામના લોકો તરફથી મળતી માહિતી મુજબ છેલ્લા લાંબા સમયથી વાંદરાઓએ આતંક મચાવ્યો છે. આ માટે વનવિભાગે એક ટીમને તપાસ માટે મોકલી છે. જ્યાં જોવા મળ્યું કે વાંદરાઓ કુતરાના બચ્ચાઓને બહું ઉંચાઈ પર લઈ જાય છે. વાંદરાઓ કુતરાના બચ્ચાને પોતાની પાસે રાખી તેમને હેરાન કરે તેમજ ઘણીવાર જીવલેણ હુમલો પણ કરી છોડી મુકે છે.

સોશિયલ મીડિયા પર Monkey Vs Dog થયું ટ્રેન્ડિંગ-
ટ્વિટર પર વાંદરાઓ અને કુતરાઓના ગેંગવોરને પગલે #monkeyVsDog ઘણું ટ્રેન્ડ થઈ રહ્યું છે.  સોશિયલ મીડિયામાં લોકો વાંદરાઓ અને કુતરાઓના વિવિધ અને ફની મીમ્સ શેર કરી રહ્યાં છે. આવાં જ કેટલાક મજેદાર મીમ્સ અમે તમારી સાથે શેર કરશું. જેને જોઈ તમે તમારું હાસ્ય રોકી નહીં શકો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More