Home> India
Advertisement
Prev
Next

સમગ્ર મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, રાયગઢમાં ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 35ના મોત

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન થયા બાદ કાટમાળમાં દબાઈ જવાથી 35 લોકોના મોત થયા છે.

સમગ્ર મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, રાયગઢમાં ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં 35ના મોત

નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન થયા બાદ કાટમાળમાં દબાઈ જવાથી 35 લોકોના મોત થયા છે. મહાડ વિસ્તારમાં અલગ અલગ ત્રણ જગ્યાએ ભૂસ્ખલન થયું છે. પહાડ ધસી પડવાથી જે કાટમાળ પડ્યો તેમાં અનેક લોકો દટાયા. હવે રેસ્ક્યૂ કરીને લોકોને  બહાર કાઢવામાં આવી રહ્યા છે. 

જો કે શુક્રવારે બપોર સુધી 35 મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે હજુ પણ 30થી 35 લોકો ફસાયેલા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં કુલ 15 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. જ્યારે એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે. 

અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લાઓમાં સતત વરસાદના કારણે સ્થિતિ ભયાનક છે. રાજ્યની સ્થિતિ પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે આવા હાલાત જોતા ભારે વરસાદની પરિભાષા બદલવી પડશે. ગઈ કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફોન કરીને સ્થિતિની જાણકારી લીધી હતી. 

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે એનડીઆરએફ અને અન્ય ટીમો ઠેર ઠેર રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. નાગપુર સહિત અન્ય ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો છે. ઉદ્ધવના જણાવ્યાં મુજબ સતત વરસાદના કારણે રસ્તાઓ પર ખાડા પડ્યા છે જે રેસ્ક્યૂ ઓપરેશનમાં વિધ્ન સર્જી રહ્યા છે. અનેક વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો પહોંચી શકતી નથી. 

ગોવંડીમાં ઈમારત તૂટી પડી
મહારાષ્ટ્રમાં આજે સવારે મુંબઈમાં પણ અકસ્માત થયો. પૂર્વત્તર મુંબઈના પરા વિસ્તાર ગોવંડીમાં એક ઈમારત ધસી પડવાથી ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા અને 10  જેટલા લોકો ઘાયલ થયા છે. આ  ઘટના સવારે 5 વાગે ઘટી. જ્યારે શિવાજી નગરમાં એક ઈમારત તૂટી પડી. ઘટના સમયે પીડિતો ઊંઘી રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More