Home> India
Advertisement
Prev
Next

Gujarat સહિત પડોશી રાજ્યોમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ, 24 કલાકમાં 16 હજારથી વધુ કેસ નોંધાયા

સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર (Maharashtra) માં સૌથી વધુ નવા કેસ નોંધાઇ રહ્યાં છે જ્યાં વધુ 8,998 દર્દીઓ સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં કેરળમાં વધુ 2,616 જ્યારે પંજાબમાં વધુ 1,071 દર્દી પોઝિટીવ નોંધાયા છે.

Gujarat સહિત પડોશી રાજ્યોમાં ઝડપથી વધી રહ્યા છે કોરોનાના કેસ, 24 કલાકમાં 16 હજારથી વધુ કેસ નોંધાયા

નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra), પંજાબ (Punjab), હરિયાણા (Haryana), ગુજરાત (Gujarat), મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને દિલ્હી (Delhi) માં છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા પોઝિટીવ કેસની સંખ્યામાં તીવ્ર વધારો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કુલ પોઝિટીવ કેસ (16,838)માંથી 88.44% નવા કેસ (New Case) આ છ રાજ્યોમાં છે.

સમગ્ર દેશમાં મહારાષ્ટ્ર (Maharashtra) માં સૌથી વધુ નવા કેસ નોંધાઇ રહ્યાં છે જ્યાં વધુ 8,998 દર્દીઓ સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં કેરળમાં વધુ 2,616 જ્યારે પંજાબમાં વધુ 1,071 દર્દી પોઝિટીવ નોંધાયા છે. આઠ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસની સંખ્યામાં વૃદ્ધિનું વલણ જોવા મળ્યું છે.

CBSE Board Exams 2021: CBSE એ જાહેર કર્યું બોર્ડની પરીક્ષાનું નવું શિડ્યૂલ, તાત્કાલિક નોંધી લો આ તારીખો

ભારત (India) માં કુલ સક્રિય કેસની સંખ્યા આજે 1.76 લાખ (1,76,319) નોંધાઇ છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા 1.58% છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસની સંખ્યામાં થયેલા તફાવતનો ચિતાર આપે છે. કેરળ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે.

બીજી તરફ, મહારાષ્ટ્ર (Maharashtra), પંજાબ (Punjab), ગુજરાત (Gujarat), મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને દિલ્હી (Delhi) માં સમાન સમયગાળા દરમિયાન સક્રિય કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે. એક મહિનામાં રાજ્યોમાં સક્રિય કેસની સંખ્યામાં થયેલો ફેરફાર દર્શાવે છે. કેરળ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તમિલનાડુ એવા ટોચના 5 રાજ્યો છે જ્યાં સક્રિય કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે જ્યારે બીજી તરફ, મહારાષ્ટ્ર, પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણા અને દિલ્હી એવા ટોચના 5 રાજ્યો છે જ્યાં છેલ્લા એક મહિનામાં સક્રિય કેસની સંખ્યામાં વધારો નોંધાયો છે.

Gujarat સહિત આ 5 રાજ્યોમાં સતત વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, 85.51% નવા કેસ નોંધાતા ચિંતા વધી

20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 1000 કરતાં ઓછી છે. અરુણાચલ પ્રદેશમાં સક્રિય કેસની સંખ્યા માત્ર 2 છે. દેશમાં કુલ પોઝિટીવિટી દરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે પોઝિટીવિટી દર 5.08% નોંધાયો છે. આઠ રાજ્યોમાં સાપ્તાહિક પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ (2.09%) કરતા વધારે નોંધાયો છે જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ સાપ્તાહિક પોઝિટીવિટી દર 10.38% નોંધાયો છે.

Bakri Dance Video: અંગ્રેજી ગીત પર દેસી બકરીઓનો કાતિલ ડાન્સ, છોડાવી દીધા ભલભલાના છક્કા!

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડના કારણે વધુ 113 દર્દીનાં મૃત્યુ નીપજ્યાં છે. નવા નોંધાયેલા મૃત્યુમાંથી 88.5% દર્દીઓ છ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સર્વાધિક મૃત્યુઆંક (60) નોંધાયો છે. પંજાબમાં દૈનિક ધોરણે વધુ 15 અને કેરળમાં વધુ 14 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે. અઢાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં આંદામાન અને નિકોબારના ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, આસામ, ચંદીગઢ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પુડુચેરી, સિક્કિમ, ત્રિપુરા અને ઉત્તરાખંડ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More