Home> India
Advertisement
Prev
Next

Maharashtra Political Crisis: અમારી શિવસેના અસલી, શિંદેનો દાવો, ભરત ગોગાવલેને બનાવ્યા ચીફ વ્હિપ, આટલા ધારાસભ્યોના છે હસ્તાક્ષર

Maharashtra Political Crisis: એકનાથ શિંદેએ ચીફ વ્હિપ તરીકે ભરત ગોગાવલેની નિમણૂક કરતા પોતાને અસલી શિવસૈનિક ગણાવ્યા છે. 

Maharashtra Political Crisis: અમારી શિવસેના અસલી, શિંદેનો દાવો, ભરત ગોગાવલેને બનાવ્યા ચીફ વ્હિપ, આટલા ધારાસભ્યોના છે હસ્તાક્ષર

નવી દિલ્હીઃ Maharashtra Political Crisis: મહારાષ્ટ્રમાં રાજકીય ધમાલ ચાલી રહી છે. શિવસેનામાં આંતરિક લડાઈ આરપાર ચાલી રહી છે. હવે પાર્ટીની સ્થિતિ ઉદ્ધવની શિવસેના વિરુદ્ધ એકનાથ શિંદેની શિવસેનાની થઈ ગઈ છે. એકનાથ શિંદેએ ચીફ વ્હિપ તરીકે ભરત ગોગાવલેની નિમણૂક કરી છે અને મુખ્યમંત્રી ઠાકરે દ્વારા નિયુક્ત કરવામાં આવેલી સુનીલ પ્રભુને ગેરકાયદેસર ગણાવી દીધા છે. 

આ સાથે-સાથે શિંધેએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરને મોકલેલા પત્રમાં કહ્યુ કે સુનીલ પ્રભુ દ્વારા જે વ્હિપ જારી કરવામાં આવ્યું છે તે કાયદા પ્રમાણે ગેરકાયદેસર છે. શિંદે અસલી શિવસેના ખુદને ગણાવી રહ્યાં છે. 34 શિવસેના ધારાસભ્યોએ એકનાથ શિંદેના નેતૃત્વમાં પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. એકનાથ શિંદેએ ટ્વીટ કરીને કહ્યુ કે શિવસેના ધારાસભ્ય ભરત ગોગાવલેને શિવસેના ધારાસભ્ય દળના ચીફ વ્હિપ બનાવવામાં આવ્યાં છે. કારણ છે કે સુનીલ પ્રભુ દ્વારા ધારાસભ્યોની આજની બેઠકના સંબંધમાં જારી આદેશ કાયદાકીય રીતે અમાન્ય છે. 

આ પણ વાંચોઃ શું સરકારની સાથે ઉદ્ધવ ઠાકરે પાસેથી શિવસેના પણ છીનવી લેશે એકનાથ શિંદે? આ છે નિયમ

શિવસેનાએ ધારાસભ્યો માટે વ્હિપ જારી કર્યું
મહત્વનું છે કે આજે મહારાષ્ટ્રમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી ઠાકરે બેઠકમાં વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા. કેબિનેટની બેઠક પૂરી થયા બાદ શિવસેનાએ પોતાના તમામ ધારાસભ્યોને વ્હિપ જાહેર કર્યું છે. બધાને સાંજે મુખ્યમંત્રીના આવાસ પર પહોંચવાનો આદેશ આપવામાં આવ્યો છે. સાથે કહેવામાં આવ્યું કે જો કોઈ ધારાસભ્ય નહીં પહોંચે તો તેના પર કાર્યવાહી કરવામાં આવશે. આ બેઠકમાં જે ધારાસભ્યો સામેલ નહીં થાય તેનું સભ્ય પદ જઈ શકે છે. 

શું છે એકનાથ શિંદેનો દાવો?
આ પહેલા એકનાથ શિંદેએ દાવો કર્યો હતો કે તેની તેમની પાસે 46 ધારાસભ્યો છે અને તે અસલી શિવસેના છે. શિંદેએ કહ્યું કે મને બળવાખોર ગણાવવામાં આવી રહ્યાં છે તે ખોટુ છે. અમે બધા લોકો બાલાસાહેબના ભક્ત છીએ, શિવસૈનિક છીએ. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More