Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્રના લોકોને આંચકો, લોકડાઉન વધારવા પર સરકારે કર્યો મોટો નિર્ણય

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું કે 30 જૂન બાદ પણ રાજ્યમાં લોકડાઉન યથાવત રહેશે. ટેલિવિઝન સંબોધનમાં ઠાકરેએ પ્રતિબંધોને હળવા કરવાથી ઇનકાર કરતા કહ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો હજુ પણ યથાવત છે.

મહારાષ્ટ્રના લોકોને આંચકો, લોકડાઉન વધારવા પર સરકારે કર્યો મોટો નિર્ણય

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે કહ્યું કે 30 જૂન બાદ પણ રાજ્યમાં લોકડાઉન યથાવત રહેશે. ટેલિવિઝન સંબોધનમાં ઠાકરેએ પ્રતિબંધોને હળવા કરવાથી ઇનકાર કરતા કહ્યું કે, રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો હજુ પણ યથાવત છે.

ઠાકરેએ કહ્યું કે, અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવા માટે અનલોકની પ્રક્રિયાને ધીરે ધીરે લાગુ કરવામાં આવી રહ્યું છે. જેમાં 'મિશન બિગિન અગેન' નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો:- ચીન સાથે તણાવ વચ્ચે કાશ્મીરમાં LPG સ્ટોકનો આદેશ, સ્કૂલો ખાલી કરાવવાના આદેશ

તેમણે કહ્યું કે, કોરોના વાયરસથી સંપૂર્ણ રીતે પ્રભાવિત મુંબઇમાં 'ચેઝ ધ વાયરસ' પહેલના સારા પરિણામ સામે આવ્યા અને હવે આ રાજ્યના બીજા ભાગમાં પણ લાગૂ કરવામાં આવશે.

અભિયાનના ભાગ રૂપે કોવિડ -19 દર્દીના નજીકના સંપર્કમાં રહેલા 15 લોકોને આવશ્યકપણે સંસ્થાકીય અલગતા કેન્દ્રમાં રાખવામાં આવશે, જ્યારે સમુદાયના અગ્રણીઓ લોકોને સંસ્થાકીય અલગતા કેન્દ્રમાં અન્ય રોગો, ખોરાક અને અન્ય સુવિધાઓ વિશે માહિતી આપશે. આ ઉપરાંત, તેઓ ક્લિનિકના સમય વિશે પણ જણાશે. તે 27 મેના રોજ શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:- કોરોના મહામારી બાદ જો દરિયા કિનારે ફરવા માંગો છો, તો સૌથી પહેલા આ બાબતનું ધ્યાન રાખજો

મુખ્યમંત્રીએ એક ટેલિવિઝન સંબોધનમાં કહ્યું, મુંબઈમાં અમે ચેઝ ધ વાયરસ અભિયાનના સારા પરિણામો મળ્યા અને હવે અમે તેનો રાજ્યભરમાં અમલ કરવાનો નિર્ણય લીધો છે.

તેમણે એમ પણ માહિતી આપી હતી કે, તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અભિયાનને વિસ્તૃત કરવા માંગ કરી છે. જેથી મહારાષ્ટ્ર ગરીબોને ઓછા ખર્ચે અનાજની સપ્લાય કરી શકે. (ઇનપુટ: ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More