Home> India
Advertisement
Prev
Next

નીરવ મોદી અને મેહુલ ચોક્સીના બંગ્લા તોડી પાડવા મહારાષ્ટ્ર સરકારનો આદેશ

દેશનાં સૌથી મોટો બેંકિંગ ગોટાળો કરનાર આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સીની વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે મંગળવારે રાયગઢ જિલ્લાનાં કલેક્ટરને અલીબાગ ખાતેના બંન્ને બિનકાયદેસર બંગ્લાઓને ધ્વસ્ત કરવા માટેનો આદેશ આપ્યો હતો. મહારાષ્ટ્રનાં પર્યાવરણ મંત્રી રામદાસ કદલેરાયગઢમાં બિનકાયદેસર બંગ્લાઓ મુદ્દે સમીક્ષા બેઠક બાદ ડીએમને આધેશ આપ્યો છે. 

નીરવ મોદી અને મેહુલ ચોક્સીના બંગ્લા તોડી પાડવા મહારાષ્ટ્ર સરકારનો આદેશ

મુંબઇ : દેશનાં સૌથી મોટો બેંકિંગ ગોટાળો કરનાર આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સીની વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકારે મોટી કાર્યવાહી કરી છે. મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે મંગળવારે રાયગઢ જિલ્લાનાં કલેક્ટરને અલીબાગ ખાતેના બંન્ને બિનકાયદેસર બંગ્લાઓને ધ્વસ્ત કરવા માટેનો આદેશ આપ્યો હતો. મહારાષ્ટ્રનાં પર્યાવરણ મંત્રી રામદાસ કદલેરાયગઢમાં બિનકાયદેસર બંગ્લાઓ મુદ્દે સમીક્ષા બેઠક બાદ ડીએમને આધેશ આપ્યો છે. 

બેઠક બાદ રામદાસ કદમે કહ્યું કે, મુરુડ અને અલીબાગમાં કુલ 164 કરોડ રૂપિયાની બિનકાયદેસર બંગ્લાઓ છે. જેમાંથી કેટલાક બંગ્લાઓ બોલિવુડ સ્ટાર્ડ અને ઉદ્યોગપતિઓનાં પણ છે. અહીં જ રતન ટાટા, આનંદ મહેંદ્રા, મુકુલ દેવડા અને જીનત અમાનના બંગ્લાનો પણ સમાવેશ થાય છે. મંત્રી એ કહ્યું કે, અલીબાગના 69 અને મરુડના 95 બિનકાયદેસર બંગ્લાઓની વિરુદ્ધ કાર્યવાહી થશે. જો કે હાલ સરકારે રાયગઢ જિલ્લા તંત્રને નીરવ મોદી અને મેહુલ ચોક્સીના બંગ્લાને ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો છે. જો કે મંત્રીએ કહ્યું કે, ઉલ્લંઘન કરીને બનેલા બિનકાયદેસર બંગ્લાની વિરુદ્ધ જિલ્લા તંત્રની કાર્યવાહી ચાલુ રહેશે. 

જિલ્લા કલેક્ટર કાર્યાલયના અધિકારીઓએ કહ્યું કે, નીરવ મોદીનો બંગ્લો કિહિમ ગામમાં છે. જ્યારે ચોક્સીનો બંગ્લો રાયગઢ જિલ્લાનાં અવસ ગામમાં છે. અધિકારીઓએ કહ્યું કે, નીરવ મોદીનો બંગ્લો તોડી પાડવામાં આવશે કારણ કે તે કોસ્ટલ રેગ્યુલેશન જોન (સીઆરઝેડ)ના માપદંડોનું ઉલ્લંઘન કરી રહ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More