Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્રમાં મરાઠાઓને 1 ડિસેમ્બરથી મળશે અનામત? ફડણવીસે કહ્યું ઉજવણીની તૈયારી કરો

મહારાષ્ટ્રનાં પછાત વર્ગ પંચે અનામત મુદ્દે પોતાનો અહેવાલ ગુરૂવારે મુખ્ય સચિવને સોંપી દીધો હતો. ત્યાર બાદ ફડણવીસે આપ્યા હતા સંકેત

મહારાષ્ટ્રમાં મરાઠાઓને 1 ડિસેમ્બરથી મળશે અનામત? ફડણવીસે કહ્યું ઉજવણીની તૈયારી કરો

મુંબઇ : મહારાષ્ટ્ર સરકાર ટુંક જ સમયમાં મરાઠાઓને અનામત આપવાની જાહેરાત કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, એક ડિસેમ્બરનાં રોજ રાજ્યની ફડણવીસ સરકાર આ અંગે જાહેરાત કરી શકે છે. ખુદ મુખ્યમંત્રી ફડણવીસે આ અંગે સંકેતો આપ્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, 1 ડિસેમ્બરે ઉજવણીની તૈયારીઓ કરો. પછાત વર્ગ પંચનાં રિપોર્ટ બાદ રાજ્યની ફડણવીસ સરાકારે આ પ્રકારનાં સંકેત આપ્યા છે. 

પ્રદેશની પછાત વર્ગ પંચની કમિટીએ મરાઠા અનામત અંગેનો પોતાનો અહેવાલ મુખ્ય સચિવને સોંપ્યો હતો. બીજી તરફ અહેમદ નગરમાં એક રેલી દરમિયાન મુખ્યમંત્રી ફડણવીસે આ રિપોર્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમે લઘુમતી પંચને મરાઠા અનામત અંગે રિપોર્ટ મળ્યો છે. હું તમને બધાને નિવેદન કરૂ છું કે 1 ડિસેમ્બરે ઉજવણી કરવા માટે તૈયાર રહે. 

ફડણવીસે આપ્યા હતા સંકેત
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે જુલાઇમાં રાજ્યમાં મરાઠા અનામત મુદ્દે અલગ અલગ સ્થળો પર આંદોલન થયા, જે અનેક સ્થળો પર હિંસક પણ થઇ ગયા હતા. ત્યાર બાદ ઓગષ્ટમાં ફડણવીસ સરકારે અનામત મુદ્દે સકારાત્મક પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યનાં અલગ અલગ ક્ષેત્રોનાં નેતાઓની સાથે મીટિંગ થઇ અને મરાઠા સમુદાયનાં કાયદેસર રીતે અનામત આપવા માટે એક સંયુક્ત નિવેદન પર સહી કરવામાં આવી. રાજ્ય સરકાર મરાઠા અનામતનાં સમર્થનમાં ઉભી છે. અમે તેમાં ઝડપથી કાર્યવાહી કરવાની પ્રક્રિયા અનુસાર આગળ વધી રહ્યા છીએ. 

25 જુલાઇએ મુંબઇ બંધ બાદ હિંસા
ફડણવીસે કહ્યું કે, આપણે અહીં વાસ્તવમાં સાબિત કરવું પડશે કે મરાઠા વાસ્તવમાં સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત થયા છે. તેમની અસાધારણ પરિસ્થિતીઓ અને પછાતપણાને જોતા મરાઠા લોકોને અનામત આપવામાં આવવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે, મેદાન મરાઠા ક્રાંતિ મોર્ચાનાં અનામતનાં મુદ્દે 25 જુલાઇએ મુંબઇ બંધનું આહ્વાન કર્યું હતું અને ત્યાર બાદ નવી મુંબઇમાં ભારે હિંસા થઇ હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More