Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્ર સરકારે વિદ્યાર્થીઓને આપી રાહત, 2020-21માં ફી નહીં વધારી શકે સ્કૂલ

મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગે સ્કૂલના વિદ્યાર્થીઓને રાહત આપી છે. હવે સ્કૂલ શૈક્ષણિક વર્ષ 2020-21 માં ફી નહીં વધારી શકે. સ્કૂલ ગત વર્ષ એટલે કે, 2019-20ની બાકી રકમ એકત્રિત કરવા માટે પણ વાલીઓને મજબૂર કરી શકશે નહીં.

મહારાષ્ટ્ર સરકારે વિદ્યાર્થીઓને આપી રાહત, 2020-21માં ફી નહીં વધારી શકે સ્કૂલ

મુંબઇ: મહારાષ્ટ્ર સરકારના શિક્ષણ વિભાગે સ્કૂલના વિદ્યાર્થીઓને રાહત આપી છે. હવે સ્કૂલ શૈક્ષણિક વર્ષ 2020-21 માં ફી નહીં વધારી શકે. સ્કૂલ ગત વર્ષ એટલે કે, 2019-20ની બાકી રકમ એકત્રિત કરવા માટે પણ વાલીઓને મજબૂર કરી શકશે નહીં.

આ ઉપરાંત સ્કૂલની બાકી ફીની વસુલાત માટે માસિક/ ત્રિમાસિકનો વિકલ્પ આપવાનો રહેશે. તમને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં કોરોના (Corona)એ ભારે તબાહી મચાવી છે. અહીં ઝડપથી કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે.

આ પણ વાંચો:- ગૃહમંત્રી અમિત શાહની તબિયતના ફેક ન્યૂઝ ફેલાવનાર ગુજરાતમાંથી પકડાયા

ત્યારે જો દેશની વાત કરીએ તો ભારતમાં કોરોના વાયરસ (Covid-19)ના કેસ ખુબજ ઝડપથી વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 3320 નવા કેસ સામે આવ્યા છે અને 95 લોકોના મોત થયા છે. 8 મે સુધી દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 60 હજારની આસપાસ હતી અને મૃતકોની સંખ્યા 2000ની આસપાસ પહોંચી ગઈ છે.

આ પણ વાંચો:- સ્વાસ્થ્ય પર ખોટી અફવા ફેલાવનારને ગૃહ મંત્રી અમિત શાહનો જવાબ- હું સ્વસ્થ છું, મને કોઈ બિમારી નથી

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના 59,662 કેસ છે. તેમાંથી 39,834 એક્ટિવ કેસ છે. એટલે કે, જેમની હાલ સારવાર ચાલી રહી છે. જ્યારે 17,847 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે અને 1981 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો:- કોરોનાઃ ઇટાલી, અમેરિકા જેવી ભયાનક સ્થિતિ નહીં, પરંતુ તેનો પણ સામનો કરવા તૈયાર છે ભારત

ભારતમાં કોરોના વાયરસથી સ્વસ્થ થવાના કેસ (Recovery Rate) 29.91 ટકા છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાત સહિત અન્ય ઘણા રાજ્યમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં 19,000થી વધારે, ગુજરાતમાં 7000થી વધારે અને દિલ્હીમાં 6000થી વધારે કેસ સામે આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More