Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્રમાં BJP ને મસમોટો ઝટકો, આ દિગ્ગજ નેતા NCP માં જોડાશે 

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નતા એકનાથ ખડસે બહુ જલદી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાઈ શકે છે. રાજ્ય સરકારમાં મંત્રી જયંત પાટીલે દાવો કર્યો છે કે શુક્રવારે બપોરે એકનાથ ખડસે એનસીપીમાં સામેલ થશે. શુક્રવારે બપોરે 2 વાગે એકનાથ ખડસેને એનસીપીની સદસ્યતા લઈ શકે છે. 

મહારાષ્ટ્રમાં BJP ને મસમોટો ઝટકો, આ દિગ્ગજ નેતા NCP માં જોડાશે 

મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નતા એકનાથ ખડસે બહુ જલદી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાઈ શકે છે. રાજ્ય સરકારમાં મંત્રી જયંત પાટીલે દાવો કર્યો છે કે શુક્રવારે બપોરે એકનાથ ખડસે એનસીપીમાં સામેલ થશે. શુક્રવારે બપોરે 2 વાગે એકનાથ ખડસેને એનસીપીની સદસ્યતા લઈ શકે છે. 

ચીની જાસૂસ યુવતીની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, સુરક્ષા એજન્સીઓના હોશ ઉડ્યા

એનસીપીના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી જયંત પાટીલે દાવો કર્યો છે 'મને જણાવવામાં આવ્યું છે કે  ભાજપના નેતા એકનાથ ખડસેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. અમે નક્કી કર્યું છે કે અમે તેમને એનસીપીમાં સામેલ કરીશું. સત્તાવાર રીતે શુક્રવારે બપોરે 2 વાગે તેઓ NCPમાં સામેલ થશે. એવું કહેવાય છે કે એનસીપી નેતાઓ અને એકનાથ ખડસે વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી વાતચીત ચાલુ હતી. આવામાં તેઓ ઉદ્ધવ ઠાકરે સરકારમાં કોઈ મંત્રી પદ સંભાળી શકે છે.

એકનાથ ખડસેની નજર કૃષિ મંત્રાલય પર છે જે હાલ શિવસેના પાસે જ છે. છેલ્લા કેટલાક સમયથી એ વાતની અટકળો થઈ રહી હતી કે એકનાથ ખડસે ભાજપ છોડી શકે છે. કારણ કે પાર્ટીમાં તેમને સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે. રવિવારે એવી વાત સામે આવી હતી કે તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. જો કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલે આ દાવાને ફગાવ્યા હતાં અને કહ્યું હતું કે તેઓ આમ કરશે નહીં. 

મહારાષ્ટ્ર: નંદુરબારમાં બસ પુલ પરથી નીચે ખાબકતા 5ના મૃત્યુ, 35 ઘાયલ, જુઓ હચમચાવી નાખે તેવા PHOTOS

આ બધી ઉથલપાથલ વચ્ચે એનસીપી નેતા શરદ પવારનું નિવેદન પણ સામે આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે એકનાથ ખડસેનું મહારાષ્ટ્રમાં ભાજપને મજબૂત કરવામાં મહત્વનું યોગદાન રહ્યું છે. આવામાં જ્યારે તેમને પાર્ટીમાં સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે તે યોગ્ય નથી. 

fallbacks

(એકનાથ ખડસે, ફાઈલ ફોટો)

અત્રે જણાવવાનું કે વર્ષ 2015માં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા બાદ એકનાથ ખડસેએ દેવેન્દ્ર ફડણવીસની સરકારમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદથી ખડસેની રાજકીય કારકિર્દી પર ગ્રહણ લાગ્યું છે. એકનાથ ખડસેના સમર્થકોનું કહેવું છે કે દેવેન્દ્ર ફડણવીસના કારણે જ તેમને સાઈડલાઈન કરાઈ રહ્યા છે. 

બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટ: વિઝન ડોક્યુમેન્ટ લોન્ચ કરતી વખતે ભાવુક થયા ચિરાગ પાસવાન

ત્યારબાદ 2019ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમને ટિકિટ મળી નહતી. એટલે તેમણે દેવેન્દ્ર ફડણવીસ પર સીધા હુમલા કરવાના શરૂ કરી દીધા હતા. જો કે તેમની પુત્રી રોહિણીને ટિકિટ મળી હતી પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા. આ ઉપરાંત એકનાથ ખડસેના વિસ્તાર જળગાવમાં હવે ગિરિશ મહાજનને પાર્ટી મહત્વ આપી રહી છે જે દેવેન્દ્ર ફડણવીસના નીકટના ગણાય છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More