Home> India
Advertisement
Prev
Next

Corona: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં પ્રવેશ માટે આ બેમાંથી એક નિયમનું કરવું પડશે પાલન

Maharashtra Corona Guidelines: મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 6686 નવા કેસ સામે આવ્યા અને 158 લોકોના મૃત્યુ થયા છે. ત્યારબાદ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 63,82,076 થઈ ગઈ છે.
 

Corona: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, રાજ્યમાં પ્રવેશ માટે આ બેમાંથી એક નિયમનું કરવું પડશે પાલન

મુંબઈઃ Maharashtra Corona Guidelines: કોરોનાની બીજી લહેરથી સૌથી વધુ પ્રભાવિત રહેલા મહારાષ્ટ્રમાં એન્ટ્રી માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ગાઇડલાઇન પ્રમાણે મહારાષ્ટ્રમાં એન્ટ્રી માટે લોકોને બે શરતોમાંથી એકનું પાલન કરવું પડશે. પ્રથમ શરત છે કે જે લોકો રાજ્યમાં આવવા ઈચ્છે છે તેણે કોરોના વેક્સિનના બંને ડોઝનું સર્ટિફિકેટ સાથે રાખવું પડશે. બીજો વેક્સિનનો ડોઝ લાગ્યાના 14 દિવસ થવા પણ જરૂરી છે. 

બીજી શરત છે કે 72 કલાકની અંદર કોરોના નેગેટિવ આરટી પીસીઆર રિપોર્ટ દેખાડવો પડશે. બંનેમાંથી કોઈપણ એક શરતને પૂરી ન કરવાની સ્થિતિમાં 14 દિવસ ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. 

મહત્વનું છે કે આ પહેલા 11 ઓગસ્ટે રાજ્ય સરકારે ગાઇડલાઇન જાહેર કરી હતી. તેમાં 15 ઓગસ્ટથી મોલ, રેસ્ટોરન્ટને 50 ટકા ક્ષમતા સાથે રાત્રે 10 કલાક સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ સાથે શરત રાખવામાં આવી હતી કે બધા કર્મચારીઓનું સંપૂર્ણ રસીકરણ થવું જોઈએ. ગ્રાહકોએ પણ વેક્સિનેશનનું સર્ટિફિકેટ દેખાડવું પડશે. 

આ પણ વાંચોઃ Bharat Biotech એ તૈયાર કરી નાકથી અપાતી Corona Vaccine,બીજા તબક્કાની ટ્રાયલને મળી મંજૂરી

આ સિવાય દુકાનોને પણ રાત્રે 10 કલાક સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી. ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું હતું કે સ્પાન અને જિમને પણ આ શરતો સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવશે. જિમ અને સ્પાના કર્મચારીઓએ પણ વેક્સિનના બંને ડોઝ લેવા પડશે.

ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું હતું કે ખુલ્લા સ્થળોમાં થનાર લગ્નમાં 200 લોકોને સામેલ થવાની મંજૂરી હશે. જ્યારે બંધ હોલમાં થનાર કાર્યક્રમોમાં 100 કે કાર્યક્રમ સ્થળની ક્ષમતાના 50 ટકા લોકોને હાજર રહેવાની મંજૂરી હશે. 

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 6686 નવા કેસ સામે આવ્યા અને 158 લોકોના મૃત્યુ થયા છે. ત્યારબાદ કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 63,82,076 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 1,34,730 લોકોના મૃત્યુ થયા છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરૂવારે 6388 કેસ સામે આવ્યા હતા અને 208 લોકોના મૃત્યુ થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More