Home> India
Advertisement
Prev
Next

Maharashtra Crisis: રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવે બળવાખોર મંત્રીઓને હટાવ્યા, કેબિનેટમાં થયા ફેરફાર

Maharashtra Cabinet reshuffle: મહારાષ્ટ્રની રાજકીય લડાઈ સુપ્રીમ કોર્ટ પહોંચી ગઈ છે. આ વચ્ચે મુખ્યમંત્રી ઠાકરેએ બળવાખોર મંત્રીઓને કેબિનેટમાંથી હટાવી દીધા છે.

Maharashtra Crisis: રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવે બળવાખોર મંત્રીઓને હટાવ્યા, કેબિનેટમાં થયા ફેરફાર

મુંબઈઃ CM Uddhav Thackeray Cabinet reshuffle: એકનાથ શિંદેની શિવસેના પર પકડ મજબૂત હોવાની વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મોટો નિર્ણય લેતા બળવાખોર મંત્રીઓના વિભાગ બીજા મંત્રીઓને આપી દીધા છે. આ સિલસિલામાં ઘણા મહત્વના ફેરફાર થયા છે. તમે પણ જાણો તેના વિશે..

મહારાષ્ટ્રની કેબિનેટમાં ફેરફાર
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પોતાની પાર્ટીના બળવાખોરો પર ચાબુક ચલાવતા એકનાથ કેમ્પમાં ગયેલા મંત્રીઓના વિભાગો છીનવી લીધા છે. સૂત્રો પ્રમાણે આ નિર્ણય દ્વારા શિંદે જૂથના ધારાસભ્યોને સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

આને મળી નવી જવાબદારી
હવે મંત્રી ગુલાબરામ પાટિલનો વિભાગ અનિલ પરબને આપવામાં આવ્યો છે. તો ઉદય સામંતના વિભાગની જવાબદારી આદિત્ય ઠાકરેને આપવામાં આવી છે. શિવસેનાના બીજા જૂથની આગેવાની કરી રહેલા એકનાથ શિંહે જેની પાસે નગર વિકાસ મંત્રીનો પ્રભાર હતો, તેમનું મંત્રાલય હવે સુભાષ દેસાઈને આપવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ શિવસેના નેતા સંજય રાઉતને ઈડીનું સમન્સ, જમીન કૌભાંડમાં પૂછપરછ માટે બોલાવ્યા

આ રીતે જળ તથા સ્વચ્છતા મંત્રી ગુલાબ રાવ પાટિલના મંત્રાલયની જવાબદારી અનિલ પરબને સોંપવામાં આવી છે. તો દાદા ભૂસે જેની પાસે મહારાષ્ટ્રના કૃષિ મંત્રીનો પ્રભાર હતો અને રોજગાર મંત્રી રહેલા સંદીપન ભૂમરેના મંત્રાલય શંકરરાવને આપવામાં આવ્યા છે. તો ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંતના વિભાગની જવાબદારી આદિત્ય ઠાકરેને મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More