Home> India
Advertisement
Prev
Next

તમને કેદ કરી રાખ્યા છે, મને તમારી ચિંતા, ઉદ્ધવ ઠાકરેનો બળવાખોરોને ભાવુક સંદેશ

ઉદ્ધવ બળવાખોરોને સંદેશમાં કહ્યું કે પરિવારના મોભી હોવાને નાતે મને તમારી ચિંતા છે. તમારા વિશે દરેક નવી જાણકારી સામે આવે છે. મને જાણવા મળ્યું કે તમને ગુવાહાટીની હોટલમાં કેદ કરીને રાખ્યા છે. 

તમને કેદ કરી રાખ્યા છે, મને તમારી ચિંતા, ઉદ્ધવ ઠાકરેનો બળવાખોરોને ભાવુક સંદેશ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં પોતાની સરકાર અને શિવસેનાના વર્ચસ્વને બચાવવા માટે ઉદ્ધવ ઠાકરે સતત પ્રયાસ કરી રહ્યાં છે. એકનાથ શિંદે તો કોઈપણ સ્થિતિમાં ઢીલું છોડવાના મૂડમાં નથી પરંતુ ઉદ્ધવ ઠાકરેએ હવે બળવાખોર ધારાસભ્યોને ભાવુક અપીલ કરી છે. પોતાની અપીલમાં ઉદ્ધવે કહ્યુ કે મને ખ્યાલ છે કે તમને ગુવાહાટીમાં કેદ કરી રાખ્યા છે. મને તમારી ચિંતા છે. તમે હજુ પણ દિલથી શિવસેનાની સાથે છો. 

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ગુવાહાટીમાં કેમ્પ જમાવી બેઠેલા શિવસેનાના બળવાખોરોને ભાવુક અપીલ કરી છે. પોતાના સંદેશમાં ઉદ્ધવ કહે છે, 'પરિવારના મોભી હોવાને નાતે મને તમારી ચિંતા છે. તમારા વિશે નવી જાણકારી સામે આવતી રહે છે. મને જાણવા મળ્યું કે તમને ગુવાહાટીની હોટલોના રૂમમાં કેદ કરીને રાખ્યા છે. તમારા ઘણા સાથી મારા સંપર્કમાં છે. તમે દિલથી પણ શિવસેનાની સાથે છો. મને ખ્યાલ છે કે તમે હંમેશા શિવસેનાની સાથે રહેશો. ઉદ્ધવ ઠાકરેએ પોતાની ઇમોશનલ અપીલમાં ધારાસભ્યોને સંદેશ આપ્યો કે એક વખત મુંબઈ આવી મને મળો અને વાત કરો.'

એક નાથ શિંદેનો પડકાર
આ પહેલાં ગુવાહાટીથી શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ કહ્યુ કે તે જલદી મુંબઈ પરત ફરશે. સાથે તેમણે કહ્યું કે શિવસેના તે ધારાસભ્યોના નામનો ખુલાસો કરે, જે કથિત રૂપથી પાર્ટીના સંપર્કમાં છે. 

નોંધનીય છે કે એકનાથ શિંદે અને તેના જૂથના ધારાસભ્યો છેલ્લા એક સપ્તાહથી ગુવાહાટીની એક ફાઇવ સ્ટાર હોટલમાં રોકાયેલા છે. શિંદેએ હોટલની બહાર કહ્યું કે તેમની પાસે 50 ધારાસભ્યોનું સમર્થન છે. તેમણે કહ્યું- આ બધા ધારાસભ્યો હિન્દુત્વને આગળ લઈ જવા માટે સ્વેચ્છાથી અહીં આવ્યા છે. 

આ પણ વાંચોઃ આજે ઈડી સમક્ષ હાજર થયા નહીં સંજય રાઉત, એજન્સીએ ફરી સમન્સ પાઠવ્યું 

સંજય રાઉતના સુર બદલાયા
તો શિવસેનાના ફાયરબ્રાન્ડ નેતા સંજય રાઉતના સુર પણ બદલાયા છે. મંગળવારે સવારે પત્રકાર પરિષદમાં રાઉતે કહ્યુ કે, દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બની ચુક્યા છે અને તેને તેનો અનુભવ છે. તેથી મારો માત્ર એક જ સંદેશ છે કે તે હાલ વિપક્ષમાં રહે. સંજય રાઉતે બળવાખોરને એકવાર ફરી મુંબઈ આવી બેસીને વાત કરવાનું કહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More