Home> India
Advertisement
Prev
Next

Dussehra Rally: એકનાથ શિંદેની દશેરા રેલીમાં પહોંચ્યા બાલાસાહેબ ઠાકરેના પુત્ર જયદેવ, કહ્યું- CM શિંદે.....

Balasaheb Thackeray's son:  મુખ્યમંત્રી શિંદેની રેલીમાં શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેના પુત્ર જયદેવ ઠાકરે પણ પહોંચ્યા હતા. તેઓ મંચ પર મુખ્યમંત્રીની પાસે બેઠા હતા. આ તકે તેમણે સંબોધન કરતા એકનાથ શિંદેની પ્રશંસા કરી હતી. 

Dussehra Rally: એકનાથ શિંદેની દશેરા રેલીમાં પહોંચ્યા બાલાસાહેબ ઠાકરેના પુત્ર જયદેવ, કહ્યું- CM શિંદે.....

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના બીકેસી મેદાનમાં બનાવેલા મંચ પર તેમના સમર્થકો સિવાય ઉદ્ધવ ઠાકરેના પરિવારને છોડી બાલા સાહેબનો પરિવાર જોવા મળ્યો હતો. ઉદ્ધવના ભાઈ જયદેવ ઠાકરે પણ એકનાથ શિંદેને બીકેસીમાં શુભકામનાઓ આપવા પહોંચ્યા હતા. આ તકે તેમણે કહ્યું કે મુખ્યમંત્રીને હું ખુબ પસંદ કરુ છું અને તે મારી પસંદગીના સીએમ છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રને આવા સીએમની જરૂર છે. અહીં બેઠેલા બધા લોકોને મારી અપીલ છે કે તે એકનાથ શિંદેને એકલા ન છોડે. એકનાથ શિંદેના મંચ પર જયદેવ ઠાકરે, તેમના પૂર્વ પત્ની સ્મિતા ઠાકરે, દિવંગત બિંદુ ઠાકરેના પુત્ર નિહાર ઠાકરે, ભાઈ માધવ ઠાકરે હાજર હતા. 

કિસાનની જેમ મહેનતુ છે મુખ્યમંત્રી
એકનાથ શિંદેની પ્રશંસા કરતા જયદેવ ઠાકરેએ કહ્યુ કે મુખ્યમંત્રી કોઈ કિસાનની જેમ મહેનતું છે. હું તો કહું છે કે બધુ સસ્પેન્ડ કરી મહારાષ્ટ્રમાં શિંદે રાજ આવવા દો. બીજીવાર ચૂંટણી કરાવો અને એકનાથ શિંદેને બીજીવાર ચૂંટી મુખ્યમંત્રી બનાવો. જયદેવ ઠાકરેએ કહ્યુ કે એકનાથ શિંદેએ કેટલાક એવા નિર્ણય લીધા છે. જેનાથી હું તેમનો ચાહક બની ગયો છું. તેથી હું કહુ છું કે મહારાષ્ટ્રને આવા મુખ્યમંત્રીની જરૂર છે. 

ઠાકરે કોઈ જૂથ ન હોઈ શકે
એકનાથ શિંદેના જૂથને જોઈન કરવા મુદ્દે પણ જયદેવ ઠાકરે બોલ્યા હતા. તેમણે કહ્યું કે છેલ્લા પાંચ-છ દિવસથી ફોન આવી રહ્યાં છે અને તે પૂછવામાં આવી રહ્યું છે કે શું તમે એકનાથ શિંદે જૂથ જોઈન કર્યું છે. પરંતુ હું તે કહેવા ઈચ્છુ છું કે ઠાકરે કોઈ જૂથ ન હોઈ શકે. 

શું બોલ્યા મુખ્યમંત્રી શિંદે
દશેરા રેલીને સંબોધિત કરવા ઉભા થયેલા એકનાથ શિંદેએ છત્રપતિ શિવાજી મહારાજની જયની સાથે પોતાનું ભાષણ શરૂ કર્યું. એકનાથ શિંદેએ આ દરમિયાન જયભવાની અને બાલા સાહેરની જયકારના નારા લગાવ્યા હતા. તેમણે કહ્યું કે શિવસેનાના સંસ્થાપકના વિચારોથી પ્રેરિત અહીં હાજર કટ્ટર શિવસૈનિકોનું વિનમ્ર અભિવાદન કરુ છું. એકનાથ શિંદે માઇકથી દૂર હટીને ઝુક્યા અને મેદાનમાં હાજર લોકોને પ્રણામ કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે ગર્વથી કહો આપણે હિન્દુ છીએ. 

એકનાથ શિંદેએ કહ્યું કે તમને (ઉદ્ધવ ઠાકરે) ન્યાયાલયમાં જઈને શિવાજી પાર્ક તો મળી ગયું, પરંતુ અસલી શિવસેનાના વારસ અમે છીએ. એકનાથ શિંદેએ કહ્યુ કે મેં પહેલા પણ કહ્યું હતું કે હું રાજ્યનો મુખ્યમંત્રી છું, મેદાન આપવાના મામલામાં મારો કોઈ હસ્તક્ષેપ નથી. અમે પહેલા અરજી કરી હતી. મેદાન અમને મળી શકતું હતું, પરંતુ કાયદો વ્યવસ્થા બનાવી રાખવી મારૂ કામ હતું. 

બાલા સાહેબ ઠાકરેના વિચાર અમારી સાથે
એકનાથ શિંદેએ કહ્યું કે મેદાન અમને ભલે ન મળ્યું, પરંતુ શિવસેનાના સંસ્થાપક બાલા સાહેબ ઠાકરેના વિચાર અમારી સાથે છે. શિંદેએ રેલીમાં હાજર શિવસૈનિકોને કહ્યું કે બાલા સાહેબના વિચારોનું તમે સમર્થન કર્યું. અમે શિવસેના બચાવવા માટે, બાલા સાહેબના વિચારો માટે, શિવસેનાને બચાવવા માટે આ પગલું ભર્યું. અમને રાજ્યના લોકોનું સમર્થન મળી રહ્યું છે. ઠાકરેએ કહ્યું કે દરેક વર્ગના લોકો અમારૂ સમર્થન કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More