Home> India
Advertisement
Prev
Next

બુલઢાણામાં મધરાતે મોટી દુર્ઘટના, બસમાં 26 મુસાફરો જીવતા ભૂંજાયા, ટાયર ફાટ્યા બાદ પલટી ગઈ હતી ગાડી

Buldhana Accident: મહારાષ્ટ્રના બુલઢાણામાં સિંદખેડમાં મોટી દુર્ઘટના ઘટી છે. એક પ્રાઈવેટ બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. અનેક લોકોના બસમાં જીવતા ભૂંજાઈને મોત થયા છે. મોતનો આંકડો હાલ 26 સુધી પહોંચ્યો છે. લગભગ 33 જેટલા મુસાફરો આ બસમાં હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે.

બુલઢાણામાં મધરાતે મોટી દુર્ઘટના, બસમાં 26 મુસાફરો જીવતા ભૂંજાયા, ટાયર ફાટ્યા બાદ પલટી ગઈ હતી ગાડી

Buldhana Accident: મહારાષ્ટ્રના બુલઢાણામાં સિંદખેડમાં મોટી દુર્ઘટના ઘટી છે. એક પ્રાઈવેટ બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. અનેક લોકોના બસમાં જીવતા ભૂંજાઈને મોત થયા છે. મોતનો આંકડો હાલ 26 સુધી પહોંચ્યો છે. લગભગ 33 જેટલા મુસાફરો આ બસમાં હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. અત્રે જણાવવાનું કે આ ઘટના બુલઢાણાના સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર ઘટી. 

બસમાં સવાર 26 લોકોના મોત
બુલઢાણાના ડેપ્યુટી એસપી બાબુરાવ મહામુનિએ કહ્યું કે  બુલઢાણામાં સમૃદ્ધિ એક્સપ્રેસવે પર 33 મુસાફરોને લઈને જઈ રહેલી બસમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 26 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઘાયલોને બુલઢાણાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ રહ્યા છે. 

કઈ રીતે ઘટી આટલી ભયંકર ઘટના
બુલઢાણા એસપી સુનિલ કડાસેન્ને કહ્યું કે દુર્ઘટના મધરાતે લગભગ દોઢ વાગે ઘટી. ઘટના સમયે બસમાં 32 મુસાફરો હતા. તેમાંથી 26 મુસાફરોએ જીવ ગુમાવ્યા. આ અકસ્માતમાં 8 લોકો ગંભીર રીતે  ઘાયલ થયા છે. તેમણે એમ પણ કહ્યું કે બસનું ટાયર ફાટવાના કારણે બસ પલટી ગઈ. ત્યારબાદ બસના ડ્રાઈવરે બસ  પર કાબૂ ગુમાવી દીધો. અને બસ એક થાંભલા સાથે અથડાઈ. ત્યારબાદ એક ડિવાઈડર સાથે ટકરાઈ જેના કારણે તેમાં આગ લાગી ગઈ. લોકોને બસમાંથી બહાર કાઢવાની તક ન મળી. યેન કેન પ્રકારે કેટલાક લોકો જ બસમાંથી બહાર નીકળી શક્યા. 

મળતી માહિતી મુજબ બસનો ડ્રાઈવર સુરક્ષિત છે. અકસ્માતના કારણે હાલ વાહનવ્યવહાર ખોરવાયો છે. ટ્રાફિક પોલીસ જલદી એક્સપ્રેસ વેને ફરીથી શરૂ કરવાની કોશિશ કરી રહી છે. આ બસ ખાનગી બસ કંપની સિટી લિંક ટ્રાવેલ્સની હોવાનું કહેવાય છે. બસ નાગપુરથી પુણે જઈ રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More