Home> India
Advertisement
Prev
Next

CM દેવેંદ્વ ફડણવીસને જાનથી મારી નાખવાની ધમકી, નાંદેડના ગામમાંથી મોકલવામાં આવ્યો પત્ર

પત્રમાં લખવામાં આવ્યું છે કે 'તમે નેતાઓને ઇડી અને સીબીઆઇનો ડર બતાવી રહ્યા છો અને લાલચ આપીને પક્ષાંતર પણ કરાવી રહ્યા છો, તમે ઘણી પાર્ટીઓ તોડી છે જે મને ગમ્યું નહી. ખોટી નીતિઓના દમ પર અમે મંદીનો માર સહન કરી રહ્યા છીએ.

CM દેવેંદ્વ ફડણવીસને જાનથી મારી નાખવાની ધમકી, નાંદેડના ગામમાંથી મોકલવામાં આવ્યો પત્ર

મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra)ના મુખ્યમંત્રી દેવેંદ્વ ફડણવીસ (Devendra Fadnavis) ને જાનથી મારી નાખવાનો ધમકીભર્યો પત્ર આવ્યો છે, ત્યારબાદ મુંબઇની મરીન ડ્રાઇવ પોલીસે એફઆરઆઇ નોંધી છે. 15 ઓક્ટોબરના રોજ આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના ગૃહ મંત્રાલયના એક અધિકારીને આ પત્ર મળ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે ભાજપ ઇડી અને સીબીઆઇનો ડૅર બતાવીને બીજી પાર્ટીઓના નેતાઓ પર દબાણ નાખીને કામ કરી રહી છે. આ પત્ર નાંદેડના લોહા તાલુકાના એક ગામમાંથી આવ્યો છે. આ ધમકીભર્યો પત્ર મળ્યા બાદ તેની જાણકારી સ્થાનિક પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ આઇપીસી કલમ 506 હેઠળ મરીન ડ્રાઇવ પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. 

Maharashtra-Haryana elections 2019: પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવશે, દિગ્ગજ નેતાઓ માંગશે વોટ

પત્રમાં લખવામાં આવ્યું છે કે 'તમે નેતાઓને ઇડી અને સીબીઆઇનો ડર બતાવી રહ્યા છો અને લાલચ આપીને પક્ષાંતર પણ કરાવી રહ્યા છો, તમે ઘણી પાર્ટીઓ તોડી છે જે મને ગમ્યું નહી. ખોટી નીતિઓના દમ પર અમે મંદીનો માર સહન કરી રહ્યા છીએ. અમારા ગામમાં કોઇ તમારી પાર્ટીનો ઝંડો લઇને દેખાયું અથવા તો ઇડી અથવા સીબીઆઇનો ડર બતાવ્યો તો મંત્રાલયમાં ઘૂસીને એન્કાઉન્ટર કરી દઇશ. આ ધમકીભર્યા પત્ર બાદ પોલીસે મરીન ડ્રાઇવ પોલી સ્ટેશનમાં એફઆઇઆર નોંધી છે અને આગળની તપાસ હાથ ધરી છે. 

સીતાપુર: કમલેશ તિવારીના પરિજનોએ કહ્યું- 'જ્યારે યોગી આવશે ત્યારે થશે અંતિમ સંસ્કાર'

અત્રે ઉલ્લેખનીય છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Elections 2019) માં જેટલા પણ પક્ષ, જેટલા પણ ઉમેદવાર અને જેટલા પણ સ્ટાર પ્રચારક ભાગ લઇ રહ્યા છે, તેમાં જો સૌથી વધુ દાવ કોઇન પર લાગ્યો છે તે તે મુખ્યમંત્રી દેવેંદ્વ ફડણવીસ (Devendra Fadnavis) છે. આ ચૂંટણીમાં જો ભાજપ 122થી વધુ સીટો જીતે છે તો ફડણવીસ ઇતિહાસ રચશે, પરંતુ જો પાર્ટી આ આંકડાથી પાછળ રહી જાય છે તો મુખ્યમંત્રી બનવા છતાં તેમની રાજકીય રાહ મુશ્કેલ બની જશે. ફડણવીસ આ વાતને સમજે છે, અને જેથી તે પ્રચારમાં રાત દિવસ પરસેવો પાડે છે. અત્યાર સુધી 50 ચૂંટણી રેલીઓ કરી ચૂક્યા છે, અને 19 ઓક્ટોબર સુધી 58 સભાઓ કરી લેશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More