Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્રમાં શરદ પવારે એકલે હાથે NCPને અપાવી 54 જેટલી બેઠકો, કોંગ્રેસને પણ પાછળ છોડી

લોકતંત્રની એ જ મજા છે કે તમે જેનો સમય પૂરો થઈ ગયેલો ગણો તેને ક્યારે જનતા માથે બેસાડી દે તે કહી શકાય નહીં. શરદ પવાર અને તેમની પાર્ટી એનસીપીએ આ વાત સાબિત કરી દીધી. મહારાષ્ટ્રમાં એનસીપીનું મજબુત પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ચૂંટણી પહેલા એવું કહેવામાં આવતું હતું કે એનસીપી માટે આ વખતે બહુ શક્યતાઓ નથી. હાલાત એવા હતાં કે સહયોગી પાર્ટી કોંગ્રેસની ટોપ લિડરશીપે મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં બહુ ઝાઝો ઉત્સાહ અને રસ દેખાડ્યો નહીં. આંતરિક કલેહ પણ ચરમસીમાએ જોવા મળ્યો હતો. 

મહારાષ્ટ્રમાં શરદ પવારે એકલે હાથે NCPને અપાવી 54 જેટલી બેઠકો, કોંગ્રેસને પણ પાછળ છોડી

મંબઈ/નવી દિલ્હી: લોકતંત્રની એ જ મજા છે કે તમે જેનો સમય પૂરો થઈ ગયેલો ગણો તેને ક્યારે જનતા માથે બેસાડી દે તે કહી શકાય નહીં. શરદ પવાર અને તેમની પાર્ટી એનસીપીએ આ વાત સાબિત કરી દીધી. મહારાષ્ટ્રમાં એનસીપીનું મજબુત પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ચૂંટણી પહેલા એવું કહેવામાં આવતું હતું કે એનસીપી માટે આ વખતે બહુ શક્યતાઓ નથી. હાલાત એવા હતાં કે સહયોગી પાર્ટી કોંગ્રેસની ટોપ લિડરશીપે મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં બહુ ઝાઝો ઉત્સાહ અને રસ દેખાડ્યો નહીં. આંતરિક કલેહ પણ ચરમસીમાએ જોવા મળ્યો હતો. 

જો કે આમ છતાં વિપરિત સ્થિતિમાં પણ શરદ પવાર એકલા હાથે લડતા રહ્યાં. મરાઠા ટાઈગર કહેવાતા 79 વર્ષના શરદ પવારે એકલા હાથે કેમ્પેઈન કર્યું અને નરેન્દ્ર મોદી, અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ પર સીધા પ્રહાર કર્યાં. પવારના આગળ આવવાને કારણે જ તેમના ગઢમાં જનતાએ તેમના પર ફરી એકવાર  ભરોસો દર્શાવ્યો. 

શરદ પવારની આ વધેલી તાકાતનો એ વાત પરથી પણ અંદાજો લગાવી શકાય છે કે તેમની પરંપરાગત સીટ ગણાતી બારામતીથી તેમના ભત્રીજા અજીત પવાર 140,000થી વધુ મતોથી આગળ છે. બારામતી વિધાનસભા બેઠકથી તેમને એકલાને અત્યાર સુધી 84 ટકા મતો મળ્યાં છે. ગત ચૂંટણીમાં 41 બેઠકો જીતનારી એનસીપી હવે 54  બેઠકો સુધી પહોંચતી જોવા મળી રહી છે. 

જુઓ LIVE TV

બીજી બાજુ કોંગ્રેસનો આંકડો 40 પર પહોંચતો જોવા મળી રહ્યો છે. ગત વખતે કોંગ્રેસને 42 બેઠકો મળી હતી. કોંગ્રેસનું પોતાનું પ્રદર્શન જોવા જઈએ તો વર્ષ 2014ની સરખામણીમાં નબળુ સાબિત થયું છે. આ એટલા માટે પણ મહત્વનું છે કારણ કે અત્યાર સુધી એનસીપીને કોંગ્રેસનો જૂનિયર પાર્ટનર ગણવામાં આવતી હતી. પરંતુ મરાઠા નેતા શરદ પવારે સીટો વધારી એટલું જ નહીં પંરતુ કોંગ્રેસ કરતા પણ વધુ બેઠકો મેળવી છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More