Home> India
Advertisement
Prev
Next

મહારાષ્ટ્ર: 'પ્રોટેમ સ્પીકર' માટે આ 3 નામોની છે ચર્ચા, જાણો કોણ છે આ

મહારાષ્ટ્રમાં દેવેંદ્વ ફડણવીસ અને અજિત પવારની સરકારને આવતીકાલે બહુમત સાબિત કરવાનો છે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલને આગ્રહ કર્યો છે કે આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી પ્રોટેમ સ્પીકરની નિમણૂંકમાં ફ્લોર ટેસ્ટ થાય. સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ મુંબઇમાં કેબિનેટની બેઠક થઇ રહી છે.

મહારાષ્ટ્ર: 'પ્રોટેમ સ્પીકર' માટે આ 3 નામોની છે ચર્ચા, જાણો કોણ છે આ

મુંબઇ: મહારાષ્ટ્રમાં દેવેંદ્વ ફડણવીસ અને અજિત પવારની સરકારને આવતીકાલે બહુમત સાબિત કરવાનો છે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલને આગ્રહ કર્યો છે કે આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી પ્રોટેમ સ્પીકરની નિમણૂંકમાં ફ્લોર ટેસ્ટ થાય. સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ મુંબઇમાં કેબિનેટની બેઠક થઇ રહી છે. ડેપ્યુટી સીએમ અજિત પવાર સીએમ દેવેંદ્વ ફડણવીસને મળવા માટે પહોંચ્યા છે. તમને જણાવી દઇએ કે ફ્લોર ટેસ્ત લેતાં પહેલાં ધારાસભ્યોને શપથ અપાવવામાં આવે છે અને ત્યારબાદ ફ્લોર ટેસ્ટ થાય છે. 

ધારાસભ્યોને શપથ પ્રોટેમ સ્પીકર અપાવે છે. પ્રોટેમ સ્પીકર સામાન્ય રીતે સૌથી વરિષ્ઠ સભ્યને બનાવવામાં આવે છે. આ યાદીમાં ત્રણ નામોની ચર્ચા છે. તેમાં કાલીદાસ કોલંબર, બબ્બનરાવ પાચુપતે અને બાલાસાહબ થોરાટ છે. કાલીદાસ કોલંબર 8 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલમાં તે મુંબઇની વડાલા સીટ પરથી ધારાસભ્ય છે. બીજું નામ બબ્બનરાવ પાચુપતેનું છે, બબ્બનરાવ અહમદનગર જિલ્લાના શ્રીગોંડા વિધાનસભા પરથી ધારાસભ્ય છે. આ 7 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ બાલાસાહેબ થોરાટનું નામ પણ પ્રોટેમ સ્પીકર માટે ચર્ચામાં છે. બાલાસાહબ થોરાટ 8 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More