Home> India
Advertisement
Prev
Next

Mahant Narendra Giri ના મોતના એક વર્ષ બાદ ખોલવામાં આવ્યો રૂમ, મળ્યો કિંમતી સામાન

Mahant Narendra Giri Latest News: પાછલા વર્ષે 20 સપ્ટેમ્બરે મહંત નરેન્દ્ર ગિરીના મોત બાદ તેઓ રહેતા તે રૂમને ખોલવામાં આવ્યો છે. મહંત નરેન્દ્ર ગિરીના રૂમને ખોલવા માટે પોલીસ અને મેજિસ્ટ્રેટની સાથે સીબીઆઈની ટીમ પણ મઠ બાધમ્બરી પહોંચી હતી. 

Mahant Narendra Giri ના મોતના એક વર્ષ બાદ ખોલવામાં આવ્યો રૂમ, મળ્યો કિંમતી સામાન

નવી દિલ્હીઃ Mahant Narendra Giri Suicide Case: અખાડા પરિષદના અધ્યક્ષ રહેલા મહંત નરેન્દ્ર ગિરીના મોત બાદ રૂમને ખોલવામાં આવ્યો છે. પાછલા વર્ષે 20 સપ્ટેમ્બરે મહંત નરેન્દ્ર ગિરીના મોત બાદ તેઓ રહેતા તે રૂમનું તાળુ ખોલવામાં આવ્યું છે. મહંત નરેન્દ્ર ગિરીના રૂમને ખોલવા માટે પોલીસ અને મેજિસ્ટ્રેટની સાથે સીબીઆઈની ટીમ પણ મઠ બાધમ્બરી ગાદી પહોંચી હતી. જે સમયે મહંતના રૂમનું તાળુ ખોલવામાં આવ્યું, તે સમયે રૂમની ફોટો અને વીડિયોગ્રાફી કરાવવામાં આવી હતી. સાથે રૂમમાંથી મળેલા સામાનનું લિસ્ટ પણ પૈતાય કરવામાં આવ્યું છે. જેમાં મઠ બાધમ્બરી ગાદી સાથે જોડાયેલા જરૂરી દસ્તાવેજ અને કિંમતી સામાન પણ મળ્યા છે. 

એક વર્ષ બાદ રૂમ ખોલવામાં આવ્યો
હાલ મેજિસ્ટ્રેટની હાજરીમાં રૂમને ખોલ્યા બાદ મઠની ચાવી વર્તમાન મહંત બલવીર ગિરીને આપી દેવામાં આવી હતી. અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ રહેલા મહંત નરેન્દ્ર ગિરીનો મૃતદેહ પાછલા વર્ષે 20 સપ્ટેમ્બરે મઠના રૂમમાં લટકતો મળ્યો હતો. મહંતના મોતની તપાસ સીબીઆઈએ કરી અને તેમના શિષ્ય રહેલા આનંદ ગિરી અને મંદિરના પુજારી આધા પ્રસાદ તિવારી અને તેમના પુત્રને મહંતના આપઘાત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. મહંતના મોત બાદ જ્યાં એક તરફ સ્યુસાઇડવાળા રૂમને સીલ કરવામાં આવ્યો તો પોલીસે મઠની અંદર પ્રથમ ફ્લોર પર બનેલા રૂમને પણ સીલ કર્યો, જેમાં મહંત નરેન્દ્ર ગિરી રહેતા હતા. 

આ પણ વાંચોઃ કેન્દ્રમાં સરકાર બની તો પછાત રાજ્યોને આપીશું વિશેષ રાજ્યનો દરજ્જો, નીતિશ કુમારે કરી જાહેરાત

મઠના તે રૂમને ખોલાવવાને લઈને વર્તમાન મહંત બલવીર ગિરીએ ઓફિસરોને વિનંતી કરવાની સાથે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટના આદેશ બાદ ગુરૂવારે પોલીસ અને મેજિસ્ટ્રેટની સાથે સીબીઆઈની હાજરીમાં રૂમ ખોલવામાં આવ્યો હતો. મહંતના મોત બાદ એક વર્ષ સુધી આ રૂમ બંધ રહ્યો હતો. 

રૂમની તપાસ તે સમયે કરવામાં આવી હતી જ્યારે મહંતે આત્મહત્યા કરી હતી. સીબીઆઈ સિવાય પોલીસે પણ રૂમમાં તપાસ કરી હતી. આશરે એક વર્ષ બાદ સીલ રૂમને ખોલીને ચાવી વર્તમાન મહંતને સોંપતા પહેલા પણ પોલીસ અને સીબીઆઈએ રૂમમાં તપાસ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More