Home> India
Advertisement
Prev
Next

કોંગ્રેસની સરકાર બનશે તો 10 દિવસમાં તમામ ખેડૂતોનું દેવુ માફ: રાહુલ ગાંધી

શિવરાજસિંહ ચૌહાણ જ્યાં પણ જાય છે માત્ર જાહેરાતો કરે પરંતુ કોઇ કાર્યવાહી નથી થતી, તેમણે અહીંની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ખતમ કરી દીધી છે

કોંગ્રેસની સરકાર બનશે તો 10 દિવસમાં તમામ ખેડૂતોનું દેવુ માફ: રાહુલ ગાંધી

ઉજ્જૈન : મધ્યપ્રદેશની ધાર્મિક નગરી ઉજ્જૈનથી પોતાની બે દિવસીય યાત્રા પુર્ણ કર્યા બાદ રાહુલ ગાંધીએ ઉજ્જૈનના દશેરા મેદાનમાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. જ્યાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, કેન્દ્રમાં કોંગ્રેસ સરકારનાં આવ્યાનાં 10 દિવસમાં જ પાર્ટી તમામ ખેડૂતોનું દેવુ માફ કરશે. માર્કેટિંગ યાર્ડમાં જાય છે તો તેનો પાક તોલવામાં નથી આવતો, યોગ્ય ભાવ નથી મળતો જો મળે છે તો તે મહિનાઓ બાદ મળે છે. બોનસ પણ નથી મળતું. 

વીમાના પૈસા નથી મળતા. જો કે કોંગ્રેસની સરકારમાં ખેડૂતોને આવી કોઇ જ પરેશાની નહી પડે. જો કોંગ્રેસની સરકાર બને છે તો તમામ ખેડૂતોનું દેવું માફ થશે અને તે પણ 10 દિવસની અંદર 

ભાજપનો ધર્મ ભ્રષ્ટાચાર: રાહુલ
કોંગ્રેસ અધ્યક્ષે રાજ્યસરકાર પર પણ શાબ્દિક પ્રહારો કર્યા હતા. પોતાના સંબોધનમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ ધર્મની વાતો કરે છે, પરંતુ તેમનો ધર્મ તો ભ્રષ્ટાચાર છે. શિવરાજ સિંહ ચૌહાણ જ્યાં પણ જાય છે જાહેરાત કરે છે કે 20 હજાર જાહેરાતો કરી પરંતુ અહીની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને ખતમ કરી દેવામાં આવી. આ ઇન્ડસ્ટ્રીને અમે ફરીથી ચાલુ કરીશું અને અહીના યુવા ટેક્સટાઇલર્સ ઇન્ડસ્ટ્રીમાં રોજગાર મેળવશે. ભાજપની ક્ષિપ્રા નદી સાફ કરવામાં 400 કરોડ રૂપિયા ખર્ચ કર્યા પરંતુ નદીમાં ગંદકી યથાવત્ત છે. 

વન રેંક વન પેન્શન
વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા તેમણે આગળ કહ્યું કે પૂર્વ સૈનિકોએ જણાવ્યું કે મોદીજીએ વન રેંક વન પેંશનની વાત કરી અને જ્યાં પણ જાય છે કહે છે કે વન રેંક વન પેંશન થઇ ગયું. જ્યારે સત્ય છે કે આજ સુધી વન રેંક વન પેંશન નથી થયું. મોદીજી ખોટુ બોલે છે. હિન્દુસ્તાનના વડાપ્રધાને ફ્રાંસના રાષ્ટ્રપતિને કહ્યું કે, જો રાફેલ હવાઇ જડાહનો સોદો કરવાનો છે તો કોન્ટ્રાક્ટ HALને નહી અનિલ અંબાણીને મળશે. નરેન્દ્ર મોદીજીને અનિલ અંબાણીને 30 હજાર કરોડ રૂપિયા આપવા માટે મધ્યપ્રદેશના યુવાનો પાસેથી રોજગાર છીનવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More