Home> India
Advertisement
Prev
Next

MP ના વિદિશામાં કુવામાં પડી ગયા 15 લોકો, બચાવ માટે NDRF ની ટીમ રવાના

15 લોકો કુવામાં પડવાની ઘટના પર પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે કહ્યુ કે, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ભોપાલથી ઘટનાસ્થળ માટે રવાના થઈ છે. 

MP ના વિદિશામાં કુવામાં પડી ગયા 15 લોકો, બચાવ માટે NDRF ની ટીમ રવાના

વિદિશાઃ મધ્યપ્રદેશના વિદિશામાં એક કુવામાં ઓછામાં ઓછા 15 લોકો પડી જવાની ઘટના સામે આવી છે. ઘટના વિદિશાના ગંજબસૌદા વિસ્તારમાં થઈ છે. ઘટનાનું કારણ હજુ સામે આવ્યું નથી. બચાવ કાર્ય માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને ઘટનાસ્થળ માટે રવાના કરવામાં આવી છે. 

જાણકારી પ્રમાણે ગંજબસૌદાના લાલ પઠાર ગામમાં થઈ છે. કુવામાં સૌથી પહેલા એક બાળક પડી ગયું હતું. તેને કાઢવાના પ્રયાસમાં લોકોની ભીડ ત્યાં ભેગી થઈ. કુવાની દીવાલ ભીડનો ભાર સહન ન કરી શકી અને તૂટી ગઈ. તેના કારણે 20થી વધુ લોકો કુવામાં પડી ગયા હતા. તેમાંથી કેટલાક લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે જ્યારે હજુ ઘણા લોકો કુવાની અંદર છે. 

આ કુવામાં માત્ર વચ્ચેનો ભાગ ખુલો રહેતો હતો, બાકી ભાગ બંધ હતો. બાળકોને શોધવા માટે લોકો કુવાની છત પર ચઢી ગયા. ભીડના દવાબને કારણે બંને તરફથી છત ધરાશાયી થઈ હતી. તેના કારણે છત પર ઉભેલા લોકો પાણીમાં પડી ગયા. સરપંચ પ્રમાણે આ કુવો આશરે 30 ફુટ ઉંડો છે. જેમાં 20 ફુટ પાણી ભરેલું છે. 
 

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઘટનાની પુષ્ટિ કરી છે. ચૌહાણે જણાવ્યુ કે વિદિશાના એસપી અને કલેક્ટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. તેમણે જિલ્લાના પ્રભારી મંત્રી વિશ્વાસ સારંગને પણ ઘટનાસ્થળે પહોંચવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ ઘટનાની તપાસના આદેશ પણ આવ્યા છે અને બચાવ કાર્યોનું મોનિટરિંગ કરી રહ્યા છે. આ માટે વિદિશામાં એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More