Home> India
Advertisement
Prev
Next

Lucknow: કેબ ડ્રાઈવરને પીટનારી યુવતી સામે આવી, FIR થતા બોલી- માનસિક બીમારીનો ઈલાજ ચાલે છે

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં કેબ ડ્રાઈવરની પીટાઈ કરનારી આરોપી યુવતી હવે સામે આવી છે અને સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો છે.

Lucknow: કેબ ડ્રાઈવરને પીટનારી યુવતી સામે આવી, FIR થતા બોલી- માનસિક બીમારીનો ઈલાજ ચાલે છે

લખનૌ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં કેબ ડ્રાઈવરની પીટાઈ કરનારી આરોપી યુવતી હવે સામે આવી છે અને સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો છે. પોલીસ તરફથી એફઆઈઆર દાખલ થયા બાદ મારપીટની આરોપી પ્રિયદર્શિની નારાયણ યાદવે પોલીસ પર બેદરકારી વર્તવાનો આરોપ લગાવ્યો છે. 

યુવતીએ મારઝૂડ પર કરી સ્પષ્ટતા
દૈનિક ભાસ્કર સાથે વાતચીતમાં આરોપી યુવતીએ ક હ્યું કે તે રોડ ક્રોસ કરી રહી હતી, ત્યારે જ કેબ સિગ્નલ તોડીને તેના પગને સ્પર્શી અને પાસે ઊભેલા પોલીસકર્મીએ તેને રોક્યો પણ નહીં. યુવતીએ કહ્યું કે તે સમયે મારું હ્રદય બેસી ગયું હતું અને મને લાગ્યું હતું કે કાર મારી ઉપર ચડી જશે. આથી મે કેબ ડ્રાઈવરની પીટાઈ કરી કારણ કે હું તેને રોકત નહીં તો મને મારી નાખત.

માનસિક બીમારીનો ઈલાજ ચાલે છે
લખનૌની પ્રિયદર્શિની નારાયણ યાદવે કહ્યું કે તેની માનસિક બીમારીની સારવાર ચાલુ છે અને તેણે રોજ વોક કરવી પડે છે. 30 જુલાઈની રાતે પણ તે વોક પર નીકળી હતી અને ચાર રસ્તે કેબ ડ્રાઈવરે સિગ્નલ તોડીને ગાડી આગળ વધારી જે મારા પગને અડી ગઈ. પ્રિયદર્શિનીએ આરોપ લગાવ્યો કે કેબ ડ્રાઈવર મોબાઈલ ચલાવતો ડ્રાઈવ કરતો હતો. જેના કારણે તેને ગુસ્સો આવ્યો અને તેને નીચે ઉતારી માર્યો. 

યુવતીએ ડ્રાઈવર પર લગાવ્યો આ આરોપ
પ્રિયદર્શિની યાદવે ઈન્સ્ટાગ્રામ પર સ્પષ્ટતા કરી છે અને લખ્યું કે 'સ્મોક એન્ડ ડ્રાઈવ. બધા મને બ્લેમ કરી રહ્યા છે કે મે તેને કેમ માર્યો. પરંતુ કોઈ મારી સ્ટોરી જાણવા માંગતુ નથી. જ્યારે સિગ્નલ રેડ હતું ત્યારે રોડને લગભગ ક્રોસ કરી ચૂકી હતી. ત્યારે જ ગંજેડી ડ્રાઈવરે મને ટકકર મારી. ભગવાનની કૃપાથી બબચી ગઈ. તે પોતાની ભૂલ માનતો નહતો અને દલીલ કરતો હતો. આથી મે તેને થપ્પડ મારી. જો કોઈને એમ લાગે કે મે કાયદો હાથમાં લીધો છે તો તેના માટે હુ માફી માંગુ છું. પરંતુ ચૂપ રહેવાની જગ્યાએ હું એન્ટી સોશિયલ એલિમેન્ટ્સને જવાબ આપવો વધુ સારું એમ માનું છું. સંઘી અને ભક્ત મને ફેક ફેમનિસ્ટ ગણાવી રહ્યા છે. આ કમ સે કમ મરવા અને કેન્ડલ માર્ચ કાઢવા કરતા તો સારું જ છે.'

fallbacks

શું છે સમગ્ર મામલો?
અત્રે જણાવવાનું કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી કેબ ડ્રાઈવરને રસ્તા વચ્ચે પોલીસની સામે જ થપ્પડો મારે છે. યુવતી કેબ ડ્રાઈવ પર કાર ચડાવી મારવાનો આરોપ લગાવીને કોલર પકડીને નીચે ખેંચે છે અને તેને મારવા લાગે છે. છોકરીએ તેનો મોબાઈલ પણ તોડી નાખ્યો. વીડિયોમાં ટ્રાફિક પોલીસકર્મીની સામે જ યુવતી કેબ ડ્રાઈવર પર સતત થપ્પડોનો વરસાદ કરતી જોવા મળે છે. આ બધા વચ્ચે એક પોલીસકર્મી વચ્ચે બચાવની કોશિશ કરે છે. પરંતુ મહિલા એક પછી એક થપ્પડ મારે છે. વીડિયોમાં જોવા મળે છે કે કેબનો સાઈડ મિરર પણ તૂટી ચૂક્યો છે. યુવતી કેબ ડ્રાઈવરને બચાવવાની કોશિશ કરી રહેલા એક યુવકનો પણ કોલર પકડી લે છે. આ દરમિયાન યુવતી એ બોલતા સાંભળી શકાય છે કે કારે તેને ટક્કર મારી.

સીસીટીવી ફૂટેજથી સત્ય સામે આવ્યું
ત્યારબાદ ચાર રસ્તે લાગેલા સીસીટીવી ફૂટેજથી સત્ય સામે આવ્યું. આ ફૂટેજથી ખબર પડી કે આખરે શું થયું હતું અને યુવતીની પોલ ખુલી ગઈ. ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે યુવતી ચાલુ ગાડીઓ વચ્ચે રોડ ક્રોસ કરવાની કોશિશ કરતી હતી અને આ દરમિયાન અચાનક તે કેબ સામે આવી જાય છે. ત્યારબાદ ડ્રાઈવર બ્રેક મારીને ગાડી રોકે છે. ત્યારે યુવતી આવે છે અને કેબ ડ્રાઈવરને મારપીટ કરવા લાગે છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ લોકોએ યુવતીની ધરપકડની માગણી કરી અને ટ્વિટર પર #ArrestLucknowGirl થવા લાગ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More