Home> India
Advertisement
Prev
Next

અયોધ્યાના રામને છેતરીને આવી ગુજરાતની કંપની, 844 કરોડના પ્રોજેક્ટમાં યોગી સરકારની નોટિસ

Ayodhya Ram Path News: અયોધ્યામાં પહેલા વરસાદમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રામપથમાં વિવિધ જગ્યાએ ખાડાઓ પડી ગયા છે. લોકો આ કામ પર સવાલ ઉઠાવી રહ્યાં છે. નોંધનીય છે કે આ રામપથનું નિર્માણ ગુજરાતની એક કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. હવે યોગી સરકારે કંપનીને નોટિસ ફટકારી છે.

અયોધ્યાના રામને છેતરીને આવી ગુજરાતની કંપની, 844 કરોડના પ્રોજેક્ટમાં યોગી સરકારની નોટિસ
Updated: Jun 29, 2024, 05:06 PM IST

અયોધ્યાઃ પ્રથમ વરસાદમાં 844 કરોડના બજેટવાળો અયોધ્યાનો રામપથ જગ્યાએ-જગ્યાએ ધરાશાયી થઈ ગયો છે. રામપથમાં જગ્યાએ જગ્યાએ ભૂવા પડી જતા રાજ્ય સરકારે કડલ વલણ અપનાવ્યું છે. નોંધનીય છે કે અયોધ્યામાં રામપથના નિર્માણનો કોન્ટ્રાક્ટ ગુજરાતી કંપનીને આપવામાં આવ્યો હતો.

રામપથ પર ખાડાઓને કારણે બાંધકામના કામ પર ઉઠતા પ્રશ્નોને લઈને જાહેર બાંધકામ વિભાગ અને જલ નિગમ (અર્બન)ના બે કાર્યપાલક ઈજનેર, બે સહાયક ઈજનેર અને બે જુનિયર ઈજનેરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ, ગુજરાતની એક્ઝિક્યુટિવ બોડી મેસર્સ ભુગન ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડને નોટિસ મોકલવામાં આવી છે.

સસ્પેન્ડ કરાયેલા એન્જિનિયરોમાં પબ્લિક વર્કસ એક્ઝિક્યુટિવ એન્જિનિયર ધ્રુવ અગ્રવાલ, મદદનીશ ઈજનેર અનુજ દેશવાલ અને જુનિયર ઈજનેર પ્રભાત કુમાર પાંડે ઉપરાંત જલ નિગમના કાર્યપાલક ઈજનેર આનંદ કુમાર દુબે, મદદનીશ ઈજનેર રાજેન્દ્ર કુમાર યાદવ, જુનિયર ઈજનેર મોહમ્મદ પટેલનો સમાવેશ થાય છે. શાહિદનો પણ સમાવેશ થાય છે. લખનૌ પ્રદેશના જલ નિગમના ચીફ એન્જિનિયરને તપાસ અધિકારી તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે અને તેમને 30 જુલાઈ સુધીમાં રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ લદાખમાં દુર્ઘટના, ટેંકો સાથે અભ્યાસ દરમિયાન અચાનક નદીમાં જળસ્તર વધી જતા 5 જવાન શહીદ

આદેશમાં શું કહ્યું
વિદેશ સવિચ લોક નિર્માણ વિભાગના વિનોદ કુમાર તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યું કે અયોધ્યામાં 22થી 25 જૂનના વરસાદ દરમિયાન નવનિર્મિત માર્ગની સપાટી ઓછા સમયમાં ક્ષત્રિગ્રસ્ત થઈ ગઈ છે. સરકારના સર્વોચ્ચ અગ્રતાના કામોમાં બેદરકારી અને ઉદાસીનતાને કારણે સરકારી નુકસાનની સાથે સામાન્ય જનતાના મનમાં સરકારની છબી ખરડાઈ છે. ગંભીર અનિયમિતતા માટે જવાબદાર ધ્રુવ અગ્રવાલ તથા સહાયક એન્જિનિયર અનુજ દેશવાલને તાત્કાલીક પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

જાન્યુઆરી 2023માં શરૂ થયું હતું કામ
844 કરોડના બજેટવાળા રામપથનું કામ 24 જાન્યુઆરી 2023ના શરૂ થયું હતું. આ કામને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવ્યું હતું. પ્રથમ ફેઝમાં અયોધ્યા ધામ (નવા ઘાટથી રામ મંદિર સુધી) 4.5 કિમી, બીજા ફેઝમાં અયોધ્યા ધામથી સર્કિટ હાઉસ સુધી (3 કિમી) અને અંતિમ ફેઝમાં સર્કિટ હાઉસથી સહાદતગંજ બાઈપાસ (5.4 કિમી) નું કામ થવાનું હતું. 

સમય મર્યાદા પહેલા કામ પૂરો કરવાનો હતો આદેશ
બે ફેઝનું કામ નિર્ધારિત સમય પહેલા પૂરુ થયું, પરંતુ ત્યારબાદ 11 નવેમ્બર 2023ના અયોધ્યાના ભવ્ય દીપોત્સવ કાર્યક્રમને જોતા રામ પથના નિર્માણને નક્કી સમય કરતા પહેલા પૂરો કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સર્કિટ હાઉસથી સહાદતગંજનું કામ ઉતાવળમાં પૂરુ કરવામાં આવ્યું હતું. કાર્યદાયી સંસ્થાએ વિભાગને 30 ડિસેમ્બર 2023 એટલે કે ટાઈમલાઈનના 120 દિવસ પહેલા રોડનું કામ પૂરુ કરી વિભાગને હેન્ડઓવર કર્યું હતું. તે સમય નિર્માણમાં બેદરકારી દાખવવાની વાતો સામે આવી હતી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે