Home> India
Advertisement
Prev
Next

લોકસભા ચૂંટણી LIVE: સાંજે 7 વાગ્યા સુધી 61.14% મતદાન, પ્રણવ મુખરજીએ કર્યું મતદાન

લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કામાં 59 બેઠક પર મતદાન શરૂ થયું છે. આ તબક્કામાં કુલ 10.17 કરોડ મતદારો 979 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. ચૂંટણી પંચ દ્વારા 1.3 લાખ મતદાન મથક ઊભા કરાયા છે 
 

લોકસભા ચૂંટણી LIVE:  સાંજે 7 વાગ્યા સુધી 61.14% મતદાન, પ્રણવ મુખરજીએ કર્યું મતદાન

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કામાં 59 બેઠક પર મતદાન શરૂ થયું છે. આ તબક્કામાં કુલ 10.17 કરોડ મતદારો 979 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. ચૂંટણી પંચ દ્વારા 1.3 લાખ મતદાન મથક ઊભા કરાયા છે. છઠ્ઠા તબક્કામાં ઉત્તરપ્રદેશની 14, હરિયાણાની 10, બિહાર અને મધ્યપ્રદેશની 8-8, દિલ્હીની 7 અને ઝારખંડની 4 લોકસભા બેઠક પર મતદાન શરૂ થયું છે. આજે, આ મતદાન બાદ કેન્દ્રીય મંત્રી રાધામોહન સિંહ, હર્ષવર્ધન અને મેનકા ગાંધી ઉપરાંત સપા પ્રમુખ અખિલેશ યાદવ અને કોંગ્રેસ નેતાઓ દિગ્વિજયસિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાનાં ભાગ્ય EVMમાં કેદ થશે. 

લોકસભા ચૂંટણીનો આ તબક્કો ભાજપ માટે આકરી પરીક્ષા છે, કારણ કે 2014ની ચૂંટણીમાં ભાજપે તેમાંથી 45 બેઠક જીતી હતી. તૃણમુલ કોંગ્રેસે 8, કોંગ્રેસ-2 અને સમાજવાદી પાર્ટી-લોજપાનો 1-1 બેઠક પર વિજય થયો હતો. ભાજપે 2014ની ચૂંટણીમાં આ તબક્કામાં ઉત્તરપ્રદેશની 14માંથી 13 સીટ કબ્જે કરી હતી. એકમાત્ર અપવાદ આઝમગઢ જ્યાં સપાના સંસ્થાપક મુલાયમ સિંહ જીત્યા હતા.

4.00 PM : સાંજે 4 વાગ્યા સુધી સરેરાશ 50.74 ટકા મતદાન. પશ્ચિમ બંગાળમાં હિંસક ઘટનાઓ વચ્ચે સૌથી વધુ 70.51 ટકા મતદાન નોંધાયું.

6ઠ્ઠા તબક્કાનું મતદાન, 12 મે, 2019
રાજ્ય 10.00 AM 12.00 PM 2.00 PM 4.00 PM
બિહાર 09.03 % 20.70% 35.22% 44.40%
હરિયાણા 8.79 % 23.26% 39.16% 51.80%
મધ્ય પ્રદેશ 12.54 % 28.25% 42.27% 52.62%
ઉત્તર પ્રદેશ 09.37 % 21.75% 34.30% 43.26%
પશ્ચિમ બંગાળ 16.99 % 38.26% 55.77% 70.51%
ઝારખંડ 15.36 % 31.27% 47.16% 58.08%
દિલ્હી 07.91 % 19.55% 33.65% 45.22%
સરેરાશ 10.80 % 25.13% 39.74% 50.74%

3.30 PM : ચૂંટણી પંચ દ્વારા ખાનગી સુરક્ષા ગાર્ડ સાથે મતદાન મથકમાં પ્રવેશવા બદલ ચૂંટણી પંચ દ્વારા પશ્ચિમ બંગાળના ઘાટલના ભાજપના ઉમેદવાર ભારતી ઘોષ સામે FIR દાખલ કરવા પોલીસને આદેશ. ઉલ્લેખનીય છે કે, ભારતીય ઘોષ દ્વારા મતદાન મથકમાં પ્રવેશવાનો પ્રયાસ કરાયા બાદ સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. જેને પગલે TMC અને BJPના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. સ્થાનિક લોકોએ ભારતીય ઘોષની કાર ઉપર પથ્થરમારો પણ કર્યો હતો.

3.00 PM : 7 રાજ્યોની 59 બેઠક પર છઠ્ઠા તબક્કામાં અત્યાર સુધી 46.85% મતદાન. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 63.42% અને દિલ્હીમાં સૌથી ઓછું 37.20% મતદાન. આ ઉપરાંત, બિહાર - 44.16%, હરિયાણા - 47.76%, મધ્યપ્રદેશ 48.97%, ઉત્તર પ્રદેશ 41.36%, ઝારખંડ - 54.09% મતદાન નોંધાયું. 

fallbacks

2.50 PM : મોરેનામાં અસામાજિક તત્વોએ EVM મશીનમાં ગુંદર નાખી દીધો. 

2.40 PM : મધ્યપ્રદેશના મોરેનામાં દલિતો દ્વારા ભાજપને વોટ ન આપવામાં આવતાં અસામાજિક તત્વોએ તેમને ધક્કે ચડાવ્યા. 

2.30 PM : ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ કે.કામરાજ લેન ખાતે એન.પી. પ્રાઈમરી સ્કૂલમાં બનેલા મતદાન મથકમાં વોટિંગ કર્યું હતું. 

2.00 PM : 7 રાજ્યની 59 બેઠકો પર સરેરાશ 39.74 ટકા મતદાન નોંધાયું. ચૂંટણી પંચના આંકડા અનુસાર અત્યાર સુધી સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 55.77 ટકા નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું મતદાન દિલ્હીમાં 33.65 ટકા નોંધાયું છે. 

6ઠ્ઠા તબક્કાનું મતદાન, 12 મે, 2019
રાજ્ય 10.00 AM 12.00 PM 2.00 PM
બિહાર 09.03 % 20.70% 35.22%
હરિયાણા 8.79 % 23.26% 39.16%
મધ્ય પ્રદેશ 12.54 % 28.25% 42.27%
ઉત્તર પ્રદેશ 09.37 % 21.75% 34.30%
પશ્ચિમ બંગાળ 16.99 % 38.26% 55.77%
ઝારખંડ 15.36 % 31.27% 47.16%
દિલ્હી 07.91 % 19.55% 33.65%
સરેરાશ 10.80 % 25.13% 39.74%

1.45 PM : નીતી આયોગના સીઈઓ અમિતાભ કાન્ત અને મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. 

1.40 PM : પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીએ ઘાટલના જિલ્લા કલેક્ટર પાસેથી ભાજપના ઉમેદવાર ભારતી ઘોષના કાફલા પર સવારે થયેલા પથ્થરમારાનો રિપોર્ટ મગાવ્યો. 

1.30 PM : TMC અને BJPના કાર્યકર્તાઓ વચ્ચે ઘાટલના કેશપુરમાં ફરી થઈ માથાકૂટ. ગોટગેરિયા શિવશક્તિ હાઈ સ્કૂલમાં ટીએમસીના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ. 

fallbacks

1.00 PM : બપોરે 1 કલાક સુધી છઠ્ઠા તબક્કામાં સરેરાશ 27.38 ટકા મતદાન. બિહાર-20.70%, હરિયાણા - 28.50%, મધ્યપ્રદેશ- 30.70%, ઉત્તર પ્રદેશ - 24.34%, પશ્ચિમ બંગાળ- 39.57%, ઝારખંડ - 34.70%, દિલ્હી - 19.73%.  

12.35 PM : મહારાજગંજના સાંસદ જનાર્દન સિંઘ સિગરિવાલે તેમના ગામ છપરા (બિહાર)માં 209 નંબરના મતદાન મથકમાં મતદાન કર્યું હતું. 

12.30 PM : ઘાટલથી ભાજપના ઉમેદવાર ભારતી ઘોષના અંગત સુરક્ષા કર્મચારીએ જ્યારે સ્થાનિક લોકો દ્વારા તેમના પર પથ્થરમારો કરાયો હતો ત્યારે હવામાં ચાર રાઉન્ડ ગોળીબાર કર્યાનો આરોપ. તૃણમુલ કોંગ્રેસનો દાવો છે કે આ ગોળીબારમાં તેમનો એક કાર્યકર્તા બખ્ત્યાર ખાન ઘાયલ થયો છે અને તેને મેદનિપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

12.10 PM : બપોરે 12 વાગ્યા સુધીમાં લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યની 59 બેઠક પર સરેરાશ 25.13 ટકા મતદાન નોંધાયું હતું. સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 38.26 ટકા અને સૌથી ઓછું મતદાન દિલ્હીમાં 19.55 ટકા નોંધાયું છે. 

6ઠ્ઠા તબક્કાનું મતદાન, 12 મે, 2019
રાજ્ય 10.00 AM 12.00 PM
બિહાર 09.03 % 20.70%
હરિયાણા 8.79 % 23.26%
મધ્ય પ્રદેશ 12.54 % 28.25%
ઉત્તર પ્રદેશ 09.37 % 21.75%
પશ્ચિમ બંગાળ 16.99 % 38.26%
ઝારખંડ 15.36 % 31.27%
દિલ્હી 07.91 % 19.55%
સરેરાશ 10.80 % 25.13%

12.00 PM : કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા અને તેમના પતિ રોબર્ટ વાડ્રાએ દિલ્હીના લોધી એસ્ટેટમાં સરદાર પટેલ વિદ્યાલયમાં બનેલા મતદાન મથકમાં પોતાનો વોટ આપ્યો હતો. વોટ આપ્યા પછી પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, દિલ્હીમાં આપ સાથે ગઠબંધન કરવાથી કોગ્રેસને કોઈ ફાયદો થતો નહીં. મને હિંસાનો પુરસ્કાર સ્વીકાર્ય નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, જનતા વોટથી જવાબ આપશે અને કોંગ્રેસને આ વખતે અપેક્ષા કરતાં વધારે બેઠકો મળશે.  

11.50 AM : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમના પૈતૃક ગામ જૈત ખાતે મત આપ્યો, જે વિદિશા લોકસભા બેઠકમાં આવે છે. તેમની સાથે તેમના પત્ની અને પુત્રએ પણ મતદાન કર્યું હતું. 

11.45 AM : તૃણમુલ કોંગ્રેસ દ્વારા રિંગ બનાવાનો આરોપ પછી પશ્ચિમ બંગાળના બાંકુરાના 254 નંબરના મતદાન મથક પર ભાજપ અને TMCના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી. ભાજપના બૂથ એજન્ટને બહરા ફેંકી દીધો.  

11.40 AM : ભારતના વરિષ્ઠ ક્રિકેટર કપીલ દેવ તેમની પત્ની રોમી અને પુત્રી અમિયા સાથે દિલ્હીના મથુરા રોડ ખાતે આવેલી ડીપીએસ સ્કૂલમાં વોટ આપવા આવી પહોંચ્યા હતા. 

11.30 AM : યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી નર્માણ ભવન મતદાન મથક ખાતે વોટ આપવા આવી પહોંચ્યા હતા. 

11.10 AM : દિલ્હીના સૌથી વયોવૃદ્ધ મતદાતા 111 વર્ષના બચ્ચન સિંઘે સંત ગઢ મતદાન મથક ખાતે વોટ આપ્યા પછી મીડિયા સાથે વાતચીત કરી હતી. 

11.00 AM : અત્યાર સુધી સરેરાશ 12.90 ટકા મતદાન. દિલ્હીમાં સૌથી ઓછું 8.23 ટકા મતદાન. ચૂંટણી પંચના આંકડા મુજબ બિહાર-9.03%, હરિયાણા- 10.75%, મધ્યપ્રદેશ - 15.91%, ઉત્તર પ્રદેશ- 12.80%, પશ્ચિમ બંગાળ- 18.62%, ઝારખંડ - 19.13% મતદાન નોંધાયું છે. 

fallbacks

10.45 AM : વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ઔરંગઝેબ લેન ખાતે એન.પી. સિનિયર સેકન્ડરી સ્કૂલમાં મતદાન કર્યું હતું. 

10. 40 AM : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સિવિલ લાઈન્સ મતદાન મથકમાં પત્ની સાથે મતદાન કર્યું હતું. 

10. 15 AM : કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઔરંગઝેબ લેનમાં આવેલી એનપી સિનિયર સેકન્ડરી સ્કૂલમાં બનેલા મતદાન મથકમાં મતદાન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે આ ચૂંટણી નોટબંધી, ખેડૂતોની સમસ્યા, ગબ્બર સિંઘ ટેક્સ અને રાફેલ સોદામાં ભ્રષ્ટાચારના મુદ્દે લડવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચૂંટણીમાં દ્વેષપૂર્ણ પ્રચાર કર્યો છે, જ્યારે અમે પ્રેમથી પ્રચાર કર્યો છે. મને કોંગ્રેસના વિજયનો સંપૂર્ણ વિશ્વાસ છે. 

10.10 AM: લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કામાં સરેરાશ 10.80 ટકા મતદાન નોંધાયું છે. છઠ્ઠા તબક્કામાં બિહાર, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને દિલ્હીની બેઠકો પર મતદાન પ્રક્રિયા ચાલુ છે. ઉત્તરપ્રદેશમાં અને મધ્યપ્રદેશમાં અનેક સ્થળે ઈવીએમ મશીન કામ કરતા ન હોવાની ફરિયાદો મળી છે. પશ્ચિમ બંગાળમાં હિંસક ઘટનાઓ જોવા મળી છે. 

6ઠ્ઠા તબક્કાનું મતદાન, 12 મે, 2019
રાજ્ય 10.00 AM
બિહાર 09.03 %
હરિયાણા 8.79 %
મધ્ય પ્રદેશ 12.54 %
ઉત્તર પ્રદેશ 09.37 %
પશ્ચિમ બંગાળ 16.99 %
ઝારખંડ 15.36 %
દિલ્હી 07.91 %
સરેરાશ 10.80 %

9.52 AM : હરિયાણના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કરનાલ મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

9.50 AM : પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેરવા ભારતી ઘોષ પર દોગચાઈ મતદાન મથકની બહાર સ્થાનિકો દ્વારા પથ્થરમારો. ઘોષના ખાનગી સુરક્ષા કર્મચારીઓએ પથરા મારી રહેલા સ્થાનિક લોકો પર કર્યો હલવો લાઠીચાર્જ. સ્થાનિક લોકોનો દાવો છે કે, ભારતી ઘોષ મતદાન પ્રક્રિયામાં વિઘ્ન નાખવા માટે આવ્યા હતા. તેમણે ઘોષની કારના કાચ પણ તોડી નાખ્યા હતા.

9.45 AM : ઉત્તર પ્રદેશના માચાલિશહરમાં બે ડઝનથી વધુ મતદાન મથકો પર EVM મશીન કામ કરતા નથી. અસંખ્ય મુસ્લિમો સવારે 6.00 કલાકથી પોતાનો મત આપવા માટે લાઈનમાં ઊભા છે. 

fallbacks

9.30 AM : ઉત્તર પ્રદેશના નોઈડાથી એક મહિલા જાતે બૂલેટ ચલાવીને ઝારખંડના ધનબાદ પહોંચી હતી. યશોદા દૂબે નામની મહિલા મૂળ ધનબાદની રહેવાસી છે. તેણે સવારે સિંદરીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. 

fallbacks

9.25 AM : ઉત્તરપ્રદેશના સુલતાનપુરમાં ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી તથા મહાગઠબંધનના ઉમેદવાર સોનું સિંઘ વચ્ચે થોડી માથાકૂટ થઈ ગઈ હતી. મેનકા ગાંધીએ સોનું સિંઘ પર તેના કાર્યકર્તા દ્વારા મતદારોને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. 

9. 20 AM : ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં બનેલા મતદાન મથકમાં વોટ આપ્યો હતો.  

9. 10 AM : દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉત્તર-પૂર્વ દિલ્હીના ઉમેદવાર શીલા દિક્ષિતે નિઝામુદ્દીન (પૂર્વ) મતદાન મથકમાં મતદાન કર્યું હતું. 

9.05 AM : છઠ્ઠા તબક્કામાં અત્યાર સુધી સરેરાશ 3.76 ટકા મતદાન. બિહાર- 8.14%, હરિયાણા- 1.61%, મધ્યપ્રદેશ - 2.11%, ઉત્તર પ્રદેશ - 6.13%, પશ્ચિમ બંગાળ - 1.22%, ઝારખંડ - 4.45%,  રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર 1.70%.  

9.00 AM : પશ્ચિમ બંગાળમાં શનિવાર રાતથી જ લોકસભાની અનેક બેઠકો પર હિંસા. બેનાં મોત. રવિવારે પણ અનેક મતદાન મથકો પર ભાજપ અને તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીની ઘટના.

8.55 AM : મધ્યપ્રદેશના ગુનામાં અનેક મતદાન મથકો પર હજુ સુધી એક પણ વોટ પડ્યો નથી. શહેરી વિસ્તારોમાં સવારે 8 વાગ્યા પછી લાંબી લાઈનો લાગી. 

fallbacks

8.50 AM : પશ્ચિમ બંગાળના નારાયણગઢ હુસેનપુર વિસ્તારમાં ભાજપ-તૃણમુલના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ. આ ઘટનામાં બંને પાર્ટીના કાર્યકર્તાઓ સંડોવાયેલા છે. 

8.45 AM : દિલ્હીની ચાંદની ચોક લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો. હર્ષવર્ધને રવિવારે જણાવ્યું કે, આ વખતે મોદી લહેર નહીં પરંતુ 'મોદી સુનામી' છે. 

8.40 AM : પશ્ચિમ બંગાળની ઘટાલ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ઘાયલ. 

8.35 AM : ઉત્તરપ્રદેશના મંત્રી સિદ્ધાર્થનાથ સિંઘે પ્રયાગરાજમાં મતદાન કર્યા પછી મીડિયા સમક્ષ ફોટો પડાવ્યો હતો. 

8:30 AM : ભાજપના ઉમેદવાર વિદિશા રમાકાંત ભારગવે બુધની લોકસભા બેઠકમાં 52 નંબરના બૂથ પર પોતાનો વોટ નાખ્યો. 

8.11 AM : હરિયાણના ભીંડમાં 55 નંબરના મતદાન મથક પર EVM મશીન કામ કરતું નથી.

fallbacks

8.07 AM : ઉત્તર પ્રદેશના દુમારિયાગંજમાં બે ડઝનથી વધુ EVM ખોટકાયા. 

8.05 AM : વિદિશાના કોંગ્રેસના ઉમેદવાર શૈલેન્દ્ર પટેલે તેમનાં પત્ની પ્રજ્ઞા પટેલ સાથે મતદાન મથક 158 પર કર્યું મતદાન. 

8.04 AM : ત્રિપૂરા પશ્ચિમ લોકસભા બેઠકની 168 મતદાન મથક પર ભારે સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું.

8.02 AM : મધ્યપ્રદેશના મોરેનામાં 83 નંબરના બૂથમાં EVM  કામ કરતું ન હોવાના સમાચાર. 

8.00 AM: પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીરે ઓલ્ડ રાજિંદર નગરમાં આવેલા મતદાન મથકમાં પત્ની સાથે મતદાન કર્યું હતું. તેની સામે કોંગ્રેસના અરવિંદર સિંઘ લવલી અને આપની આતિશી ઉમેદવાર છે. 

7.57 AM : જોનપુર, ઉત્તરપ્રદેશઃ ગનાપુરના બૂથ નંબર 359માં EVM મશીન ખોટકાઈ જતાં મતદાન પ્રક્રાય શરૂ થવામાં થયો વિલંબ. આ ઉપરાંત સાબેલીના બૂથ નંબર-80માં પણ EVM કામ નહીં કરતું હોવાના સમાચાર.

7.50 AM: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુગ્રામમાં પીનક્રેસ્ટ સ્કૂલમાં મતદાન કર્યા પછી મીડિયા સમક્ષ પોઝ આપ્યો હતો. 

7.35 AM:  સાધ્વી પ્રજ્ઞાએ ભોપાલ બેઠક પર કર્યું મતદાન. પ્રજ્ઞાની સામે મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. ગુનામાં કોંગ્રેસના સાંસદ અને ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ ગ્વાલિયરમાં પોતાનો વોટ આપ્યો હતો. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લોકોને મતદાનમાં ઉત્સાહભેર ભાગ લેવા કરી અપીલ. 

7.15 AM:  "લોકસભા ચૂંટણી 2019ના અન્ય તબક્કાનું મતદાન શરૂ થયું છે. આજે છઠ્ઠા તબક્કામાં જે લોકસભા બેઠક પર મતદાન થવાનું છે ત્યાંના તમામ મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લેવા માટે મારી વિનંતી છે. મને આશા છે કે પ્રથમ વખત મત આપનારા યુવાનો પણ આ મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લેશે. યુવાનોની ભાગીદારી આ ચૂંટણીને વધુ મહત્વની બનાવે છે." 

દિલ્હીમાં મહિલાઓનું વિશેષ મતદાન મથક
પૂર્વ દિલ્હીના બૂથ નંબર 64,65 અને 66 માટે શહેરના જલ વિહાર વિસ્તારની એમસીડી પ્રાઈમરી સ્કૂલમાં ચૂંટણી પંચ દ્વારા માત્ર મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત વિશેષ મોડેલ મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે. આ બેઠક પર ભાજપના ગૌતમ ગંભીર, આપ પાર્ટીની આતિશી અને કોંગ્રેસના અરવિંદર સિંઘ લવલી ચૂંટણી લડી રહ્યા છે. 

ભોપાલ પર સૌની નજર
મધ્યપ્રદેશમાં ભોપાલ, મુરૈના, ભીંડ, ગ્વાલિયર, ગુના, સાગર, વિદિશા અને રાજગઢ સીટો પર પણ મતદાન થવાનું છે. મધ્યપ્રદેશમાં મતદાનનો ત્રીજો તબક્કો છે. અહીં પહેલા તબક્કા 29 એફ્રીલ અને બીજા તબક્કા 6 મેનાં રોજ મતદાન થઇ ચુક્યું છે. અંતિમ તબક્કાનું મતદાન 19 મેનાં રોજ થશે. ભોપાલ સીટ પર તમામ લોકોની નજર છે. અહીં ભાજપના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ અને ભાજપ ઉમેદવાર પ્રજ્ઞાસિંહ ઠાકુર વચ્ચે ચૂંટણી થવાની છે. જ્યારે કોંગ્રેસ મહાસચિવ અને ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા ચૂંટણી લડી રહ્યા છે. મુરૈનાથી કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા નરેન્દ્ર સિંહ તોમર મેદાનમાં છે. 

દિલ્હીમાં પણ તોફાની યુદ્ધ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની તમામ 7 સીટો પર ચૂંટણી થવાની છે. 18 મહિલાઓ સહિત 164 ઉમેદવાર અહી ભાગ્ય અજમાવી રહ્યા છે. દિલ્હીમાં ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મેચ થવાની આશા છે. રાજધાનીમાં કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને ઉમેદવાર શીલા દીક્ષિત, મુક્કાબાજ વિજેન્દર સિંહ, ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, આમ આદમી પાર્ટી ઉમેદવાર આતિશી અને ક્રિકેટર તથા નેતા ભાજપ ઉમેદવાર ગૌતમ ગંભીર પર તમામની નજર ટકેલી છે. 

હરિયાણા 10 બેઠક મહત્વની 
હરિયાણામાં કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીત અને કૃષ્ણપાલ ગુર્જર સહિત 223 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પૂર્વ મુખ્યમંત્રી અને રોહતકથી કોંગ્રેસનાં હાલનાં ધારાસભ્ય ભુપેન્દ્ર સિંહ હુડ્ડા આ વખતે લોકસભા ચૂંટણીમાં સોનીપતથી ભાગ્ય અજમાવી રહ્યા છે. આ અગાઉ હુડ્ડા રોહતકથી ચાર વખત સાંસદ રહી ચુક્યા છે. હુડ્ડાનાં પુત્ર અને રોહતકથી હાલના સાંસદ દીપેન્દ્ર આ વખતે પણ કોંગ્રેસમાંથી ઉમેદવાર છે. 

લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More