Home> India
Advertisement
Prev
Next

LPG Price: સવાર સવારમાં આવ્યા મોટા ખુશખબર! LPG સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ

LPG Cylinder Price:  ગેસ સિલિન્ડરના ભાવમાં કાપ મૂકીને ઓઈલ કંપનીઓએ જનતાને મોટી રાહત આપી છે. જો કે ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. 

LPG Price: સવાર સવારમાં આવ્યા મોટા ખુશખબર! LPG સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Updated: Jun 01, 2023, 08:54 AM IST

LPG Gas Cylinder Price Today: જૂન મહિનો આજથી શરૂ થયો અને મહિનાના પહેલા જ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો. ઓઈલ કંપનીઓએ 1 જૂનથી એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત આપી છે. સરકારી ઓઈલ કંપનીઓ તરફથી જાહેર થયેલા ભાવ મુજબ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 83 રૂપિયાનો ઘટાડો થયો છે. 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ હવે 1773 રૂપિયા રહેશે. પહેલા આ સિલિન્ડર 1856.50 રૂપિયામાં મળતો હતો. 

હવાઈ યાત્રા પર પડી શકે છે અસર

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત આપવા ઉપરાંત ઓઈલ કંપનીઓ તરફથી જેટ ફ્યૂલ (હવાઈ ઈંધણ)ના ભાવમાં પણ કાપ મૂકાયો છે. ભાવમાં લગભગ 6500 રૂપિયાનો ઘટાડો થયો છે. જેની અસર આવનારા સમયમાં હવાઈ મુસાફરી પર પડી શકે છે. નવા ભાવ આજથી એટલે કે 1 જૂનથી લાગૂ કરાયા છે. ઓઈલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી. આ માટે રાજધાની દિલ્હીમાં પહેલાની જેમ જ 1103 રૂપિયા ચૂકવવા પડશે. 

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના નવા ભાવ
ગેસ સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 1856.50 રૂપિયાથી ઘટીને 1773 રૂપિયા થઈ ગયા છે. કોલકાતામાં પહેલા 1960.50 રૂપિયા ભાવ હતો જે હવે 1875.50 રૂપિયા થઈ ગયો છે. આ પ્રકારે મુંબઈમાં પહેલા સિલિન્ડરનો ભાવ 1808.50 રૂપિયા હતો જે હવે ઘટીને 1725 રૂપિયા થયો છે. જ્યારે ચેન્નાઈમાં 2021.50 રૂપિયા હતો જે હવે 1937 રૂપિયામાં મળશે. 

PM મોદીથી લઈને અંબાણી... બધા જ્યાં ટેકવે છે માથું, જાણો આ મંદિરની રસપ્રદ કહાની

ડુંગળી કાપતી વખતે આંખોમાંથી કેમ આંસુડા સરી પડે છે? ખુબ જ  રસપ્રદ છે કારણ..ખાસ જાણો

રાહુલ ગાંધીએ USમાં કર્યું દેશનું અપમાન!, નવા સંસદ ભવન-સેંગોલ વિશે આપ્યું નિવેદન

ATF ના ભાવમાં ભારે કાપ
એલપીજી ઉપરાંત ઓઈલ કંપનીઓએ ATF ની કિંમતમાં પણ ભારે ઘટાડો કર્યો છે. એક કિલોલીટરના ભાવ 6600 રૂપિયા સુધી ઘટાડ્યા છે. દિલ્હીમાં ATF ની કિંમત પહેલા 95935.34 રૂપિયા હતી જે હવે ઘટીને 89,303.09 રૂપિયા થયું છે. મુંબઈમાં પહેલા ભાવ 89348.60 રૂપિયા પ્રતિ કિલોલીટર હતું જે હવે 83,413.96 રૂપિયા પ્રતિ કિલોલીટરના ભાવે મળશે. કોલકાતામાં આ ભાવ ઘટીને 95,963.95 રૂપિયા પ્રતિ કિલોલીટર થયો છે અને ચેન્નાઈમાં 93,041.33 રૂપિયા પ્રતિ કિલોલીટર થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે