Home> India
Advertisement
Prev
Next

શું તમારો મોબાઈલ ખોવાઈ ગયો છે? સરકારના નવા પોર્ટલ પર કરો ટ્રેક

કેન્દ્ર સરકાર દ્વારા પાઈલટ પ્રોજેક્ટ અંતર્ગત મહારાષ્ટ્રમાં www.ceir.gov.in નામની એક વેબસાઈટ BSNL સાથે ભાગીદારીમાં લોન્ચ કરાઈ છે. આ પ્રોજેક્ટનું નામ સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડન્ટીટી રજિસ્ટર (CEIR- Central Equipment Identity Register) છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ(DoT) દ્વારા મોબાઈલ હેન્ડસેટના રીપ્રોગ્રામિંગ, ચોરી અને સુરક્ષા માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 

શું તમારો મોબાઈલ ખોવાઈ ગયો છે? સરકારના નવા પોર્ટલ પર કરો ટ્રેક

નવી દિલ્હીઃ કેન્દ્રીય સંદેશાવ્યવહાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રવિ શંકર પ્રસાદે તાજેતરમાં જ ખોવાઈ ગયેલા મોબાઈલ માટે એક વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા પાઈલટ પ્રોજેક્ટ અંતર્ગત મહારાષ્ટ્રમાં www.ceir.gov.in નામની એક વેબસાઈટ BSNL સાથે ભાગીદારીમાં લોન્ચ કરાઈ છે. 

આ પ્રોજેક્ટનું નામ સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડન્ટીટી રજિસ્ટર (CEIR- Central Equipment Identity Register) છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સ(DoT) દ્વારા મોબાઈલ હેન્ડસેટના રીપ્રોગ્રામિંગ, ચોરી અને સુરક્ષા માટે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. 

World Ozone Day : 32 વર્ષ બાદ આજે પણ ઓઝોન સ્તરની સુરક્ષા ટોચની પ્રાથમિક્તા

આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ખોવાઈ/ચોરાઈ ગયેલા મોબાઈલને બ્લોક કરવા અને આ રીતે મોબાઈલ ચોરી અટકાવવી, ખોવાઈ/ચોરાઈ ગયેલા મોબાઈલ ફોનને ટ્રેસ કરવા માટેની વ્યવસ્થા ઊભી કરવી, ચોરાયેલા/ખોવાયેલા મોબાઈલ હેન્ડસેટ (Mobile Handset)નો ડુપ્લીકેટ અને નકલી IMEI નંબર દ્વારા ફરીથી ઉપયોગ રોકવો અને બનાવટી મોબાઈલ ડિવાસિસ(Mobile Devices)નો ઉપયોગ ઘટાડવાનો છે. 

IMEI નંબર
ઉલ્લેખનીય છે કે, દરેક મોબાઈલ ઉપકરણની એકમાત્ર ઓળખ 'ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી' (International Mobile Equipment Identity-IMEI) છે. સામાન્ય રીતે સીમકાર્ડના એક અથવા બે સ્લોટ ધરાવતા હેન્ડસેટના એક અથવા બે IMEI નંબર પ્રોગ્રામ કરેલા હોય છે. IMEI નંબરને નવેસરથી પ્રોગ્રામ કરી શકાય છે. કેટલાક છેતરપીંડી આચરનારા લોકો IMEI નંબરને રીપ્રોગ્રામ કરી દેતા હોય છે. જેના કારણે આજે બજારમાં એક જ IMEI નંબર ધરાવતા અનેક મોબાઈલ ઉપયોગમાં લેવઆઈ રહ્યા છે. 

પ્રાઈવેટ કાર માલિક પણ હવે કરી શકશે કાર પૂલિંગ, સરકારે નક્કી કરી ગાઈડલાઈન્સ

મારો મોબાઈલ ખોવાઈ જાય તો શું કરવું?
જો તમારો મોબાઈલ ખોવાઈ ગયો છે કે ચોરાઈ ગયો છે તો તમારે સૌથી પહેલા તો નજીકના પોલીસ સ્ટેશનમાં એક FIR દાખલ કરવાની છે અને સાથે જ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન(DoT)માં પણ ફરિયાદ કરવાની છે. DoTનો હેલ્પલાઈન નંબર 14422 છે. તમે જેવી DoTમાં મોબાઈલ ફોન ચોરાયા/ખોવાઈ જવાની ફરિયાદ કરશો કે તરત જ ડિપાર્ટમેન્ટ તમારો મોબાઈલ બ્લોક કરી દેશે. 

હવે, જ્યારે બીજી કોઈ વ્યક્તિ તમારા ડીવાઈસનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે કે તરત જ તમારા સર્વિસ પ્રોવાઈડર તેને ઓળખી લેશે. મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર જેમ કે BSNL, Jio, Airtel, Vodafone, Idea વગેરે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન સાથે સંપર્કમાં છે. 

જુઓ LIVE TV.....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More