Home> India
Advertisement
Prev
Next

PM મોદીનું ભગવાન જગન્નાથ સાથે છે ખાસ કનેક્શન! જાણો મોદીએ ભગવાનના ઘરે કેમ લીધો હતો આસરો

ગુજરાતમાં વસતા દરેક ગુજરાતી માટે ભગવાન જગન્નાથનું નામ કાને આવે. એટલે તેમના મનમાં અમદાવાદનું જગન્નાથ મંદિર આવે. દર અષાઢી બીજે નકળતી રથયાત્રાને કોઈ પણ અમદાવાદી ભલી શકે નહીં. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ જગન્નાથ મંદિર સાથે ગાઢ નાતો રહેલો છે.

PM મોદીનું ભગવાન જગન્નાથ સાથે છે ખાસ કનેક્શન! જાણો મોદીએ ભગવાનના ઘરે કેમ લીધો હતો આસરો

યશ કંસારા, અમદાવાદઃ 1970માં નરેન્દ્ર મોદી અમદાવાદમાં આવ્યા હતા. અને જગન્નાથ મંદિરમાં આવેલું એક નાનકડું સામાન્ય મકાન નરેન્દ્ર મોદીનું હંગામી સરનામું બન્યું હતું... આ મકનામાં નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કામ કરતા હતા. અને મંદિરમાં તેઓ ગૌ સેવા કરતા. રોજ સવારે તેઓ મંગળઆરતીમાં પણ હાજર રહેતા હતા. અને રથયાત્રા દરમિયાન તેઓ દેશ વિદેશથી આવેલા સાધુ-સંતોના સંપર્કમાં આવતા.

3-4 વર્ષ જગન્નાથ મંદિરના મકાનમાં રહ્યા બાદ તેઓ મણિનગર સ્થિત RSSના નવા ભવમાં રહેવા લાગ્યા હતા. જોકે ભગવાન જગન્નાથે તો નરેન્દ્ર માટે કઈ અલગ જ વિચાર્યું હતું. 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. અને પ્રથા પ્રમાણ 2002માં રથયાત્રામાં મહત્વની ગણાતી એવી પહિંદ વિધી કરી હતી. 2002થી 2013 સુધી તેમણે 12 વર્ષ સુધી પહંદ વિધી કરી હતી. સૌથી વધુ પહિંદ વિધી કરતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બન્યા હતા.

2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનીને દિલ્લી જતા રહ્યા. પણ તેમની આસ્થા અને લાગણી ભગવાન જગન્નાથ સાથે આજે પણ જોડાયેલી રહી. 2014થી અત્યારસુધી પ્રધાનમંત્રી મોદી દર વર્ષે મગ અને જાબુંનો પ્રસાદ માટે અચુક મોકલાવે છે. જ્યારે, નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ રથયાત્રાના આગલા દિવસે પ્રસાદ માટે મગ  મોકલાવતા હતા. અને આ પરંપરા તેમણે દિલ્લીની ગાદીએ બેઠા બાદ પણ જાળવી રાખી છે.

PM નરેન્દ્ર મોદીની તો ભગવાન જગન્નાથ સાથે લાણી જોડાયેલી છે. પણ તેમના પુરા પરિવારની લાગણી જોડાયેલી પણ ભગવાન જગન્નાથ સાથે જોડાયેલી છે. જ્યારે, તેમના માતા હિરાબા શતાયુ વર્ષમાં પ્રવેશ્યા ત્યારે પુરો પરિવાર ભગવાન જગન્નાથના મંદિરે પહોંચ્યો હતો. માતા હિરાબાના જન્મદિવસની ઉજવણી કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More