Home> India
Advertisement
Prev
Next

25 માર્ચ સુધીમાં નીરવ મોદીની થઇ શકે છે ધરપકડ, ઝડપી ચાલશે પ્રર્ત્યપણ કેસ

પંજાબ નેશનલ બેંક કૌભાંડના સૂત્રધાર ભાગેડુ હીરા વ્યાપારી નીરવ મોદીની ધરપકડ 25 માર્ચ સુધીમાં કોઇપણ સમયે થઇ શકે છે. તપાસ અધિકારીઓનું માનવું છે કે નીરવ મોદીના કેસ મામલે થોડી ઝડપી કાર્યવાહી થઇ શકે છે.

25 માર્ચ સુધીમાં નીરવ મોદીની થઇ શકે છે ધરપકડ, ઝડપી ચાલશે પ્રર્ત્યપણ કેસ

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક કૌભાંડના સૂત્રધાર ભાગેડુ હીરા વ્યાપારી નીરવ મોદીની ધરપકડ 25 માર્ચ સુધીમાં કોઇપણ સમયે થઇ શકે છે. ઇડીના અધિકારીઓએ લંડનથી આ વાતના સંકેત મળ્યા છે. ઇડીના અધિકારી લંડનમાં નીરવ મોદી કેસથી જોડાયેલા અધિકારીઓથી સતત સંપર્કમાં છે. તપાસ અધિકારીઓનું માનવું છે કે નીરવ મોદીના કેસ મામલે થોડી ઝડપી કાર્યવાહી થઇ શકે છે.

વધુમાં વાંચો: દાદી ઈન્દિરા ગાંધીની સાથે સરખામણી કરવા મુદ્દે પ્રિયંકા ગાંધીએ પહેલીવાર તોડ્યું મૌન

પ્રર્ત્યપણ મામલે વિજય માલ્યા કેસથી મળશે મદદ
તેની પાછળનું મુખ્ય કારણ આ જણાવવામાં આવી રહ્યા છે કે વિજય માલ્યા મામલે લંડનની તપાસ એજન્સીઓ અને કોર્ટ સંપૂર્ણ પ્રક્રિયા જોઇ ચુકી છે. ત્યારે, ભારતની તપાસ એજન્સીઓને પણ લંડનના કાયદાકીય પ્રક્રિયાનો અંદાજો થઇ ગયો છે. એટલા માટે આ વાતનો ફાયદો નીરવ મોદીના પ્રર્ત્યપણમાં ઉઠાવી શકાય છે. અધિકારીઓનું કહેવું છે કે નીરવ મોદીના પ્રર્ત્યપણના કેસ ઝડપથી ચાલી શકે છે.

લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે જાહેર કર્યુ હતું ધરપકડ વોરંટ
પંજાબ નેશનલ બેંકના 13000 કરોડ રૂપિયા લઇને ફરાર હીરા વેપારી નીરવ મોદીની સામે લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યો હતો. ધરપકડ વોરંટ નીરવ મોદીના પ્રર્ત્યપણની દિશામાં પ્રથમ પગલું છે. પાછલા દિવસોમાં ભાગેડુ નીરવ મોદી લંડનમાં ફરતો જોવા મળ્યો હતો. વર્તમાનમાં તે જે એપાર્ટમેન્ટમાં રહી રહ્યો છે તેની કિંમત 70 કરોડની આસપાસ જણાવવામાં આવી રહી છે. જેનું ભાડુ દર મહિને લગભગ 16 લાખ રૂપિયા છે. ઇંગ્લેન્ડની મીડિયા અનુસાર, તેણે ફરીથી હીરાનો વ્યાપાર શરૂ કર્યો છે.

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019 : કોંગ્રેસે 9 ઉમેદવારોની છઠ્ઠી યાદી બહાર પાડી

પત્નીની સામે પણ જાહેર કરવામાં આવ્યું વોરંટ
હાલમાં જ મુંબઇની એક વિશેષ કોર્ટે નીરવ મોદીની પત્ની સામે પણ બિન-જામીન વોરંટ જાહેર કર્યું હતું. અમી મોદી (નીરવ મોદીની પત્ની) પર આરોપ છે કે, તેણે 3 કરોડ ડોલર ટ્રાંસફર કરવા માટે ઇન્ટરનેશનલ બેંક એકાઉન્ટનો ઉપ્યોગ કર્યો હતો. શંકા છે કે આ પૈસા બેંકથી લેવામાં આવેલી લોનના હતા. આ પૈસાથી ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં એક મિલકત ખરીદવામાં આવી હતી.

વધુમાં વાંચો: ભાજપને આ વખતે મળી શકે 210 સીટ, NDAની બનશે સરકારઃ શિવસેના

ઇડીએ દાખલ કરી નવી ચાર્જશીટ
માર્ટના બીજા અઠવાડીયામાં ઇડીએ નીરવ મોદીની સામે સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી હતી. ઇડીએ PMLAના અંતર્ગત અને CBIની FIRના આધારે મની લોન્ડ્રિંગના મામલે નવી ચાર્જશીટ દાખલ કરી છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More