Home> India
Advertisement
Prev
Next

ગ્રાહકો સાથે છેતરપીંડી કરનારી કંપનીઓની હવે ખેર નહીં, મોદી સરકાર લાવી રહી છે નવો કાયદો

હવે કંપનીઓ એક ગ્રાહક તરીકે તમારી સાથે છેતરપીંડી કરી શકશે નહીં. મોદી સરકાર ગ્રાહકોના હિતોના સંરક્ષણ (Protection of Interests of Consumers) માટે એક એવો કાયદો બનાવ્યો છે, જેમાં ગ્રાહકને એ અધિકાર રહેશે કે જો તે કોઈ પ્રોડક્ટથી સંતુષ્ટ નથી તો તે કંપની સામે સીધો કોર્ટમાં જઈ શકે છે 
 

ગ્રાહકો સાથે છેતરપીંડી કરનારી કંપનીઓની હવે ખેર નહીં, મોદી સરકાર લાવી રહી છે નવો કાયદો

નવી દિલ્હીઃ હવે કંપનીઓ એક ગ્રાહક તરીકે તમારી સાથે છેતરપીંડી કરી શકશે નહીં. મોદી સરકાર ગ્રાહકોના હિતોના સંરક્ષણ (Protection of Interests of Consumers) માટે એક એવો કાયદો બનાવ્યો છે, જેમાં ગ્રાહકને એ અધિકાર રહેશે કે જો તે કોઈ પ્રોડક્ટથી સંતુષ્ટ નથી તો તે કંપની સામે સીધો કોર્ટમાં જઈ શકે છે. લોકસભામાં એક બિલ પસાર થયું છે, જે ગ્રાહકોની ફરિયાદોના નિવારણ માટે બન્યું છે. જેના અંતરગ્ત એક રેગ્યુલેટર- કેન્દ્રીય ઉપભોક્તા સંરક્ષણ પ્રાધિકરણ (CCPA) બનશે જે દેશભરમાં ગ્રાહકોની ફરિયાદો સાંભળશે. 

કોના પર નજર રાખશે
ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રી રામવિલાસ પાસવાને લોકસભામાં આ બિલ રજૂ કરતા સમયે જણાવ્યું કે, ગ્રાહક સુરક્ષા વિધેયક-1986નું સ્થાન લેનારું આ નવું વિધેયક 'કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ-2018'માં રાષ્ટ્રીય સ્તરે નિયામકની નિમણૂક કરવા માટે કુલ 109 ધારાઓ છે. નિયામક અનેક બાબતો પર દેખરેખ રાખશે. 

  • જુદી-જુદી પ્રોડક્ટ
  • પ્રોડક્ટની ક્વોલિટી
  • ભ્રામક જાહેરાત
  • સેલિબ્રિટી દ્વારા કરાતી જાહેરાત
  • ઈ-કોમર્સ પ્લેટફોર્મ
  • ડાયરેક્ટ સેલિંગ પ્લેટફોર્મ
  • ટેલી-માર્કેટિંગ પ્લેટફોર્મ
  • ગ્રાહક સંબંધિત અન્ય બાબતો 

નકલી દૂધનો કાળો વેપલો...બે ભાઈઓ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને 7 વર્ષમાં બન્યા કરોડપતિ

ગ્રાહકોને મળશે નવો અધિકાર
કન્ઝ્યુમર પ્રોટેક્શન બિલ ગ્રાહકોના અધિકારોનું ઉલ્લંઘન, ખોટા વર્તનની સાથે-સાથે જૂઠી કે ભ્રામક જાહેરાતો સંબંધિત ફરિયાદોનો નિકાલ કરશે, જેથી લોકો છેતરાઈ ન શકે. પાસવાને જણાવ્યું કે, આ બિલમાં એક મહાનિદેશકના નેતૃત્વમાં 1 તપાસ શાખા બનશે, જેની પાસે તલાશી લેવાની અને જપ્ત કરવાની સત્તાઓ હશે. 

આ પ્રકારની બાબતો સામેલ થશે
ઉદાહરણ તરીકે તમે પોસ્ટપેઈડ કનેક્શનનો ઉપયોગ કરો છો અને બિલ ન ભરતા કંપની તમારું કનેક્શન કાપી નાખે છે. જોકે કોલ ડ્રોપમાં તો ગ્રાહકની ભુલ નથી. તેને આ મુશ્કેલીનો સામનો થયા પછી પણ બિલ તો પુરું જ ભરવું પડે છે. હવે સીસીપીએને એ અધિકાર મળશે કે તે કંપનીને આવી બાબતોમાં કોર્ટમાં ઘસેડી શકે કે બિલ ઓછું કરવા માટે દબાણ બનાવી શકે. એટલે કે, સીસીપીઓ મોનોપોલીને સમાપ્ત કરશે. 

જૂઓ LIVE TV.....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More