Home> India
Advertisement
Prev
Next

લોકસભા 2019: બીજા તબક્કામાં 95 સીટો પર સરેરાશ 63 ટકા મતદાન, પ.બંગાળમાં 75%

ઉત્તરપ્રદેશનાં એક ગામે વિવિધ સવલતો મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર કરતા એક પણ મત પડ્યો નહોતો. બીજી તરફ છત્તીસગઢમાં આઇઇડી બ્લાસ્ટ થયો હતો, પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને ભાજપનાં કાર્યકરો બાખડ્યા હતા

લોકસભા 2019: બીજા તબક્કામાં 95 સીટો પર સરેરાશ 63 ટકા મતદાન, પ.બંગાળમાં 75%

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019 (lok sabha elections 2019) હેઠળ બીજા તબક્કાનું આજે (18 એપ્રીલ) મતદાન થઇ રહ્યું છે. તેમાં 11 રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની કુલ 95 લોકસભા સીટો માટે મતદાન ચાલી રહ્યું છે. 11 એપ્રીલે 91 સીટો પર થયેલા પહેલા તબક્કાનાં મતદાનમાં 69.43 ટકા મતદાન થયું હતું. 

ગુરૂવારો બીજા તબક્કામાં  આસામમાં 73.32 ટકા મતદાન થયું છે. બિહારમાં 58.14 ટકા મતદાન નોંધાયું છે. છત્તીસગઢમાં 68.70 ટકા મતદાન નોંધાયું છે. જમ્મુ અને કાશ્મીરમાં 43.37 ટકા મતદાન નોંધાયું છે. કર્ણાટકમાં 61.80 ટકા મતદાન નોંધાયું. મહારાષ્ટ્રમાં 55.37 ટકા, મણિપુરમાં 74.69 ટકા મતદાન નોંધાયું છે. આ ઉપરાંત ઓરિસ્સામાં 57.41 ટકા, પુડુચેરીમાં 72.40 ટકા મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત તમિલનાડુમાં 61.52 ટકા મતદાન નોંધાયું છે. ઉત્તરપ્રદેશમાં 58.12 ટકા મતદાન નોંધાયું હતું. પશ્ચિમ બંગાળમાં 75.27 ટકા મતદાન નોંધાયું હતું. નાની મોટી ઘટનાઓને બાદ કરતા એકંદરે મતદાન શાંતિપુર્ણ રહ્યું હોવાનું ચૂંટણી વિભાગે જણાવ્યું હતું. 

ITની ચંગુલમાં ફસાયેલો છે જુતા ફેંકનારો શક્તિ ભાર્ગવ, અનેક કેસોની તપાસ છે ચાલુ

ગુરૂવારો બપોરે 4 વાગ્યા સુધીમાં આસામમાં 60.89 ટકા મતદાન થયું છે. બિહારમાં 47.79 ટકા મતદાન નોંધાયું છે. છત્તીસગઢમાં 59.83 ટકા મતદાન નોંધાયું છે. જમ્મુ અને કાશ્મીરમાં 38.61 ટકા મતદાન નોંધાયું છે. કર્ણાટકમાં 49.57 ટકા મતદાન નોંધાયું. મહારાષ્ટ્રમાં 44.87 ટકા, મણિપુરમાં 68.94 ટકા મતદાન નોંધાયું છે. આ ઉપરાંત ઓરિસ્સામાં 45 ટકા, તમિલનાડુમાં 51.90 ટકા મતદાન નોંધાયું છે. ઉત્તરપ્રદેશમાં 50.12 ટકા મતદાન નોંધાયું હતું. પશ્ચિમ બંગાળમાં 65.59 ટકા મતદાન નોંધાયું છે. પુડુચેરીમાં 58.77 ટકા મતદાન નોંધાયું છે. 

ગુરૂવારે બપોરે 4 વાગ્યા સુધી છત્તીસગઢની 3 સીટો પર 41.83 ટકા મતદાન થયું છે. યુપીની 8 સીટો પર 37.41 ટકા મતદાન થયું. ઓરિસ્સામાં 29.90 ટકા, તમિલનાડુમાં 30.63 ટકા, જમ્મુ કાશ્મીરમાં 25.85 ટકા, બિહારમાં 38.48 ટકા, કર્ણાટકમાં 32.16 ટકા, મહારાષ્ટ્રમાં 29.64 ટકા, મણિપુરમાં 47.78 ટકા, પશ્ચિમ બંગાળમાં 44.23 ટકા અને પુડુચેરીમાં 41.29 ટકા મતદાન થયું છે. 

અખિલેશે આઝમગઢથી ઉમેદવારી નોંધાવી, રેલીમાં કહ્યું-'તેઓ ચાવાળા તો અમે પણ દૂધવાળા છીએ'

લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાનું મતદાન આજે એટલે કે 18 એપ્રિલના રોજ યોજાયું છે. નિર્ધારિત સમય મુજબ મતદાન શરૂ થઈ ગયું છે.  દેશના 12 રાજ્યની 95 લોકસભા બેઠક પર 15 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા અગાઉ જાહેર કરાયા મુજબ બીજા તબક્કામાં 13 રાજ્યની 97 સીટ પર મતદાન થવાનું હતું, પરંતુ તમિલનાડુની વેલ્લોર સીટનું મતદાન રદ્દ કરાયું છે, જ્યારે ત્રિપુરા લોકસભાની ત્રિપુરા પૂર્વ સીટનું 18 એપ્રિલના મતદાનની તારીખ બદલી નાખવામાં આવી છે. 

દુનિયાની આઠમી અજાયબી, જાણે જોઈ લો સમુદ્ર પર તરતો અદભૂત મહેલ 

આ કારણે, હવે 12 રાજ્યની 95 સીટ પર મતદાન યોજાઈ રહ્યું છે.  ઉત્તર પ્રદેશની મથુરા લોકસભા બેઠકના બૂથ નંબર 46 પર ઈવીએમ ખરાબ થવાના કારણએ મતદાન અટકાવવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીરની  બે લોકસભા બેઠકો શ્રીનગર અને ઉધમપુરમાં પણ આજે મતદાન ચાલુ છે. સુરક્ષા કારણોસર શ્રીનગર સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. મહારાષ્ટ્રના બીડ લોકસભા મતવિસ્તાર હેઠળ આવતી પાંચ જગ્યાઓ પર ઈવીએમ અને વીવીપેટ મશીનોમાં ગડબડીની ફરિયાદો સામે આવી છે. જેમાં ગેવરઈ, મજલગાંવ, કેઝ, અષ્ટી અને પરાલી સામેલ છે. જો કે આ મશીનો તરત બદલી દેવાયા છે. ત્યારબાદ મતદાન સુચારુ રીતે ચાલુ રહ્યું છે. 

VIDEO ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં જીવીએલ નરસિંહારાવ પર જૂતું ફેંકાયું, થયો હોબાળો

ઉત્તર પ્રદેશના એક ગામે કર્યો મતદાનનો બહિષ્કાર
ઉત્તર પ્રદેશના ફતેહપુર સિકરીના એક ગામના લોકોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. તેમનું કહેવું છે કે ગામમાં સુચારુ રીતે સિંચાઈ વ્યવસ્થા નથી. તેમને તેનાથી પરેશાની ભોગવવી પડે છે. ગામના પોલીંગ બૂથ સંખ્યા 41ના મતદાનકર્મીઓનું કહેવું છે કે અત્યાર સુધી આ મથકે એક પણ વ્યક્તિ મતદાન કરવા આવી નથી. 

આ રાજ્યમાં કોંગ્રેસને મોટો ફટકો, 'ચોકીદાર ચોર હૈ' જાહેરાત અને વીડિયો પર લાગ્યો પ્રતિબંધ

બપોરે 1 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન
બપોરે એક વાગ્યા સુધીમાં છત્તીસગઢની 3 બેઠકો માટે 41.83 ટકા, યુપીની 8 બેઠકો પર 37.41 ટકા, ઓડિશામાં 29.90 ટકા, તામિલનાડુમાં 30.63 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 25.85 ટકા, બિહારમાં 38.48 ટકા, કર્ણાટકમાં 32.16 ટકા, મહારાષ્ટ્રમાં 29.64 ટકા, મણિપુરમાં 47.78 ટકા અને પશ્ચિમ બંગાળમાં 44.23 ટકા તથા પુડ્ડુચેરીમાં 41.29ટકા મતદાન નોંધાયું છે. 

છત્તીસગઢમાં આઈઈડી બ્લાસ્ટ
છત્તીસગઢના રાજનાંદગાવ વિસ્તારમાં નક્સલીઓએ મતદાન દરમિયાન અશાંતિ ફેલાવવા માટે સવારે 11 વાગે આઈઈડી વિસ્ફોટ કર્યો. કોરચા અને માનપુર વચ્ચે નક્સલીઓએ ઈન્ડો તિબ્બતન બોર્ડર  પોલીસની રોડ ઓપનિંગ પાર્ટીને નિશાન બનાવી. જેમાં આઈટીબીપી કોન્સ્ટેબલ માન સિંહ ઘાયલ થયા. વિસ્તારમાં જો કે મતદાન ચાલુ જ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More