Home> India
Advertisement
Prev
Next

રાહુલ દક્ષિણમાંથી ચૂંટણી લડે તેવી માંગ ઉઠી, કોંગ્રેસે કહ્યું વિચાર કરવામાં આવશે

કોંગ્રેસ પ્રવક્તાએ સુરજેવાલને જણાવ્યું કે, રાહુલ ગાંધીએ એકથી વધારે વખત કહ્યું કે, અમેઠી તેમની કર્મભુમિ છે અને રહેશે

રાહુલ દક્ષિણમાંથી ચૂંટણી લડે તેવી માંગ ઉઠી, કોંગ્રેસે કહ્યું વિચાર કરવામાં આવશે

નવી દિલ્હી : કેરળ, કર્ણાટક અને તમિલનાડુની કોંગ્રેસ એકમની તરફથી રાહુલ ગાંધીને ચૂંટણી લડવા માટેની અપીલ મુદ્દે પાર્ટીએ શિવારે કહ્યું કે, આ સંદર્ભે વિચાર કરવામાં આવી રહ્યો છે અને તેના પર નિર્ણય લેવામાં આવશે. કોંગ્રેસનાં મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલે કહ્યું કે, અમે આભાર માનીએ છીએ તેમના સ્નેહ, આશિર્વાદ અને પ્રેમ જેના માટે તેમણે કહ્યું કે, તેઓ અહીંથી ચૂંટણી લડે. પરંતુ આ અંગે હજી સુધી કોઇ જ નિર્ણય નથી લેવામાં આવ્યો. 

ભાજપે 46 ઉમેદવારોની કરી જાહેરાત, સુમિત્રા મહાજન સહિત અનેક નેતાના પત્તા સાફ

તેમણે કહ્યું કે, આ આગ્રહ પર જરૂર વિચારણા કરે અને નિર્ણય પણ લેવામાં આવશે. તેમણે સાથે એમ પણક હ્યું કે, રાહુલ ગાંધીએ એકથી વધારે વખત કહ્યું છે કે, અમેઠી તેમની કર્મભુમિ છે અને રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશની અમેઠી સીટ કોંગ્રેસ અધ્યક્ષની પારંપારિક સીટ છે. બીજી તરફ યુપીની જ રાયબરેલી સીટ પર યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી ચૂંટણી લડે છે. 

રાહુલ ગાંધી જણાવે 55 લાખથી 9 કરોડ રૂપિયા સંપત્તી કઇ રીતે થઇ ગઇ: પ્રસાદ

બીજી તરફ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ પત્તનમતિટ્ટા સીટ માટે પોતાનાં ઉમેદવારનાં નામ પર સંશય ખતમ કરતા સુરેન્દ્રને અહીંથી ઉતારવાની શનિવારે જાહેરાત કરી. પત્તનમતિટ્ટામાં જ સબરીમાલા મંદિર આવેલી છે જેમાં તમામ આયુવર્ગની મહિલાઓને પ્રવેશ આપવાના સુપ્રીમનાં આદેશ બાદ લાગુ કરવાનાં માકપા નીત એલડીએફ સરકારનાં નિર્ણયનો ભારે વિરોધ થઇ રહ્યા છે. ભાજપે ગુરૂવારે કેરળનાં 13 સહિત 184 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરતા સમયે માત્ર પત્તમતિટ્ટા સીટ છોડી દીધી હતી. શનિવારે પાર્ટીની તરફથી બહાર પાડવામાં આવેલી યાદીમાં સુરેન્દ્રનાં નામનો સમાવેશ કરવામાં આવ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More