Home> India
Advertisement
Prev
Next

VIDEO કોંગ્રેસમાં જોડાયાની વાતનો સપનાએ કર્યો ઈન્કાર, કહ્યું-'ભવિષ્યમાં પણ ઈરાદો નથી'

ડાન્સર સપના ચૌધરીએ કોંગ્રેસમાં સામેલ થવાની વાતનો ઈન્કાર કરી દીધો છે. તેમણે રવિવારે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી. સપનાએ કહ્યું કે તેમની પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજ બબ્બર સાથે કોઈ મુલાકાત થઈ નથી.

VIDEO કોંગ્રેસમાં જોડાયાની વાતનો સપનાએ કર્યો ઈન્કાર, કહ્યું-'ભવિષ્યમાં પણ ઈરાદો નથી'

નવી દિલ્હી: ડાન્સર સપના ચૌધરીએ કોંગ્રેસમાં સામેલ થવાની વાતનો ઈન્કાર કરી દીધો છે. તેમણે રવિવારે આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી. સપનાએ કહ્યું કે તેમની પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજ બબ્બર સાથે કોઈ મુલાકાત થઈ નથી. ભવિષ્યમાં પણ કોંગ્રેસ જોઈન કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી. સપના ચૌધરીએ કહ્યું કે પ્રિયંકા ગાંધી વાડ્રાની સાથે વાઈરલ થયેલી તેમની તસવીર ઘણી જૂની છે. સપનાએ એમ પણ કહ્યું કે હું કોઈ પણ પાર્ટી માટે પ્રચાર કરવાની નથી. 

અત્રે જણાવવાનું કે શનિવારે એવા અહેવાલ આવ્યા હતાં કે હરિયાણવી ડાન્સર અને સિંગર સપના ચૌધરીએ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે અને મથુરાથી હેમા માલિની સામે ચૂંટણી લડી શકે છે. 

સૂત્રોના જણાવ્યાં અનુસાર એવું કહેવાતું હતું કે કોંગ્રેસ તેમને હરિયાણાથી ચૂંટણી લડાવી શકે છે. એવી પણ ચર્ચાઓ હતી કે કોંગ્રેસ મથુરામાં ભાજપના હેમા માલિની સામે મેદાનમાં ઉતારી શકે છે. જો કે શનિવારે મોડી રાતે કોંગ્રેસે જે ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં મથુરાથી મહેશ પાઠકને ટિકિટ અપાઈ છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More