Home> India
Advertisement
Prev
Next

સાધ્વી પ્રાચીએ પ્રિયંકા ગાંધીને ગણાવ્યા વરસાદી દેડકા, 2019માં મોકો ન ચુકે હિંદુ

ઉત્તરપ્રદેશનાં હાથરસમાં સાધ્વી પ્રાચીએ કહ્યું કે, જો 2019ની લોકસભા ચૂંટણીમાં જનતા નરેન્દ્ર મોદીને સમર્થન આપવાનું ચુકશે તો સમગ્ર દેશ ખતરામાં પડી શકે છે

સાધ્વી પ્રાચીએ પ્રિયંકા ગાંધીને ગણાવ્યા વરસાદી દેડકા, 2019માં મોકો ન ચુકે હિંદુ

હાથરસ : વિશ્વ હિંદુ પરિષદ (VHP)નાં નેતા સાધ્વી પ્રાચીએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi)ને વરસાદી દેડકા ગણાવ્યા છે. ઉત્તરપ્રદેશનાં હાથરસમાં સાધ્વી પ્રાચી (Sadhvi Prachi)એ કહ્યું કે, જો 2019ની લોકસભા ચૂંટણી (Lok Sabha Elections 2019) માં જનતા નરેન્દ્ર મોદીનું સમર્થન આપવાથી ચુક ગઇ તો દેશ ખતરામાં પડી જશે. હાલમાં જ વીહીપની તરફથી કહેવામાં આવ્યું હતુ કે  જો કોંગ્રેસ રામ મંદિર બનાવે તો તેઓ તેનું પણ સમર્થન કરવા માટે તૈયાર છે. 

આ નિવેદન અંગે સાધ્વી પ્રાચીએ કહ્યું કે, અયોધ્યામાં ભલે રામ મંદિર ન બને, પરંતુ દેશ ખાતર નરેન્દ્ર મોદીને બીજી વખત  વડાપ્રધાન બનાવવામાં આવે તે જરૂરી છે. તેમણે હિન્દુઓને અપીલ કરી તે તેઓ તમામ ગીલા-શિકવાઓ ભુલીને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને વડાપ્રધાનમોદી માટે મતદાન કરે. તેમણે કહ્યું કે, દેશની અંદર વડાપ્રધાન મોદીને હરાવવા માટે કોઇ ગઠબંધન કરી રહ્યું છે, કોઇ મહાસચિવ બનાવી રહ્યા છે તો કોઇ બંગાળમાં રેલી કરી રહ્યા છે, પરંતુ તેમના મનસુબાઓ પુરા નહી થઇ શકે. એટલું જ નહી તેમણે મોદીને શેર અને તેમનાં વિરોધીઓને ઘેટાના ઝુંડની ઉપમા આપી હતી. 

સાધ્વી પ્રાચી હાથરસ શહેરમાં રાષ્ટ્રીય સ્વાભિમાન દળનાં સંયોજક દીપક શર્માનાં ઘરે આપી હતી. તેમણે અહીંથી પુછાયેલા સવાલોનાં જવાબમાં આ ટિપ્પણીઓ કરી કરી હતી. તેમણે પુછાયેલા સવાલોનાં જવાબમાં આ ટિપ્પણી કરી. પ્રિયંકા ગાંધી વરસાદી દેડકા વાળી વાળી વાત અંગે સાધ્વી પ્રાચીએ કહ્યું કે, પ્રિયંકા પહેલા પણ રાજનીતિમાં હતા. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે રાજનીતિમાં આવે છે. હવે તેમનું મહાસચિવ પદ કોંગ્રેસની મજબુરી છે. કારણ કે માં-પુત્ર જામીન પર છે. થોડા દિવસની અંદર થઇ જાય કોઇ નથી જાણતું. એવામાં કોઇને કોઇ તો કોંગ્રેસમાં જોઇએ ગાંધી ખાનદાનમાંથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More