Home> India
Advertisement
Prev
Next

VIDEO: જનમેદની સામે અચાનક રડી પડ્યાં BJP ઉમેદવાર જયાપ્રદા, કારણ છે ચોંકાવનારું

ભાજપના ઉમેદવાર જયા પ્રદાએ બુધવારે ઉમેદવારી પત્રક ભર્યું. ઉમેદવારી નોંધાવ્યા બાદ એક જનસભા પણ સંબોધી. જેમાં તેમણે જૂની યાદો તાજી કરી અને ભાવુક બની ગયા હતાં. 

VIDEO: જનમેદની સામે અચાનક રડી પડ્યાં BJP ઉમેદવાર જયાપ્રદા, કારણ છે ચોંકાવનારું

નવી દિલ્હી/રામપુર: રામપુર લોકસભા બેઠકના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. ઉમેદવારી નોંધાવવાની સાથે જ પાર્ટીના ઉમેદવારોના પ્રચંડ ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયા છે. મહાગઠબંધનના ઉમેદવાર આઝમ ખાને મંગળવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ભાજપના ઉમેદવાર જયા પ્રદાએ બુધવારે ઉમેદવારી પત્રક ભર્યું. ઉમેદવારી નોંધાવ્યા બાદ એક જનસભા પણ સંબોધી. જેમાં તેમણે જૂની યાદો તાજી કરી અને ભાવુક બની ગયા હતાં. 

લોકસભા ચૂંટણી 2019: જો ભાજપ ફરી સત્તા પર આવશે તો બીજા કાર્યકાળમાં થશે 'આ' મોટું કામ 

ભાજપના ઉમેદવાર જયાપ્રદાએ કહ્યું કે હું રામપુર છોડવા માંગતી નહતી. તેમણે કહ્યું કે હું એટલા માટે રામપુર છોડવા નહતી માંગતી કારણ કે અહીં ગરીબોને દબાવવામાં આવતા હતાં, જેઓ સારા કામ કરતા હતાં. તેમણે આઝમ ખાન પર નિશાન સાધતા કહ્યું કે જે લોકો તેમના વિરુદ્ધ કામ કરે તેમને જેલમાં નાખી દેવામાં આવતા હતાં. ભાવુક થઈને તેમણે કહ્યું કે "મારા પર તેજાબથી હુમલો કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું, મારા પર હુમલો કરાયો હતો. એટલે જ હું રામપુર છોડીને જતી રહી અને સક્રિય રાજકારણમાં ન આવી." 

અત્રે જણાવવાનું કે વર્ષ 1994માં એનટી રામારાવે તેમને તેલુગુદેશમ પાર્ટીની સાથે રાજકારણમાં પ્રવેશ કરાયો હતો અને તેઓ આંધ્ર પ્રદેશથી રાજ્યસભા સાંસદ બન્યા હતાં. ઉત્તર પ્રદેશના રાજકારણમાં આવવા માટે તેમણે સમાજવાદી પાર્ટી જોઈન કરી. વર્ષ 2004 અને 2009માં તેઓ સપાની ટિકિટ પરથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. વર્ષ 2011માં તેઓ અમરસિંહના રાષ્ટ્રીય લોકમંચમાં સામેલ થયાં. વર્ષ 2014માં આરએલડીની ટિકિટ પરથી બિજનૌરથી ચૂંટણી લડ્યાં પરંતુ  હારી ગયાં. ભાજપ તેમની પાંચમી પાર્ટી છે અને આ વખતે તેઓ આઝમ ખાનને રામપુર લોકસભા બેઠક પરથી ટક્કર આપી રહ્યાં છે. 

જુઓ LIVE TV

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More