Home> India
Advertisement
Prev
Next

'જુગાડની સરકાર'માં દુનિયાના નેતાઓ વચ્ચે ઓછો થશે પીએમ મોદીનો જલવો, ગ્લોબલ લીડરની શાખને લાગશે ધક્કો?

Narendra Modi News: પીએમ મોદી લોકસભા ચૂંટણી બાદ ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી શકે છે. આશરે 10 વર્ષ બાદ ભાજપને સહયોગીઓની જરૂર પડી રહી છે. એનડીએની ગઠબંધન સરકારની દુનિયાના અન્ય દેશોની સાથે પીએમ મોદીના સંબંધની શું અસર પડશે, આવો સમજીએ.

'જુગાડની સરકાર'માં દુનિયાના નેતાઓ વચ્ચે ઓછો થશે પીએમ મોદીનો જલવો, ગ્લોબલ લીડરની શાખને લાગશે ધક્કો?

નવી દિલ્હીઃ ભારતમાં લોકસભા ચૂંટણી બાદ હવે પીએમ મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળી રહી છે. પરિણામ અને ટ્રેન્ડમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનને આશરે 295 સીટો મળી રહી છે. તો સરકાર બનાવવા માટે કુલ 272 સીટોની જરૂર હોય છે. હવે બધાની નજર નીતીશ કુમાર અને ચંદ્રાબાબૂ નાયડૂ પર ટકેલી છે. નીતીશની પાર્ટીએ કહ્યું કે તે એનડીએમાં રહેશે. આ વચ્ચે ઈન્ડિયા ગઠબંધન તરફથી નીતીશ અને નાયડૂને પોતાના પક્ષમાં કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો નીતીશ અને નાયડૂ એનડીએમાંથી દૂર થાય તો પીએમ મોદી માટે ફરી સરકાર બનાવવી મુશ્કેલ થઈ જશે. ગઠબંધનને કારણે આગામી સરકાર જુગાડ પર આધારિત હશે અને ભાજપે અન્યના સહારે ચાલવું પડશે. આ કારણે લોકોનું કહેવું છે કે તેની અસર દુનિયામાં પીએમ મોદીની અજેય છબી પર પડશે. નિષ્ણાંતો તેનાથી સહમત નથી. આવો સમજીએ...

આંતરરાષ્ટ્રીય મામલાના નિષ્ણાંત કમર આગાનું માનવું છે કે તેની કોઈ ખાસ અસર પીએમ મોદી પર પડશે નહીં. તેમણે કહ્યું કે ભારતના જે પ્રધાનમંત્રી હોય છે, તેમનુ દુનિયામાં કદ હંમેશા મોટું રહ્યું છે. ભારત વિકાસશીલ દેશોનું પણ સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય મંચો પર પ્રતિનિધિત્વ કરે છે. પીએમ મોદીએ પોતાની એક છબી બનાવી હતી અને તેમની કામ કરવાની એક રીત હતી. પીએમ મોદી યુરોપ અને અમેરિકા સાથે સંબંધો આગળ વધારવા ઈચ્છતા હતા. સવાલ તે વાતનો છે કે પશ્ચિમી દેશ તે જોય છે કે તેમના હિતને ભારતથી કેટલો ફાયદો થઈ રહ્યો છે. તો પીએમ મોદીની નીતિ રહી છે કે તે ભારતના હિતને આગળ વધારતા રહ્યાં છે.

આ પણ વાંચોઃ ઇરાદાઓની કસોટી હજુ બાકી છે...એનડીએની જીત છતાં, ભાજપ સામે પડકારોનો પહાડ

પીએમ મોદીના કદ પર કોઈ અસર પડશે નહીં
આગાએ કહ્યું કે પીએમ મોદી ભારત ફર્સ્ટની નીતિથી પશ્ચિમી દેશોને સમસ્યા રહી છે. પીએમ મોદીની ગઠબંધન સરકાર બનવા પર આફ્રિકા, મધ્ય એશિયા અને ખાડી દેશોની સાથે સંબંધ પહેલા જેવા રહેશે. ભારત યુરોપ, રશિયાની સાથે સંબંધ તેવા રહેશે. રશિયા ભારતનું ખાસ દોસ્ત રહ્યું છે. અરબ દેશોની સાથે પીએમ મોદીએ પોતાના અંગત સંબંધ બનાવ્યા છે. 

કમર આગાએ કહ્યું કે પીએમ મોદીના કાર્યકાળમાં તેમને સૌથી વધુ પડકાર દક્ષિણ એશિયામાંથી જોવા મળશે. પીએમ મોદી જ્યારે સત્તામાં આવ્યા તો તેમણે પાડોશી પહેલાની નીતિને પ્રાથમિકતા આપી હતી. નેપાળ, શ્રીલંકા, માલદીવ, પાકિસ્તાન, બાંગ્લાદેશની સાથે ચીન પોતાના સંબંધોને ખુબ મજબૂત કરી રહ્યાં છે. તેમાં ભારતને સૌથી વધુ પડકાર દક્ષિણ એશિયાથી આવી રહ્યો છે. પીએમ મોદીની સામે આગામી પાંચ વર્ષમાં દક્ષિણ એશિયાની સાથે સંબંધ સુધારવાનો મોટો પડકાર હશે. માલદીપની સરકાર પણ ભારત વિરોધી પગલાં ભરી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More