Home> India
Advertisement
Prev
Next

ZEE ની એઆઈ એંકર Zeenia નું અનુમાન સૌથી સટીક નીકળ્યું, તમામ એક્ઝિટ પોલ ઊંધા માથે પછડાયા

Lok Sabha Election Result 2024: આ વખતે પહેલીવાર લોકસભા ચૂંટણીમાં ભારતમાં AI આધારિત એક્ઝિટ પોલનો ઉપયોગ થયો. ઝી ન્યૂઝની પહેલી AI એંકર ઝીનિયાનો એક્ઝિટ પોલ પરિણામની સૌથી નજીક જોવા મળ્યા. 

ZEE ની એઆઈ એંકર Zeenia નું અનુમાન સૌથી સટીક નીકળ્યું, તમામ એક્ઝિટ પોલ ઊંધા માથે પછડાયા

લોકસભા ચૂંટણી 2024ના પરિણાો હવે સ્પષ્ટ થઈ ગયા છે. ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી આવ્યો અને એનડીએને સ્પષ્ટ બહુમતી  પણ મળી ગઈ. આ વખતે ઝી ન્યૂઝે પોતાની પહેલી આર્ટિફિશિલ ઈન્ટેલિજન્સ (AI) એંકર Zeenaia ને લોન્ચ કરી. ઝીનિયા એક એઆઈ એંકર છે જેના એક્ઝિટ પોલ પરિણામો સોથી નજીક રહ્યા. Zeenaia એ ઝી ન્યૂઝ દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી તૈયાર કરાયેલા એક્ઝિટ પોલના સટીક અનુમાન જણાવ્યાં.

સૌથી સટીક આંકડા
એઆઈ એંકર ઝીનિયાએ એક્ઝિટ પોલના આંકડા અંગે અનુમાન કર્યું હતું કે એનડીએને 305-315 સીટો મળી શકે છે. ઈન્ડિયા બ્લોકના ફાળે 180-195 સીટો જઈ શકે છે. ચૂંટણી પંચ તરફથી બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ ઝીનિયાની ભવિષ્યવાણી તેની નજીક જોવા મળી રહી છે. 

કઈ પાર્ટીને કેટલી સીટો
ચૂંટણી પંચના લેટેસ્ટ આંકડા મુજબ ભાજપને 240 સીટો મળી છે જ્યારે સહયોગી પક્ષો તેલુગુ દેશમને 16, જનતા દળ યુનાઈટેડને 12, શિવસેના (શિંદે) 7 બેઠકો મળી છે કુલ 292ની આસપાસ આ સીટો પહોંચે છે. જ્યારે કોંગ્રેસને 99, સમાજવાદી પાર્ટી 37, ટીએમસી 29, ડીએમકે 22 સહિત ઈન્ડિયા ગઠબંધનને લગભગ 234 સીટો મળી છે અને અધર્સને ફાળે 17 બેઠકો ગઈ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More